Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવનીત રાણા અને રવિ રાણાને મળ્યા જામીન, પરંતુ આ છ શરતોનું કરવું પડશે પાલન

મહારાષ્ટ્રના અમરાવતીની અપક્ષ સંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મુંબઇની એક સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. હનુમાન ચાલીસા વિવાદમાં જેલમાં રહેલા નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાની જામીન અરજી પર મુંબઈ સેશન્સ કોર્ટમાં 2 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યારે કોર્ટ ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાણા દંપતિ છેલ્લા 11 દિવસથી જેલમાં હતું. ત્યારે કોર્ટ
નવનીત રાણા અને રવિ રાણાને મળ્યા જામીન  પરંતુ આ છ શરતોનું કરવું પડશે પાલન
મહારાષ્ટ્રના અમરાવતીની અપક્ષ સંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મુંબઇની એક સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. હનુમાન ચાલીસા વિવાદમાં જેલમાં રહેલા નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાની જામીન અરજી પર મુંબઈ સેશન્સ કોર્ટમાં 2 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યારે કોર્ટ ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાણા દંપતિ છેલ્લા 11 દિવસથી જેલમાં હતું. ત્યારે કોર્ટે હવે તેમને શરતોને આધીન જામીન આપ્યા છે. 
કઈ શરતોના આધારે રાણા દંપતીને જામીન મળ્યા?
- રાણા દંપતી મીડિયાની સામે આ મામલે કોઇ નિવેદન નહીં આપી શકે
- પુરાવા સાથે છેડછાડ નહીં કરે
- જે કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે ફરીથી તેવું કોઈ કામ નહીં કરે
- રાણા દંપતીએ તપાસમાં સહકાર આપવો પડશે.
- જો તપાસ અધિકારી પૂછપરછ માટે બોલાવે છે, તો તેમણે જવું પડશે, તપાસ અધિકારી આ માટે 24 કલાક પહેલા નોટિસ આપશે
- જામીન માટે 50-50 હજારના બોન્ડ ભરવા પડશે.
સાથે જ કોર્ટે કહ્યું કે જો આમાંથી એક પમ શરતનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમની જમાનત રદ્દ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ફરી વખત જમાનત લેવી પડશે. 
શા માટે થઇ હતી ધરપકડ?
ઉલ્લેખનીય છે કે અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ 23 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન 'માતોશ્રી'ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી,.જોકે રાણા દંપતીએ પાછળથી હનુમાન ચાલીસા પઠનનો પ્લાન રદ્દ કર્યો હતો. તેમની આ જાહેરાતથી શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા હતા અને રાણા દંપતિના ઘરની સામે વિરોધ પ્રદર્શન કર્યું.
રાણા દંપતી જુદી જુદી જેલમાં બંધ છે
ત્યારબાદ મુંબઈ પોલીસે રાણા દંપતી વિરુદ્ધ FIR નોંધી હતી અને બાદમાં તેમાં રાજદ્રોહનો આરોપ પણ જોડવામાં આવ્યો હતો. પછી બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને 24 એપ્રિલે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી રાણા દંપતીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં રવિવારે મોડી રાત્રે નવનીત રાણાને ભાયખલા મહિલા જેલમાં લઈ જવામાં આવી હતી. જ્યારે તેમના પતિ રવિ રાણાને પહેલા આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ જગ્યાના અભાવને કારણે તેને નવી મુંબઈની તલોજા જેલમાં મોકલવામાં આવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.