Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાના જળસ્તરમાં વધારો , સપાટી ૧૯.૭૫ ફુટ નોંધાઈ

સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલી છોડાઈ રહેલા ૩ લાખ ક્યુસેક પાણીના પગલે આજે ભરૂચ ગોલ્ડનબ્રિજે નદીની સપાટી ૧૯.૭૫ ફૂટ નોંધાઇ છે. ભરૂચ જિલ્લામાં ૩ દિવસ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. જે વચ્ચે ગઇ કાલે રાત્રે વરસેલા વરસાદે શહેર અને જિલ્લામાં ગણતરીના સમયમાં સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું. તો સાથે પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોના ઘાટ સુધી પાણી પહોંચાતા પક્ષમાં પૂજા
03:02 PM Sep 16, 2022 IST | Vipul Pandya
સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલી છોડાઈ રહેલા ૩ લાખ ક્યુસેક પાણીના પગલે આજે ભરૂચ ગોલ્ડનબ્રિજે નદીની સપાટી ૧૯.૭૫ ફૂટ નોંધાઇ છે. ભરૂચ જિલ્લામાં ૩ દિવસ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. જે વચ્ચે ગઇ કાલે રાત્રે વરસેલા વરસાદે શહેર અને જિલ્લામાં ગણતરીના સમયમાં સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું. તો સાથે પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોના ઘાટ સુધી પાણી પહોંચાતા પક્ષમાં પૂજા વિધિ કરવા આવતા લોકોને પણ પૂજાની સામગ્રી વિસર્જન કરવામાં રાહત જોવા મળી રહી છે.

નર્મદા નદીમાં સતત લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા નદીના કાંઠા વિસ્તારોના ખેડૂતોના ખેતરોમાં પાણી પણ ફરી વળ્યા છે ત્યારે ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામના ઘાટ ઉપરની તપોવન ભૂમિ ઉપર સમગ્ર ભારત દેશમાંથી લોકો પોતાના પૂર્વજનોના શ્રાદ્ધ અર્થે આવી રહ્યા છે અને કહેવાય છે કે આ તપોવન ભૂમિ ઉપર શ્રાદ્ધની વિધિ કરવાથી અને પિંડદાન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે નર્મદા નદીના ઘાટ સુધી પાણી આવી પહોંચતા લોકોએ પણ રાહત અનુભવ્યો છે.

જિલ્લામાં નેત્રંગ તાલુકામાં અઢી ઇંચ, ભરૂચ બે ઇંચ, હાંસોટ-વાલિયા દોઢ ઇંચ અને અંકલેશ્વરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જેની સાથે જ સિઝનનો કુલ વરસાદ ૧૨૫ ટકા નોંધાઇ ચુક્યો છે. નર્મદા ડેમની સપાટી આજે ઘટીને બપોરે ૧૨ કલાકે ૧૩૮.૩૬ મીટર નોંધાઇ હતી. બીજી તરફ જિલ્લાના મધ્યમ સિંચાઈના પિંગુટ, ધોળી અને બલદેવા પણ ૧૦ સેમીથી છલકાઈ રહ્યા છે. નર્મદા નદી કાંઠા અને ત્રણ ડેમ વિસ્તારના 82 જેટલા ગામોને કિનારે નહિ જવા સૂચના અપાઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલી નદીમાં પોણા ૩ લાખ ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. ઉપરવાસમાંથી આવક ૨.૪૮ લાખ ક્યુસેક છે જેની સામે કુલ જાવક ૩.૧૦ લાખ ક્યુસેક થઈ રહી છે.

નર્મદા નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલી પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ નર્મદા નદીના ઘાટ ઉપર પાણી ઘાટ સુધી આવી જતા શુકલતીર્થના ઘાટ ઉપર શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન સહિત વિધિ કરવા આવતા લોકો રાહત અનુભવી રહ્યા છે.
Tags :
GoldenBridgeGujaratFirstNarmadarecorded
Next Article