નરેશ પટેલની કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ સાથે બંધ બારણે મુલાકાત, કહ્યું- મને હૂંફ આપવા આવ્યા હતા
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારથી ગરમાગરમીનો માહોલ શરુ થયો છે. એક તરફ વિવિધ નેતાઓનો પક્ષ પલટો ચાલી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ સમાજને તેમની સાથે લેવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે અત્યારે ગુજરાતના રાજકારણનો મુખ્ય મુદ્દો ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ છે. છેલ્લા બે મહિના જેટલા સમયથી એવી વાત ચાલી રહી છે કે નરેશ àª
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારથી ગરમાગરમીનો માહોલ શરુ થયો છે. એક તરફ વિવિધ નેતાઓનો પક્ષ પલટો ચાલી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ સમાજને તેમની સાથે લેવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે અત્યારે ગુજરાતના રાજકારણનો મુખ્ય મુદ્દો ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ છે. છેલ્લા બે મહિના જેટલા સમયથી એવી વાત ચાલી રહી છે કે નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના છે. જો કે તેઓ ક્યારે અને કઇ પાર્ટી સાથે જોડાશે તે કંઇ સ્પષ્ટ નથી. દર વખતે તેઓ આ માટે નવી તારીખ આપી દે છે.
તેવામાં ગઇ કાલે દિલહીથી પરત આવ્યા બાદ આજે એટલે કે રવિવારે તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી હતી. જેથી ફરી એક વખત નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલાથી જ આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના છે. જે માટે તેમણે દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક પણ કરી છે. તો બીજી તરફ તેઓ પ્રશાંત કિશોરને પણ અનેક વખત મળ્યા છે. જો કે નરેશ પટેલે હજુ સુધી આ મુદ્દે મગનું નામ મરી પાડ્યું નથી.
નરેશ પેટેલે શું કહ્યું?
રવિવારે ખોડલધામ ખાતે નરેશ પટેલ અને કોંગ્રેસ નેતા મનહર પટેલ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા નરેશ પટેલે જણાવ્યું હતું કે મનહરભાઇ અને તેમની આખી ટીમ માતાજીના દર્શન માટે આવ્યા હતા. સાથે જ મારી સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. આ સિવાય રાજકારણમાં મારા પ્રવેશ બાબતે મને થોડી હૂંફ આપવા માટે આવ્યા હતા. તેમણે વિનંતી કરી હતી કે આપ રાજકારણમાં આવો તો સારી વાત છે. નરેશ પટેલે આગળ કહ્યું કે સમય આવ્યે હું મારો નિર્ણય જાહેર કરીશ.
મનહર પટેલે શું કહ્યું?
તો આ તરફ મનહર પટેલે આ મુદ્દે પ્રતિક્રીયા આપતા કહ્યું કે અમે નિયમિત રીતે ખોડલધામ માતાજીના દર્શન માટે આવીએ છીએ. આજે વિવિધ સમાજના આગેવાનો સાથે અમે નરેશભાઇની મુલાકાત કરી છે. નરેશભાઇ સમાજના મોભી છે અને સારા વ્યક્તિ પણ છે. જો તેઓ રાજકારણમાં આવે તો તે સારી બાબત છે.
હું અત્યારે ઘણો બધો કન્ફ્યુઝ છું : નરેશ પટેલ
ગઇકાલે દિલ્હીથી રાજકોટ પહોંચેલા નરેસ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું દિલ્હી એક લગ્નપ્રસંગે ગયો હતો. લગ્નની અંદર ઘણા રાજકીય નેતા પણ મળયા હતા. જો કે દિલ્હીમાં કોઇ સાથે ઓફિશિયલ ચર્ચા કરી નથી. હું ક્યાંય કોઇને મળવા માટે નથી ગયો. દિલ્હીમાં હું કોને મળ્યો છું તે નામ હું તમને નહીં કહું. હું અત્યારે ઘણો બધો કન્ફ્યુઝ છું. મારે સમજને પણ જવાબ આપવો પડે છે. 15 મે સુધીમાં હું પણ આ અંગે સ્પષ્ટીકરણ કરીશ કે રાજકારણમાં હું પ્રવેશ કરીશ કે નહીં. નરેશ પટેલે કહ્યું કે હાર્દિક મારી પાસે આવ્યો હતો અને તેણે કોંગ્રેસ પક્ષ સાથેની તેની કેટલીક મુંઝવણો રજૂ કરી હતી. તેણે કહ્યું હતું કે આ થોડા પ્રશ્નો હલ થાય તેવું આપ વિચારજો.
Advertisement