ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નસરુદ્દીન શાહ બન્યા વિચિત્ર બીમારીનો શિકાર,ચેનથી ઊંધી પણ શકતા નથી

બોલિવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ હાલમાં એક વિચિત્ર બિમારીનો ભોગ બન્યાં છે. મોહરા, સરફરોશ, અને એ વેનસેડે જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય આપનાર નસરુદ્દીન શાહ હિન્દી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીની જાન છે.હાલમાં જ એક્ટર નસીરુદ્દીન શાહે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે ઓનોમેટોમેનિયા નામની બીમારીથી પીડિત છે. આ વિચિત્ર મેડીકલ સ્થિતિમાં, વ્યક્તિ કોઈ પણ કારણ વગર કોઈ શબ્દ, વાક્ય, કવિતા à
09:10 AM Mar 07, 2022 IST | Vipul Pandya
બોલિવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ હાલમાં એક વિચિત્ર બિમારીનો ભોગ બન્યાં છે. મોહરા, સરફરોશ, અને એ વેનસેડે જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય આપનાર નસરુદ્દીન શાહ હિન્દી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીની જાન છે.
હાલમાં જ એક્ટર નસીરુદ્દીન શાહે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે ઓનોમેટોમેનિયા નામની બીમારીથી પીડિત છે. આ વિચિત્ર મેડીકલ સ્થિતિમાં, વ્યક્તિ કોઈ પણ કારણ વગર કોઈ શબ્દ, વાક્ય, કવિતા અથવા વાણીનું પુનરાવર્તન કરે છે. તેણે કહ્યું કે જો તે સૂઈ જાય છે તો પણ તે આ સ્થિતિમાં જ રહે છે. નસરુદ્દીન શાહે કહ્યું કે હું ઓનોમેટોમેનિયા નામની બીમારીથી લડી રહ્યો છું. હું મજાક નથી કરી રહ્યો. આ રોગમાં તમે કોઇ એક શબ્દ, વાક્ય કે કવિતાનું પુનરાવર્તન કર્યા કરો છો. આ બિમારી માટે કોઈ જ કારણ નથી. જ્યારે હું સૂતો હોઉં ત્યારે પણ હું આજ સ્થિતિમાં હોવું છું. તેમણે કહ્યું કે જો તમને મારી બીમારી વિશે વિશ્વાસ ન હોય તો તમે ડિક્શનરીમાં આ રોગ વિશે જાણી શકો છો. આ એક તબીબી પરિસ્થિતિ છે.
અભિનેતાને ટીન ટીન કોમિક ગમે છે
બોલીવુડના દિગ્ગજ કલાકારે તેમના પત્ની રત્ના શાહએ પોતાની રીડીંગ બુક્સની ડિટેઇલ્સ પણ શેર કરી હતી. તેમણે કહ્યું કે અમને બંન્નેને ટીન ટીન કોમિક્સ બહુ ગમે છે. અમે ઘણીવાર એકબીજાને પુસ્તકો વિશે વાતો પણ શેર કરીએ છીએ. 

ભાણી સનાહ કપૂરના લગ્નમાં આપ્યા પોઝ 
નસીરુદ્દીન શાહ તેની પત્ની રત્ના શાહ સાથે હાલમાં જ ભાણી સનાહ કપૂરના લગ્નમાં સામેલ થયા હતા. જેમાં રત્ના પાઠકની બહેન સુપ્રિયા પાઠક અને પતિ પંકજ કપૂર સાથે એક ફોટા માટે પોઝ પણ આપ્યો હતો. જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.

ઓલ ટાઇમ એક્ટિવ ઓન સક્રીન
નસીરુદ્દીન શાહે ફિલ્મ 'ગહેરાઇયાં'માં દીપિકા પાદુકોણના પિતાની ભૂમિકા ભજવી હતી. શકુન બત્રાની આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર તાજેતરમાં જ  રિલીઝ થઈ છે. આ સિવાય તેની વેબ સિરીઝ 'કૌન બનેગા શિખરવટી' પણ રિલીઝ થઈ હતી. આ સિરિઝમાં લારા દત્તા, સોહા અલી ખાન અને કૃતિકા કામરા પણ જોવા મળી હતી.
Tags :
BollywoodNewsGujaratFirstnassrudinshahratnapathak
Next Article