નવજોત સિદ્ધુએ આજે આત્મસમર્પણ કરવું પડશે, સિદ્ધુની આત્મસમર્પણ માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
નવજોત સિંહ સિદ્ધુએ આત્મસમર્પણ માટે સુપ્રીમ કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટે ઠુકરાવી દીધો છે. અગાઉ જસ્ટિસ એએમ ખાનવિલકરે સિદ્ધુને અરજી દાખલ કરવા કહ્યું હતું. જો કે, મુખ્ય ન્યાયાધીશે વિશેષ બેંચની રચના કરવા માટે વકીલ દ્વારા કરવામાં આવેલી વિનંતીને ફગાવી દીધી હતી. આ અંતર્ગત હવે નવજોત સિદ્ધુએ આજે આત્મસમર્પણ કરવું પડશે.પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્
Advertisement
નવજોત સિંહ સિદ્ધુએ આત્મસમર્પણ માટે સુપ્રીમ કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટે ઠુકરાવી દીધો છે. અગાઉ જસ્ટિસ એએમ ખાનવિલકરે સિદ્ધુને અરજી દાખલ કરવા કહ્યું હતું. જો કે, મુખ્ય ન્યાયાધીશે વિશેષ બેંચની રચના કરવા માટે વકીલ દ્વારા કરવામાં આવેલી વિનંતીને ફગાવી દીધી હતી. આ અંતર્ગત હવે નવજોત સિદ્ધુએ આજે આત્મસમર્પણ કરવું પડશે.
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ 1988ના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને એક વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ તેમની તબિયતના આધારે આત્મસમર્પણ કરવા માટે વધુ સમય માંગ્યો છે. જવાબમાં કોર્ટે તેમને આ મામલો ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકવા કહ્યું.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારી છે. 16 મે 2018ના રોજ કોર્ટે સિદ્ધુને માત્ર એક હજાર રૂપિયાનો દંડ ભરીને મુક્ત કર્યો હતો. પરંતુ પીડિત પરિવારની સમીક્ષા અરજી બાદ કોર્ટે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.
તાજેતરના વર્ષોમાં આ પહેલો કિસ્સો છે જ્યારે સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન પર સુનાવણી કરીને નિર્દોષ વ્યક્તિને સજા ફટકારી હોય. ચુકાદો સંભળાવતી વખતે બેન્ચે કહ્યું કે, અમને લાગે છે કે રેકોર્ડમાં ભૂલ સ્પષ્ટ છે. તેથી અમે સજાના મુદ્દે સમીક્ષા અરજી સ્વીકારી છે. લાદવામાં આવેલા દંડ ઉપરાંત અમે તેને એક વર્ષની કેદની સજા આપવાનું યોગ્ય માનીએ છીએ.
બેન્ચે અવલોકન કર્યું હતું કે મૃતકની ઉંમર 65 વર્ષ હતી જ્યારે સિદ્ધુ સખત હિટિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હતો અને તે તેના મુક્કાઓની અસર જાણતો હતો. તેને નિર્દોષ ગણી શકાય નહીં.
શું હતો સમગ્ર મામલો?
27 ડિસેમ્બર 1988ના રોજ આ વિવાદ પતિયાલામાં થયો હતો. પૂર્વ ક્રિકેટર સિદ્ધુએ રસ્તા વચ્ચે પોતાની ગાડી પાર્ક કરી હતી. પીડિત અને અન્ય બે લોકો બેંકમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ગાડીને જોઈ પૂર્વ ક્રિકેટર સિદ્ધુને તેને હટાવવા કહ્યું. જેનાથી વિવાદની શરૂઆત થઈ હતી. પોલીસે આરોપ લગાવ્યો હતો કે આ દરમિયાન પૂર્વ ક્રિકેટર સિદ્ધુએ પીડિતા સાથે મારામારી કરી હતી અને બાદમાં સ્થળ પરથી ભાગી ગયા હતા.
પીડિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ સુપ્રીમ કોર્ટે પૂર્વ ક્રિકેટર સિદ્ધુને 1000નો દંડ ફટકારીને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જેની સામે પીડિત પક્ષે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી.