Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવનીત રાણાએ મીડિયામાં નિવેદન આપી કોર્ટની અવમાનના કરી, ફરી વખત મુશ્કેલીઓ વધી શકે છે

અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. મહારાષ્ટ્ર સરકાર બંને વિરુદ્ધ ફરી કોર્ટમાં જઈ શકે છે. બંને પતિ-પત્નીની 23 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. 4 મેના રોજ કોર્ટે દંપતીને વિવિધ શરતોને આધીન જામીન આપ્યા હતા. જેમાં એક એવી શરત પણ હતી કે રાણા દંપતિ મીડિયા સાથે વાત નહીં કરે. જો કે આ તરફ નવનીત રાણાએ જેલમાંથી છુટતાની સાથે જ મીડિયાને નિવેદà
નવનીત રાણાએ મીડિયામાં નિવેદન આપી કોર્ટની અવમાનના કરી  ફરી વખત મુશ્કેલીઓ વધી શકે છે
અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. મહારાષ્ટ્ર સરકાર બંને વિરુદ્ધ ફરી કોર્ટમાં જઈ શકે છે. બંને પતિ-પત્નીની 23 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. 4 મેના રોજ કોર્ટે દંપતીને વિવિધ શરતોને આધીન જામીન આપ્યા હતા. જેમાં એક એવી શરત પણ હતી કે રાણા દંપતિ મીડિયા સાથે વાત નહીં કરે. જો કે આ તરફ નવનીત રાણાએ જેલમાંથી છુટતાની સાથે જ મીડિયાને નિવેદન આપીને પોતાના માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. 4 મેના રોજ નવનીત રાણા અને રવિ રાણાને જામીન આપતા કોર્ટે મીડિયામાં નિવેદનો ન આપવાની શરત મૂકી હતી. જામીનના આદેશ બાદ 5 મેના રોજ બંને જામીન પર બહાર આવ્યા હતા.
જેલમાંથી બહાર આવ્યા બાદ સાંસદ નવનીત રાણાને મેડિકલ તપાસ માટે લીલાવતી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવનીત રાણા ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ તેમને આજે રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળતાં જ તેમણે મીડિયામાં નિવેદન આપતાં કોર્ટના આદેશનો અનાદર કર્યો છે. મીડિયા સાથે વાત કરતા નવનીત રાણાએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો છે. સાથે જ સાંસદ નવનીતે મહારાષ્ટ્ર સરકાર સામે લડત ચાલુ રાખવાની વાત કરી હતી.
કોર્ટે આ શરતો પર જામીન આપ્યા હતા
હનુમાન ચાલીસા પ્રકરણમાં જેલમાં રહેલા અમરાવતીના સાંસદ અને તેમના પતિ રવિ રાણાને કોર્ટે કેટલીક શરતો પર જામીન આપ્યા હતા. પહેલી શરત એ હતી કે રાણા દંપતી આ મામલે મીડિયામાં કોઈ નિવેદન આપી શકે નહીં. તેઓ પુરાવા સાથે કોઈપણ રીતે ચેડા કરી શકે નહીં. જે કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી, ફરીથી તે જ કામ નહીં કરે. પતિ-પત્ની બંનેએ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે. જો તપાસ અધિકારી તેમને પૂછપરછ માટે બોલાવે છે, તો બંનેને ત્યાં જવું પડશે. અધિકારીએ તેમને 24 કલાક અગાઉ નોટિસ પણ આપવાની રહેશે. નવનીત રાણા અને તેના પતિએ જામીન માટે 50-50 હજાર રૂપિયાના બોન્ડ ભરવા પડશે.
સાંસદ નવનીત રાણાએ કોર્ટનો અનાદર કર્યો
રાણા દંપતીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કર્યા બાદ તેમની ધરપકડ થઇ હતી. બંનેની મુંબઈ પોલીસે 23 એપ્રિલે ધરપકડ કરી હતી. 5 મેના રોજ કોર્ટે બંનેને છોડી મૂક્યા હતા. કોર્ટે પતિ-પત્ની બંનેની મુક્તિ માટે કેટલીક શરતો મૂકી હતી. આ શરતો પર બંનેને જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ નવનીત રાણાએ આ શરત તોડીને કોર્ટનો અનાદર કર્યો છે. જેના કારણે ફરી એકવાર તેમની મુશ્કેલીઓ વધી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.