Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે નવીન જીલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો

પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ ભાજપના આગેવાનોની ઉપસ્થિતમાં બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો આ પ્રસંગે ભાજપના સમર્થકો અને હોદ્દેદારો અને કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.ભાજપના અધ્યક્ષ સી .આર પાટીલ દ્વારા સોમવારે  કમલમ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ચાર જિલ્લાનું માળખું બદલવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ રાજયમંà
07:45 AM Feb 15, 2023 IST | Vipul Pandya
પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ ભાજપના આગેવાનોની ઉપસ્થિતમાં બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો આ પ્રસંગે ભાજપના સમર્થકો અને હોદ્દેદારો અને કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાજપના અધ્યક્ષ સી .આર પાટીલ દ્વારા સોમવારે  કમલમ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ચાર જિલ્લાનું માળખું બદલવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ રાજયમંત્રી અને પૂર્વ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાને નવા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેના પગલે મંગળવારે વહેલી સવારે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલાએ ભાજપ કાર્યાલય ખાતે આવી વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. 
સમર્થકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી કિર્તીસિંહ વાઘેલાને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી વધાવી લીધા હતા. આ અંગે કિર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પાર્ટીએ સોંપેલી જવાબદારી હું નિષ્ઠાપૂર્વક બજાવીશ તેમજ પાર્ટીની જવાબદારીના ભાગરૂપે હું પ્રમુખ છું, પરંતુ મારે મન તમે બધા જ  પ્રમુખ છો એવી વાત કરી આગામી સમયમાં આવતી જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ બેઠકો કબજે કરશે તે દિશામાં તેમજ સંગઠન વધુ મજબૂત બને તે દિશામાં કામ કરવાની ખાતરી આપી હતી.
પાલનપુર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે અભિનંદન પાઠવવા પૂર્વ ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કચોરિયા, જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી કનુભાઈ વ્યાસ, ડાહ્યાભાઈ પીલીયાતાર, કૈલાશભાઈ ગહેલોત, નિલેશભાઈ મોદી, પૂર્વ જિલ્લા પ્રમુખ રાણાભાઇ દેસાઈ, હરેશભાઇ જાની, પાલનપુર શહેર સંગઠનના હોદેદારો સહીત ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ  ગુજરાત સરકારની મોટી જાહેરાત, કર્મચારીઓની બઢતી માટે નવી પોલીસી જાહેર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
assumedchargebanakanthaBJPBJPDistrictPresidentBJPofficeGujaratFirstPalanpur
Next Article