Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 'મોદી મેજિક' કેવી રીતે કામ કર્યું, દિલ્હીમાં સી.આર. પાટીલે આપી ફોર્મ્યુલા

દિલ્હીમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીતનો ડંકો વાગ્યો હતો. એટલું જ નહી પણ ગુજરાતમાં જે મોદી મેજીક ચાલ્યું તે સમગ્ર દેશમાં કેવી રીતે ચલાવવું તે અંગે  ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મંગળવારે દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત પ્રદà«
05:58 PM Jan 18, 2023 IST | Vipul Pandya
દિલ્હીમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીતનો ડંકો વાગ્યો હતો. એટલું જ નહી પણ ગુજરાતમાં જે મોદી મેજીક ચાલ્યું તે સમગ્ર દેશમાં કેવી રીતે ચલાવવું તે અંગે  ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મંગળવારે દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ પ્રમુખે કેવી રીતે 'મોદી જાદુ' કામ કર્યું અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત તરફ લઈ ગયા તે અંગે વિગતવાર અહેવાલ રજુ કર્યો હતો અને તે ફોર્મ્યુલા અન્ય રાજ્યોમાં અન્યમાં નમૂના તરીકે કામ આવી શકે છે.
ગુજરાતમાં ઐતિહાસિક જીત પાછળની રણનીતિ
પ્રેઝન્ટેશનમાં સી.આર.પાટીલે બતાવ્યું કે, કેવી રીતે ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની 35 રેલીઓ અને રોડ શો 2017માં ભાજપે હારી ગયેલી બેઠકો સહિત 156 બેઠકો જીતાવી. તેમણે અમને એ પણ બતાવ્યું કે, કેવી રીતે ભારતનો સૌથી 50 કિમી મોટો રોડ શો, વ્યાપક જાહેર પ્રતિસાદ મેળવ્યો અને તે મોટા માર્જિનથી ચૂંટણી જીતવામાં મદદ કરી. તેમણે રાષ્ટ્રીય કારોબારી સભ્યોને જણાવ્યું હતું કે, ગુજરાતની ચૂંટણી વિકાસના એજન્ડા પર લડવામાં આવી હતી. અમારી જીતમાં રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટે પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે.
કાર્પેટ બોમ્બિંગ અને મહત્તમ લોકસંપર્ક
આ સિવાય ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા વ્યાપક પ્રચાર, બૂથ સ્તર સુધી મજબુત સંગઠન અને પક્ષના કેડર નેટવર્કનું વિસ્તરણ, સતત ક્રિયા-પ્રતિક્રિયા, કેડરની તાલીમ અને દેખરેખ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સક્રિય અને નિર્ણાયક શાસન, ગુજરાતના દરેક મતદાતા સુધી PM મોદીનો વિકાસનો સંદેશ પહોંચાડવા માટે વ્યાપક 360-ડિગ્રી ઝુંબેશ પણ કામ કરી.
ગુજરાતની ફોર્મૂલા 9 રાજ્યોની ચૂંટણીમાં કામ આવશે
ગયા વર્ષે 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી નજીકના અંતે હારી જવા છતાં ગુજરાતમાં ભાજપનો અત્યાર સુધીનો સૌથી મોટો જનાદેશ પક્ષને આ વર્ષે યોજાનારી નવ રાજ્યોની વિધાનસભા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરે છે. જેમાં ગુજરાતની ફોર્મૂલા પર કામ કરવામાં આવે તો પાર્ટીનો મોટો ફાયદો મળી શકે છે. 
ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક 156 સીટો જીતી છે તો કોંગ્રેસ 17 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી જ્યારે AAPના ગુજરાતમાં નવા પ્રવેશે સાથે 5 બેઠકો જીતી અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી.
આ પણ વાંચો - કેન્દ્રમાં મોદી સરકારની હેટ્રિક માટેનો પ્લાન તૈયાર, રાષ્ટ્રીય કાર્યકારીણીમાં PM મોદીએ કહી આ મહત્વની વાતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AMITSHAHBJPCRPatilGujaratBJPGujaratElections2022GujaratFirstNarendraModiNationalExecutiveદિલ્હીનરેન્દ્રમોદીભાજપરાષ્ટ્રીયકાર્યકારીબેઠકસી.આર.પાટીલ
Next Article