Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધી પરિવાર સાથે જોડાયેલા NGOનું લાઈસન્સ રદ્દ, જાણો કારણ

વિદેશી ફંડિંગના કાયદાના કથિત ઉલ્લંઘનના આરોપમાં કેન્દ્ર સરકારે ગાંધી પરિવાર સાથે જોડાયે બિન સરકારી સંગઠન રાજીવ ગાંધી ફાઉન્ડેશન (Rajiv Gandhi Foundation-RGF)નું વિદેશી યોગદાન વિનિયમન અધિનિયમ (FCRA) લાઈસન્સ રદ્દ કરી દીધું છે.ફાઉન્ડેશનના પદાધિકારીઓને આપી જાણકારીજુલાઈ-2020માં ગૃહ મંત્રાલય દ્વારા ગઠન કરવામાં આવેલી આંતર મંત્રાલયી સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસના આધાર પર નિર્ણય લેવામાં આવ્યો છે. FCRA લàª
ગાંધી પરિવાર સાથે જોડાયેલા ngoનું લાઈસન્સ રદ્દ  જાણો કારણ
વિદેશી ફંડિંગના કાયદાના કથિત ઉલ્લંઘનના આરોપમાં કેન્દ્ર સરકારે ગાંધી પરિવાર સાથે જોડાયે બિન સરકારી સંગઠન રાજીવ ગાંધી ફાઉન્ડેશન (Rajiv Gandhi Foundation-RGF)નું વિદેશી યોગદાન વિનિયમન અધિનિયમ (FCRA) લાઈસન્સ રદ્દ કરી દીધું છે.
ફાઉન્ડેશનના પદાધિકારીઓને આપી જાણકારી
જુલાઈ-2020માં ગૃહ મંત્રાલય દ્વારા ગઠન કરવામાં આવેલી આંતર મંત્રાલયી સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસના આધાર પર નિર્ણય લેવામાં આવ્યો છે. FCRA લાઈસન્સ રદ્દ કરવાની સૂચાના RGFના પદાધિકારીઓને મોકલી દેવામાં આવી છે.
વર્ષ 1991માં થઈ હતી સ્થાપના
મળતી વિગતો પ્રમાણે વર્ષ 1991માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનની (RGF) સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1991 થી 2009 સુધી આરોગ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી, મહિલાઓ અને બાળકો, દિવ્યાંગ સહાયતા જેવા મહત્વના મુદ્દાઓ પર કામ કર્યું. વર્ષ 2010માં ફાઉન્ડેશને આગળ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો ફાઉન્ડેશન દ્વારા નિર્ણય કરાયો હતો.
આ છે પદાધિકારીઓ
રાજીવ ગાંધી ફાઉન્ડેશનના અધ્યક્ષ સોનિયા ગાંધી છે અને તે સિવાય રાજીવ ગાંધી ફાઉન્ડેશનના અન્ય ટ્રસ્ટીઓમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ નાણાંમંત્રી પી.ચિદંબરમ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સામેલ છે.
ચીનમાંથી ફંડિંગ મામલે તપાસ
ગૃહ મંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દીરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટને ચીનથી ફંડિંગના મામલે તપાસ માટે ઈન્ટર મિનિસ્ટ્રીયલ સમિતિનું ગઠન કર્યું હતું. મંત્રાલયે મની લોન્ડ્રિંગ નિવારણ અધિનિયમ (PMLA), આવકવેરા અધિનિયમ, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટરી એક્ટ (FCRA) વગેરે જુદી-જુદી કાયદાકિય જોગવાઈઓના ઉલ્લંઘનની તપાસ માટે આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.