Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બીજા નોરતે જામી ગરબાની રંગત, શેરી, પાર્ટી પ્લોટ્સમાં ગુજરાતી ગીતો સાથે ખેલૈયાઓની રમઝટ

આજે નવરાત્રિના બીજા નોરતે નવરાત્રિના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. શેરી ગરબાથી લઈ મોટા પાર્ટી પ્લોટ્સમાં ગુજરાતી ગીતોના તાલે ખેલૈયાઓ ઝુમ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત અનેક સ્થળોએ ખેલૈયાઓ ડ
બીજા નોરતે જામી ગરબાની રંગત  શેરી  પાર્ટી પ્લોટ્સમાં ગુજરાતી ગીતો સાથે ખેલૈયાઓની રમઝટ
આજે નવરાત્રિના બીજા નોરતે નવરાત્રિના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. શેરી ગરબાથી લઈ મોટા પાર્ટી પ્લોટ્સમાં ગુજરાતી ગીતોના તાલે ખેલૈયાઓ ઝુમ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત અનેક સ્થળોએ ખેલૈયાઓ ડબલ ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.
અમદાવાદમાં સેટેલાઈટ રંગરાસમાં આજે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટ્યા હતા અને હિંદી ગુજરાતી ગીતો પર મનમુકીને રાસ લેતા જોવા મળ્યા. GMDC ગ્રાઉન્ડ, બામ્બુ શાસ્ત્રી મેદાન ખાતે આયોજીત નવરાત્રિ મહોત્સવમાં પણ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભાવનગરમાં ઈસ્કોન ક્લબ, રાજપથ ક્લબમાં રંગોલી પાર્કમાં બીજા નોરતાની રંગત જામી છે.  જામનગરના આશિર્વાદ રિસોર્ટ ક્લબમાં સંગીતના સથવારે ખેલૈયાઓ ઝુમ્યા. વડોદરામાં પણ હેરીટેજ ગરબાની મોજ જોવા મળી હતી.
ગુજરાત ફર્સ્ટ પર માણો ઘરે બેઠા ગરબાની રમઝટ... જુઓ Live
તેમજ રાજ્યના પાટનગરમાં અનેક સ્થળોએ ગરબાની ઉજવણી થતી જોવા મળી છે. ગાંધીનગરમાં સેકટર 4ના ઓમકારેશ્વર મંદિર ખાતે નવરાત્રિનું આયોજન થાય છે. જ્યાં આસપાસના સેકટરના ખેલૈયાઓ અને લોકો ગરબામાં ભાગ લેવા આવતા હોય છે. અહીં પરંપરાગત ગુજરાતી ગરબાના તાલે ખેલૈયાઓ ઝુમે છે.
રંગીલા રાજકોટમાં નાના મોટા અનેક સ્થળોએ ગરબાનું આયોજન થયું હતું. રાજકોટમાં સુરભી, સહિયર, બામ્બુ બિટ્સ, નીલસીટી સહિત અનેક પાર્ટી પ્લોટમાં રાજકોટીયન્સ ગરબે ઝુમ્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓ ભારે ઉત્સાહ સાથે ગુજરાતી ગીતો જેવા કે, મોગલ આવે રે, નવરાત રમવા, કેવા કેવા વેશે રે મા, કુમ કેરા પગલે માડી ગરબે ઘુમવા આવ,  વાગ્યો રે ઢોલ, મા તારા આશિર્વાદ મને બહુ ફળ્યા પર ખેલૈયા અવનવા સ્ટેપ્સ લેતા જોવા મળ્યા હતા.
પરંપરાગત ગરબા
અંજાર તાલુકાના રતનાલ ગામે નવદુર્ગા નવરાત્રિ મંડળ દ્વારા 1979 થી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જે આહીર રાસમાં તમામ બહેનો ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસ રમે છે. તમામ સમાજના લોકોની અહીં હાજર રહે છે. અહીં હાથ તાળી દ્વારા  ગરબા બહેનો ગરબા રમે છે.
માનસિક દિવ્યાંગો પણ ગરબે ઘૂમ્યા
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિતશ્રી રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે કચ્છનાં માનસિક દિવ્યાંગો પણ રાસ ગરબામાં જોડાઇ નવરાત્રી મહોત્સવ મનાવી રહ્યા છે. આશ્રમ સ્થળે દરરોજ સાંજે 5 થી 7 ભુજ શહેરનાં જુદા જુદા વિસ્તારોનાં વિવિધ મહિલા મંડળો અહીં પધારી આશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોને રાસ ગરબા રમાડે છે. બહેનો પોતાની સાથે આ માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોને જોડે રમાડે છે. જેથી આ માનસિક દિવ્યાંગો પણ હોંશે હોંશે રાસ ગરબા રમે છે.
Advertisement
Tags :
Advertisement

.