Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસમાં જોડાવાની ઓફર ફગાવ્યા બાદ પ્રશાંત કિશોર સાથે નવજોત સિંહ સિદ્ધુની મુલાકાત, અનેક તર્ક વિતર્ક

પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ઓફર ફગાવ્યા બાદ, કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પ્રશાંત કિશોર સાથે એક સેલ્ફી પોસ્ટ કરી છે. સિદ્ધુએ આ સેલ્ફી એવા સમયે પોસ્ટ કરી છે જ્યારે કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ના પાડી દીધી છે. પીકે સાથેની પોતાની સેલ્ફી પોસ્ટ કરતા સિદ્ધુએ ટ્વીટમાં કહ્યું, ‘મારા જૂના મિત્ર પીકે (પ્રશાંત કિશોર) સાથે મારી અદ્ભુત મુલાકાત થઈ. જૂનો વાઇન, જૂનું સોનું અને જૂનà
કોંગ્રેસમાં જોડાવાની ઓફર ફગાવ્યા બાદ પ્રશાંત કિશોર સાથે નવજોત સિંહ સિદ્ધુની મુલાકાત  અનેક તર્ક વિતર્ક
પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ઓફર ફગાવ્યા બાદ, કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પ્રશાંત કિશોર સાથે એક સેલ્ફી પોસ્ટ કરી છે. સિદ્ધુએ આ સેલ્ફી એવા સમયે પોસ્ટ કરી છે જ્યારે કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ના પાડી દીધી છે. પીકે સાથેની પોતાની સેલ્ફી પોસ્ટ કરતા સિદ્ધુએ ટ્વીટમાં કહ્યું, ‘મારા જૂના મિત્ર પીકે (પ્રશાંત કિશોર) સાથે મારી અદ્ભુત મુલાકાત થઈ. જૂનો વાઇન, જૂનું સોનું અને જૂના મિત્રો શ્રેષ્ઠ છે.’
Advertisement

કોંગ્રેસે મંગળવારે કહ્યું કે પ્રશાંત કિશોરને ‘પ્રિવિલેજ વર્કિંગ ગ્રુપ-2024’નો ભાગ બનીને પાર્ટીમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી. જો કે તેણે ના પાડી છે. તો સામે પક્ષે આ અંગે પ્રશાંત કિશોરે કહ્યું કે કોંગ્રેસની માળખાકીય સમસ્યાઓને દૂર કરવા માટે તેમના કરતાં નેતૃત્વ અને સામૂહિક ઈચ્છાશક્તિ વધુ મહત્ત્વપૂર્ણ છે. ઉલ્લેખની છે કે છેલ્લા ઘણા દિવસોથી પ્રશાંત કિશોર દ્વારા આપવામાં આવેલા સૂચનો અને તેમની પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓને લઈને કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું હતું.
કોંગ્રેસે પાર્ટીમાં જોડાવાની ઓફર કરી હતી
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું ‘પ્રશાંત કિશોર સાથેની રજૂઆત અને ચર્ચા પછી કોંગ્રેસ અધ્યક્ષે 'પ્રિવિલેજ્ડ વર્કિંગ ગ્રૂપ-2024' ની રચના કરી અને પ્રશાંત કિશોરને નિર્ધારિત જવાબદારી સાથે આ જૂથ સોંપવામાં આવ્યું. તેનો એક ભાગ બનીને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે તેમણે પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો.’ 
ત્યારે હવે પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પ્રશાંત કિશોર સાથે ફોટો પોસ્ટ કરતા નવી અટકળો વહેત થઇ છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં કોંગ્રેસની હાર પાછળનું મુખ્ય કારણે નવજોત સિંહ સિદ્ધુને માનવામાં આવે છે. તેઓ પંજાબ કોંગ્રેસના પ્રમુખ હતા, ચૂંટણી હાર્યા બાદ તેમણે રાજીનામુ આપ્યું છે. તે પહેલા તેમની જીદ્દ અને નારાજગીના લીધે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજીનામુ આપ્યું હતું.
Tags :
Advertisement

.