Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODI,35 મંત્રી,12 સીએમ સહિત 350 નેતાઓનું આજથી દિલ્હીમાં મનોમંથન

દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીવડાપ્રધાન મોદી,અમિતભાઈ શાહ રહેશે હાજરઅધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત દિગ્ગજો હાજર રહેશેબેઠક પહેલા વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશેNDMC કન્વેન્શન સેન્ટર ખાતે સાંજે 4 વાગ્યે બેઠક17 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીનું પ્રવચનભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે હાજરરાષ્ટ્રીય પદાધિકારીઓ,કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે2024 લોકસભા ચૂંટણીને લઈ થશે મહતà
02:27 AM Jan 16, 2023 IST | Vipul Pandya
  • દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારી
  • વડાપ્રધાન મોદી,અમિતભાઈ શાહ રહેશે હાજર
  • અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત દિગ્ગજો હાજર રહેશે
  • બેઠક પહેલા વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે
  • NDMC કન્વેન્શન સેન્ટર ખાતે સાંજે 4 વાગ્યે બેઠક
  • 17 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીનું પ્રવચન
  • ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે હાજર
  • રાષ્ટ્રીય પદાધિકારીઓ,કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે
  • 2024 લોકસભા ચૂંટણીને લઈ થશે મહત્વની ચર્ચા
  • સરકાર અને સંગઠનમાં ધરખમ ફેરફારોની શક્યતા
2024ની સામાન્ય ચૂંટણીમાં હજુ સવા વર્ષ બાકી છે, પરંતુ ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ (BJP)ની રાષ્ટ્રીય કાર્યકારિણી (National Executive)ની બેઠક આજથી દિલ્હી (Delhi)માં યોજાવા જઈ રહી છે. આ બેઠક દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં સાંજે 4 વાગ્યે શરૂ થશે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં આ વર્ષે 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી, 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીની રણનીતિ સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ભાજપના નેતાઓને 2024માં જીતની ફોર્મ્યુલા જણાવશે. ત્યારે આજે યોજાનારી બેઠક પૂર્વે ભાજપે જોરદાર  તૈયારીઓ કરી લીધી છે. આજે PM મોદી દિલ્હીમાં મેગા રોડ શો કરશે. આ રોડ શોથી ભાજપ તેના 2024ના મિશનની શરૂઆત કરવા જઈ રહી છે.
દિલ્હી પોલીસ  તૈયાર
સભાની શરૂઆત ગુજરાત વિજયની ઉજવણી સાથે થશે. પીએમ મોદીના રોડ શો માટે દિલ્હી પોલીસે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દિલ્હી પોલીસ તૈયાર છે. સમગ્ર રૂટને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીના રોડ શોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે એડવાઈઝરી પણ જારી કરી છે.પીએમ મોદીના રોડ શોના રૂટ પર બંને તરફ રોડને બેરિકેડ કરવામાં આવ્યો છે. આ સાથે PMના સ્વાગત માટે આવનારા લોકોની તપાસ માટે મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. રસ્તાઓ અને આંતરછેદો પર વોચ ટાવર બનાવવામાં આવ્યા છે જ્યાંથી દરેક મુલાકાતીઓ પર નજર રાખી શકાય છે.જેમાં 350થી વધુ આગેવાનો સામેલ થશે. 
 2024માં જીતની હેટ્રિક ફટકારવાની યોજના
પીએમ મોદીની યોજના 2024માં જીતની હેટ્રિક ફટકારવાની છે, એટલા માટે પીએમ મોદી આ બેઠકમાં પાર્ટી સંગઠનના દરેક નેતાને જવાબદારી આપવાના છે. પીએમ મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેશે, આ બેઠકમાં 35 કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે. જેમાં 12 મુખ્યમંત્રીઓ, 5 નાયબ મુખ્યમંત્રીઓ પણ સામેલ થશે. જેમાં 37 પ્રદેશ પ્રમુખ, 27 સંગઠન મહાસચિવ, 19 પૂર્વ મુખ્યમંત્રી, 12 પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત 350 જેટલા નેતાઓ ભાગ લેશે.

સભામાં 6 થીમ પર પ્રદર્શન યોજાશે
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં 6 થીમ પર એક પ્રદર્શન પણ યોજાશે. જેમાં સેવા સંસ્થા અને સમર્પણ, વિશ્વ ગુરુ ભારતૃ, પ્રથમ શાસન સર્વસમાવેશક અને સશક્ત ભારત, સંસ્કૃતિના વાહક ,વિપક્ષી રાજ્યોમાં સંઘર્ષ અને પ્રવૃત્તિઓ સહિતના મુદ્દે ઉંડુ  મનોમંથન થશે.

નડ્ડાને બીજી તક મળશે!
રાષ્ટ્રીય કાર્યકારિણીની આ બેઠક 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓના દૃષ્ટિકોણથી પણ મહત્વની છે કારણ કે તે 2023માં 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરવા માંગે છે. બેઠક પહેલા ચર્ચા ગરમ છે કે ભાજપ તેના પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને એક વર્ષનું એક્સટેન્શન આપવા જઈ રહ્યું છે પરંતુ પીએમ મોદીની યોજના આના કરતા પણ મોટી છે. પીએમ મોદી આ બેઠક દ્વારા અહીં સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો--PM મોદીએ સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BJPDelhiGujaratFirstNarendraModiNationalExecutive
Next Article