Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, રાષ્ટ્રને સમર્પિત કરી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી

ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેમનો રાજ્યમાં બીજો દિવસ છે. તેઓ સવારે દહેગામના લવાડ ગામેથી રક્ષાશક્તિ યુનિવર્સિટી રોડ-શો કર્યો હતોઆજે વડાપ્રધાન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પહેલા ગઈકાલે તેમણે અમદાવાદમાં રોડ શો કર્યો હતો, ત્યારબાદ પંચાયત મહાસંમેલનમ
03:24 AM Mar 12, 2022 IST | Vipul Pandya
ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેમનો રાજ્યમાં બીજો દિવસ છે. તેઓ સવારે દહેગામના લવાડ ગામેથી રક્ષાશક્તિ યુનિવર્સિટી રોડ-શો કર્યો હતો
આજે વડાપ્રધાન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પહેલા ગઈકાલે તેમણે અમદાવાદમાં રોડ શો કર્યો હતો, ત્યારબાદ પંચાયત મહાસંમેલનમાં રાજ્યના પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી 4 રાજ્યોમાં સત્તા જાળવી રાખવામાં સફળ રહી કારણ કે લોકોએ વિકાસ માટે મત આપ્યો. વળી UP ફતેહ કર્યા બાદ ગુજરાતની મુલાકાતે આવેલા PM મોદી બે વર્ષ બાદ માતા હીરાબેનને મળ્યા છે. અગાઉ ઓક્ટોબર 2019માં તે તેમની માતાને મળ્યા હતા. પરંતુ ત્યારપછી વડા પ્રધાન પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ ગયા અને પોતાની માતાને મળી શક્યા નહીં. આવી સ્થિતિમાં તેઓ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા ત્યારે તેમણે માતા હીરાબેનને મળવા માટે પણ સમય કાઢ્યો હતો.

 સવારે દહેગામમાં PMનો રોડ શો થયો હતો. જેને લઈને ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દહેગામ શહેરમાં PM પ્રવેશતાની સાથે જ રોડ શો શરૂ થઇ ગયો હતો. રોડ શોને લઈને પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. CRPF સહિત પોલીસ અધિકારીઓ દ્વારા રૂટ પર લોખંડી વ્યવસ્થા ગોઠવાઈ છે. NSG કમાન્ડોનો કાફલો દહેગામ થઈને રક્ષાશક્તિ યુનિવર્સિટી જવા રવાના થયો છે.
PM મોદીનું આજનું શેડ્યૂલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 કલાકે દહેગામ જવા રવાના થશે. સવારે 11 કલાકે તેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે આગમન થયા બાદ તેમનું સ્વાગત કરવામાં આવશે. તે બાદ સવારે 11.15 કલાકે રક્ષા શક્તિ યુનિવર્સિટીના નવા કેમ્પસનો ઉદ્ઘાટન સમારોહ યોજાશ. બપોરે 1 કલાકે તેઓ રાજભવન પરત ફરશે. સાંજે 6 કલાકે અમદાવાદના નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11માં ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ રાત્રે 8 કલાકે તેઓ સ્ટેડિયમથી એરપોર્ટ તરફ પ્રસ્થાન કરશે. 8.30 કલાકે અમદાવાદથી નવી દિલ્હી માટે વિશેષ ફ્લાઇટ દ્વારા તેઓ પ્રસ્થાન કરશે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ ગુજરાતમાં રોડ શો કર્યો હતો, જેમાં મોદી ફૂલોના માળાથી શણગારેલી કારમાં ભગવા રંગની ટોપી પહેરેલા જોવા મળ્યા હતા. રોડ શો દરમિયાન મોદીએ હાથ જોડીને રસ્તાની બંને બાજુએ ભેગા થયેલા સેંકડો સમર્થકો અને ચાહકોનું અભિવાદન કર્યું હતું. એરપોર્ટથી શરૂ થયેલો રોડ શો 10 કિમી દૂર ગાંધીનગરમાં ભાજપના રાજ્ય મુખ્યાલય 'કમલમ' ખાતે સમાપ્ત થયો હતો.
Tags :
DahegamGujaratGujaratFirstLawadRakshaShaktiUniversity
Next Article