ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

EDએ સોનિયા ગાંધીને ફરીથી સમન્સ પાઠવ્યું, 23 જૂને પૂછપરછ માટે બોલાવ્યા

નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસ સોનિયા ગાંધીને ફરીથી સમન્સ જારી કર્યા છે. EDએ હવે તેમને 23 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. સોનિયા ગાંધીએ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ED સમક્ષ હાજર થવા માટે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. આ પહેલા EDએ 8 જૂને સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તે પહેલા જ તેઓ કોરોના સંક્રમàª
05:25 PM Jun 10, 2022 IST | Vipul Pandya
નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસ સોનિયા ગાંધીને ફરીથી સમન્સ જારી કર્યા છે. EDએ હવે તેમને 23 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. સોનિયા ગાંધીએ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ED સમક્ષ હાજર થવા માટે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. આ પહેલા EDએ 8 જૂને સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તે પહેલા જ તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. આ જ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ સમન્સ જારી કર્યા છે. તપાસ એજન્સીએ રાહુલ ગાંધીને 13 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. એજન્સી દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર સરકાર પર સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસ પાર્ટી શક્તિ પ્રદર્શનની તૈયારીમાં છે
13મી જૂને રાહુલ ગાંધીની પૂછપરછના દિવસે કોંગ્રેસ પાર્ટી પણ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસના મહાસચિવ અને સંગઠન પ્રભારી કે.સી. વેણુગોપાલે ગુરુવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા AICC મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો સાથે બેઠક યોજી હતી.
ED ઓફિસ સુધી કૂચ કરશે
બેઠકમાં 13 જૂનની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે દિલ્હી સહિત દેશભરમાં ED ઓફિસની સામે સત્યાગ્રહ કરશે. આ સાથે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે તે દિલ્હીમાં ED ઓફિસ સુધી કૂચ કરશે. આ માટે પાર્ટીએ પહેલાથી જ તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો અને રાજ્યના પ્રભારીઓને 13 જૂનના રોજ સવારે 9:30 વાગ્યા સુધીમાં પાર્ટી કાર્યાલય પર પહોંચી જવાનો નિર્દેશ આપ્યો છે.
Tags :
EDsummonsGujaratFirstJune23NationalHeraldCaseSoniaGandhisummons
Next Article