Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જામીન પર ફરતો વ્યકિત તપાસ એજન્સીઓ પર દબાવ બનાવે છે, કોંગ્રેસના શક્તિ પ્રદર્શન પર સ્મૃતિ ઇરાનીનો કટાક્ષ

નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછને લઈને કોંગ્રેસના હોબાળા પર ભાજપે પણ વળતા પ્રહાર કર્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે કહ્યું કે નેશનલ હેરાલ્ડની સ્થાપના સ્વતંત્રતા સેનાનીઓએ મળીને કરી હતી અને તેને ચલાવનારી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની સંપત્તિઓ પર કોંગ્રેસે કબજો કરી લીધો છે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ પ્રદર્શન દેશà
જામીન પર ફરતો વ્યકિત તપાસ એજન્સીઓ પર દબાવ બનાવે છે  કોંગ્રેસના શક્તિ પ્રદર્શન પર સ્મૃતિ ઇરાનીનો કટાક્ષ
નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછને લઈને કોંગ્રેસના હોબાળા પર ભાજપે પણ વળતા પ્રહાર કર્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે કહ્યું કે નેશનલ હેરાલ્ડની સ્થાપના સ્વતંત્રતા સેનાનીઓએ મળીને કરી હતી અને તેને ચલાવનારી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની સંપત્તિઓ પર કોંગ્રેસે કબજો કરી લીધો છે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ પ્રદર્શન દેશની લોકશાહી બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ ગાંધી પરિવારની 2000 કરોડ રૂપિયાની સંપત્તિ બચાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે કાળા નાણા અને ભ્રષ્ટાચારના મામલામાં તપાસ એજન્સી અને કાયદો પોતાનું કામ કરી રહ્યા છે, દેશમાં કાયદાથી ઉપર કોઈ નથી.
રાહુલ પર સ્મૃતિના આકરા પ્રહાર
ભાજપ મુખ્યાલય ખાતે મીડિયા સાથે વાત કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આખી દિલ્હીની ઘેરાબંધી કરવામાં આવી છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું છે એક વ્યક્તિ કે જે જમાનત પર બહાર ફરે છે, તે તપાસ એજન્સીઓ પર દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. દેશમાં આ પહેલા ક્યારેય આવો પ્રયાસ થયો નથી, જ્યારે કોઈ રાજકીય પરિવારે તપાસ એજન્સીઓ પર દબાણ કર્યું હોય. ગાંધી પરિવાર પર સીધો પ્રહાર કરતાં તેમણે કહ્યું કે 1930માં અખબારના પ્રકાશન માટે એસોસિએટેડ જર્નલ લિમિટેડ કંપની શરૂ કરવામાં આવી હતી. જેમાં પાંચ હજારથી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ શેરહોલ્ડર હતા, પરંતુ આજે તેની માલિકી ગાંધી પરિવાર પાસે છે અને તે હવે રીયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે.
કોંગ્રેસના કાર્યકરોને રાહુલને સવાલ પૂછવાની સલાહ
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે જો તમે રાહુલ ગાંધીને મળો તો તેમને પૂછો કે ડોટેક્સ મર્ચેન્ડાઈઝ પ્રાઈવેટ લિમિટેડ સાથે તેમનો શું સંબંધ છે? આ કંપની કોલકાતા હવાલા ઓપરેશન સાથે સંબંધિત છે. કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીને પૂછવું જોઈએ કે ગાંધી પરિવારનો આ સાથે શું સંબંધ છે. શું એ વાત સાચી છે કે આ કંપનીનો સબંધ એ કંપનીઓ સાથે છે કે જેની માલિકી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રાની છે?
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના સમર્થનમાં દિલ્હીમાં એકઠા થયેલા નેતાઓને રાહુલને સવાલ પૂછવાની સલાહ આપતાં કહ્યું કે આજે જે લોકો તપાસ એજન્સી પર દબાણ લાવવા માગે છે, તેમણે દિલ્હી હાઈકોર્ટના 2019ના ચુકાદાને યાદ કરવો જોઈએ. જેમાં કોર્ટે કહ્યું હતું કે, "રાહુલ અને સોનિયા ગાંધી દ્વારા AGLની માલિકી ગેરકાયદેસર રીતે મિલકત પર કબજો કરવાનો પ્રયાસ છે."
કોંગ્રેસ દ્વારા વિરોધ
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ED ઓફિસમાં હાજર થયા હતા. ED દ્વારા રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સ સામે કોંગ્રેસે દેશભરમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં પણ કોંગ્રેસ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ સામેલ થયા હતા. રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે પાર્ટી ઓફિસથી ED ઓફિસ સુધી કૂચ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતાઓએ કેન્દ્ર સરકાર પર એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.