Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નૂપુર શર્મા દ્વારા પ્રોફેટ મુહમ્મદ પર આપેલા નિવેદન પર નસીરુદ્દીન શાહ બગડ્યા, PM મોદીને કહી દીધું...

બોલિવૂડના દિગ્ગજ કલાકાર નસીરુદ્દીન શાહ બેબાક નિવેદન માટે જાણીતા છે. આ વખતે પણ તેમણે દેશમાં ચાલી રહેલા વિવાદ અંગે પોતાની વાતને બેબાકીથી રજૂ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રોફેટ મુહમ્મદ પર ભાજપના બે પ્રવક્તાઓ દ્વારા આપવામાં આવેલા વાંધાજનક નિવેદનો ચર્ચામાં બની રહ્યા હતા. જેના કારણે વિશ્વના ઘણા દેશોએ આ નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે આ મુદ્દે નસીરુદ્દીન શાહનું નિવેદન પણ સામે આà
નૂપુર શર્મા દ્વારા પ્રોફેટ મુહમ્મદ પર આપેલા નિવેદન પર નસીરુદ્દીન શાહ બગડ્યા  pm મોદીને કહી દીધું
બોલિવૂડના દિગ્ગજ કલાકાર નસીરુદ્દીન શાહ બેબાક નિવેદન માટે જાણીતા છે. આ વખતે પણ તેમણે દેશમાં ચાલી રહેલા વિવાદ અંગે પોતાની વાતને બેબાકીથી રજૂ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રોફેટ મુહમ્મદ પર ભાજપના બે પ્રવક્તાઓ દ્વારા આપવામાં આવેલા વાંધાજનક નિવેદનો ચર્ચામાં બની રહ્યા હતા. જેના કારણે વિશ્વના ઘણા દેશોએ આ નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે આ મુદ્દે નસીરુદ્દીન શાહનું નિવેદન પણ સામે આવ્યું છે. 
ભાજપના પૂર્વ પ્રવક્તા દ્વારા બોલવામાં આવેલા વાંધાજનક નિવેદન બાદ વિશ્વના લગભગ 15 દેશે તેના પર નિરાજગી વ્યક્ત કરી છે. જોકે, આ વિવાદને વધુ હવા મળતા જ ભાજપે પ્રવક્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે, સાથે જ ભારત સરકારે પણ તેમનાથી પોતાને દૂર કરી લીધા છે. હવે આ મુદ્દે બોલિવૂડ કલાકાર નસીરુદ્દીન શાહનું નિવેદન સામે આવ્યું છે. ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂંમાં કહ્યું કે, હું વડા પ્રધાનને વિનંતી કરીશ કે તેઓ આ લોકોને કે જેઓ ભડકાઉ ભાષણ આપે છે તેમને વધુ સારી રીતે સમજણ આપે. ઋષિકેશમાં ધર્મ સંસદમાં જે કહેવામાં આવ્યું હતું, જો તેઓ તેમા ભરોસો કરે છે તો આવું કરવું જોઇએ. વડા પ્રધાન ટ્વિટર પર જે નફરત ફેલાવતા લોકોને ફોલો કરે છે, તેમણે તેમના માટે કંઈક કરવું જોઈએ. તેઓએ ઝેરને ફેલાતું અટકાવવા માટે મજબૂત પગલાં લેવાની જરૂર છે. 
વધુમાં કહેતા નસીરુદ્દીન શાહ બોલ્યા, મને આશા છે કે એક દિવસ લોકોમાં સારી સમજણ પ્રવર્તશે ​​અને મુસ્લિમો વિરુદ્ધ "નફરતની લહેર" નાશ પામશે. જોકે, આ સમગ્ર વિવાદ વચ્ચે ભાજપે રવિવારે તેના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા અને તેના દિલ્હી યુનિટના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને પણ પ્રોફેટ મુહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ હાંકી કાઢ્યા હતા. આ અંગે નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે, 'ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી ખૂબ ઓછી અને ખૂબ જ વિલંબિત હતી.' તેમણે કહ્યું, "પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા અફઘાનિસ્તાન જેવા દેશોમાં, જેને આપણે એક દિવસ 'અખંડ ભારત'માં સામેલ કરવાની આશા રાખીએ છીએ, આવા નિવેદનોનો અર્થ મૃત્યુદંડ હશે."  
Advertisement
Tags :
Advertisement

.