Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લોથલના કોમ્પ્લેક્સને દેશનો સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એ રીતે બનાવાઈ રહ્યું છે: PMશ્રી

વડાપ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા બાદ સંતોષ વ્યક્ત કરોગુજરાતીઓને દિવાળી અને નુતન વર્ષની શુભકામનાઓ આપીરૂ. 3500 કરોડના ખર્ચે બની રહ્યો છે પ્રોજેક્ટદેશના ઐતિહાસિક ધરોહર પૈકીના એક લોથલમાં બનનારા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વર્ચ્યૂલી જોડાઈને ડ્રોન મારફત સમીક્ષા કરી હતી. રૂ. 3500 કરોડના ખર્ચે બની રહેલા મેરિટાઇમ કોમ્પ્લેક્સનà
01:31 PM Oct 18, 2022 IST | Vipul Pandya
  • વડાપ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા બાદ સંતોષ વ્યક્ત કરો
  • ગુજરાતીઓને દિવાળી અને નુતન વર્ષની શુભકામનાઓ આપી
  • રૂ. 3500 કરોડના ખર્ચે બની રહ્યો છે પ્રોજેક્ટ
દેશના ઐતિહાસિક ધરોહર પૈકીના એક લોથલમાં બનનારા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વર્ચ્યૂલી જોડાઈને ડ્રોન મારફત સમીક્ષા કરી હતી. રૂ. 3500 કરોડના ખર્ચે બની રહેલા મેરિટાઇમ કોમ્પ્લેક્સનો વડાપ્રધાનશ્રીએ ચિતાર મેળ્યો હતો. સમીક્ષા બેઠકમાં લોથલથી કેન્દ્રીય શિપિંગમંત્રી સરબાનંદ સોનોવાલ જોડાયા હતા. તેમજ કેન્દ્રીય શિપિંગ રાજયમંત્રી શ્રીપાદ નાયક, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને મુખ્યમંત્રી પણ જોડાયા હતા.
મુલાકાતીઓ અહીં લોથલનો અનુભવશે: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ઓનલાઈન જોડાયા હતા. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ 200 વર્ષની ગુલામીની માનસીકતામાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે રાજપથનુ નામ કર્તવ્ય પથ કર્યું. વડાપ્રધાનશ્રી લોથલની 5 હજાર વર્ષની સભ્યતાને ફરી ઉજાગર કરવાનુ કામ કરી રહ્યા છે. આખા પ્રોજેક્ટ માટે પ્રધાનમંત્રીએ નાનામાં નાની માહીતી સાથે માર્ગદર્શન આપ્યું છે. આ પ્રોજેક્ટ માટે અનેક પ્રોફેસર, વિજ્ઞાનીઓ અને મોહેં-જો-દરો ફિલ્મના ડિરેક્ટર આશુતોષ ગોવારીકરને મળ્યા હતા. આ મ્યુઝીયમમાં આવ્યા બાદ પાંચ હજાર વર્ષ અગાઉની દુનિયાનો અનુભવ થશે. અહીં તૈયાર થનારી દિવદાંડી અમદાવાદથી દેખાશે. મુલાકાતીઓ અહીં 5 હજાર વર્ષ પહેલાં ઉપયોગમાં લેવાતા કપડા પહેરી બેદિવસ રોકાઇ તે સમયના ચલણનો ઉપયોગ કરી લોથલનો અનુભવ  કરી શકશે.
બે તબક્કામાં પ્રોજેક્ટ્સ પૂરો થશે: મુખ્યમંત્રીશ્રી
આ તકે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશને 5 સંકલ્પ આપ્યા જેમાં એક આપણી ઐતિહાસિક ધરોહર પર ગૌરવ કરવાનો સંકલ્પ છે. સદીઓ પહેલા લોથલ દરિયાઈ માર્ગે વ્યાપાર કરતું હતું. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પુર્ણ થશે. દેશના મેરિટાઈમ ઈતિહાસથી લોકો જાણકાર બનશે. આ પ્રોજેક્ટ માટે ફોરલેન માર્ગ બનશે અને 24 કલાક વિજળી મળશે.
પ્રોજેક્ટની પ્રગતીથી સંતોષ, હેરિટેજ સિવાય રોજગાર પર પણ ધ્યાન અપાશે : વડાપ્રધાનશ્રી મોદી
પ્રોજેકટની પ્રગતિથી સંતોષ
નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વર્ચ્યુલી સમીક્ષા કરી હતી. આ તકે તેમણે કહ્યું કે, મેં હમણાં ડ્રોન મારફત નેશનલ મેરિટાઇમ કોમ્પ્લેક્સની સમીક્ષા કરી. મને પ્રોજેકટની પ્રગતિથી સંતોષ છે. આપણી સમુદ્રી વિરાસત આપણા પૂર્વજોએ સોંપેલી મહાન વિરાસત છે પણ આપણી ઐતિહાસિક ગાથાઓને ભુલાવી દેવામાં આવી છે. આવી ધરોહરોને યુવા પેઢી સુધી પહોંચાડવા છે.
ભવ્ય વિરાસત પરત આપવા નિર્ણય
તેમણે કહ્યું કે, આપણો સંબંધ અનેક વિરાસતો સાથે રહ્યો છે. ગુલામીની સાંકળે આપણને આપણી ધરોહરો પ્રત્યે ઉદાસીન બનાવ્યા હતા. લોથલ પણ એમાંની એક ધરોહર છે. ભારતના ગૌરવપૂર્ણ ઈતિહાસને નજરઅંદાજ કરાયો છે. વિરાસત પ્રત્યેની ઉદાસીનતા એ દેશનું ઘણું નુકસાન કર્યું છે. આ માટે ધોળાવીરા અને લોથલની વિરાસતોને તેનો ભવ્ય ઇતિહાસ પરત આપવાનો નિર્ણય કર્યો.
વિરાસત સાથે રોજગારી પર પણ ધ્યાન
તેમણે કહ્યું કે, સિકોતર માતાને ઘણા રાજ્યોમાં સમુદ્રની દેવી માની પૂજા કરાય છે. સદીઓ પહેલા પણ સિકોતર માતાની પૂજા થતી હતી. ઇતિહાસ્કારોના મતે સિકોતર માતાનો સંબંધ સોકોદ્રા દ્વીપ સાથે છે. સુરેન્દ્રનગરના ઝીંઝુવડામાં દીવાદાંડી હોવાના પુરાવા ઇતિહાસ્કારોના મળ્યા છે. ઝીંઝુવાળા ગામથી સમુદ્ર 100 કિમી દુર હતો. સદીઓ પહેલા આ વિસ્તારમાં વ્યસ્ત પોર્ટ હતું. લોથલના કોમ્પ્લેક્સને દેશનો સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એ રીતે બનાવાઈ રહ્યું છે. આ સમુદ્રી કોમ્પ્લેક્સમાં દરોજ હજારો પર્યટકો માટે વ્યવસ્થા ઉભી કરાશે. કેવડીયાની જેમ લોથલમાં પણ હજારો પર્યટકો રેકોર્ડ સંખ્યામાં આવશે. માત્ર હેરિટેજ કોમ્પ્લેક્સ જ નહીં રોજગારી પર પણ ધ્યાન અપાશે. સાથે જ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોને દિવાળી અને નુતન વર્ષની શુભકામના આપી હતી.
આ પણ વાંચો - PM મોદી 18 ઓક્ટોબરે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ યોજનાની પ્રગતિ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે
Tags :
BhupendraPatelGujaratFirstNationalMaritimeHeritageComplexPMNARENDRAMODIReview
Next Article