નવજોત સિંહ સિદ્ધુ જેલમાં 5 કલાક કરશે ક્લાર્કનું કામ, બે શિફ્ટમાં કરશે ડયુટી
પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં 1 વર્ષની જેલની સજા થઈ છે. સજા ભોગવી રહેલા નવજોત સિંહ સિદ્ધુ પતિયાલા જેલમાં ક્લાર્ક બની ગયા છે. પતિયાલા સેન્ટ્રલ જેલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર નવજોત સિંહ સિંહ સિદ્ધુને કારકુનનું કામ સોંપવામાં આવ્યું છે. સિદ્ધુની ડ્યુટી જેલ ઓફિસના કામમાં લગાવવામાં આવી છે. નવજોત સિંહ સિદà«
Advertisement
પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં 1 વર્ષની જેલની સજા થઈ છે. સજા ભોગવી રહેલા નવજોત સિંહ સિદ્ધુ પતિયાલા જેલમાં ક્લાર્ક બની ગયા છે. પતિયાલા સેન્ટ્રલ જેલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર નવજોત સિંહ સિંહ સિદ્ધુને કારકુનનું કામ સોંપવામાં આવ્યું છે. સિદ્ધુની ડ્યુટી જેલ ઓફિસના કામમાં લગાવવામાં આવી છે.
Advertisement
નવજોત સિંહ સિદ્ધુની ડયુટી મંગળવારથી જ શરૂ થઈ ગઈ છે. પતિયાલા સેન્ટ્રલ જેલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ નવજોત સિંહ સિદ્ધુએ બે શિફ્ટમાં પોતાનું કામ કરવાનું રહેશે. નવજોત સિંહ સિદ્ધુની પહેલી શિફ્ટ સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીની રહેશે. લંચ બ્રેક પછી, નવજોત સિંહ સિદ્ધુએ બપોરે 3 થી 5 વાગ્યા સુધી કામ કરવું પડશે. નવજોત સિંહ સિદ્ધુએ દિવસમાં પાંચ કલાક ક્લાર્ક તરીકે કામ કરવું પડશે.
નવજોત સિંહ સિદ્ધુને 1988ના રોડ રેજ કેસમાં એક વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ સજા પૂરી કરવા માટે નવજોત સિંહ સિદ્ધુ પતિયાલા જેલમાં બંધ છે. ક્લાર્કનું કામ સંભાળતા નવજોત સિંહ સિદ્ધુને ત્રણ મહિના સુધી ટ્રેનિંગ પર રહેવું પડશે. આ પછી નવજોત સિંહ સિદ્ધુને તેમના કામ માટે પૈસા આપવામાં આવશે.
નવજોત સિંહ સિદ્ધુને મેડિકલ ગ્રાઉન્ડ પર પણ રાહત મળી છે. નવજોત સિંહ સિદ્ધુએ સ્વાસ્થ્યના કારણોસર જેલમાં રોટલી ખાવાની ના પાડી હતી. નવજોત સિંહ સિદ્ધુનો મેડિકલ રિપોર્ટ બહાર આવવા માટે પતિયાલા જેલમાં વિશેષ આહારની વ્યવસ્થા કરવામાં આવી છે. નવજોત સિંહ સિદ્ધુના નજીકના સંબંધીઓએ જેલમાં તેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ પતિયાલા જેલ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે નવજોત સિંહ સિદ્ધુને કોઈપણ પ્રકારનો ખતરો નથી.
Advertisement