Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા, જયપુરમાં પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી

ગુજરાતના રાજકારણમાં છેલ્લા થોડા સમયથી અટકળો અન ચર્ચાનું બજાર ભારે ગરમ છે. બે વાતની ચર્ચા અને અટકળો ચાલી રહી છે. પહેલી એ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે કે કેમ? અને બીજી ચર્ચા છે કે ખોડલધાનના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાાજકારણમાં જોડાશે કે નહીં? અને જોડાશે તો ક્યા પક્ષમાં જોડાશે? આ ચર્ચાઓ સતત ચાલી રહી છે. તેવામાં હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે.ગુજરાત કોંગ્à
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા  જયપુરમાં પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી
ગુજરાતના રાજકારણમાં છેલ્લા થોડા સમયથી અટકળો અન ચર્ચાનું બજાર ભારે ગરમ છે. બે વાતની ચર્ચા અને અટકળો ચાલી રહી છે. પહેલી એ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે કે કેમ? અને બીજી ચર્ચા છે કે ખોડલધાનના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાાજકારણમાં જોડાશે કે નહીં? અને જોડાશે તો ક્યા પક્ષમાં જોડાશે? આ ચર્ચાઓ સતત ચાલી રહી છે. તેવામાં હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસના સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે. આ સાથે જ એક અન્ય સમાચાર પણ આવ્યા છે કે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે રાજસ્થાનના જયપુરમાં એક મહત્વની બેઠક થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા નરેશ પટેલે મીડિયા સમક્ષ નિવદન આપતા જણાવ્યું હતું કે તેઓ એપ્રિલ માસના મધ્યમાં રાજકારણમાં જોડાવા અંગેની જાહેરત કરશે. ત્યારે હવે તેમના કોંગ્રેસમાં જોડાવવાના અહેવાલ સામે આવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નરેશ પટેલ હાલ કોંગ્રેસ સંગઠનમાં સક્રિય થશે. પહેલા એવી વાત સામે આવી હતી કે ગુજજરાત કોંગ્રેસમાં તેઓ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકેના ચહેરા તરીકે જોડાશે. જો કે ગુજરાત કોંગ્રેસના સૂત્રો દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે. અત્યારે નરેશ પટેલ કોંગ્રેસ સંગઠનમાં સક્રિય થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.
રાજસ્થાનના જયપુરની અંદર નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે જે બેઠક થઇ છે તેમાં કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મધ્યસ્થી હોવાના એહેવાલ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પમ નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મળ્યા હોવાની વાત સ્વીકારી છે. તો થોડા દિવસો પહેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પણ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનો મુદ્દો લઇને રાજસ્થાન પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ અંગે અશોક ગહેલોત સાથે વાત કરી હતી.
ગઇ કાલે એવા સમાચાર હતા કે નરેશ પટેલ મુંબઇમાં છે, ત્યારબાદ એવા સમાાચાર આવ્યા કે તેઓ દિલ્હીમાં પડાવ નાંખીને બેઠા છ. જ્યારે આજે હવે એવું સામે આવી રહ્યું છે કે તેઓ જયપુરમાં હતા. ત્યારે એવું લાગી રહ્યું છે કે નરેશ પટેલ અને કોંગ્રેસ વચ્ચે કશુંક રંધાઇ રહ્યું છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે, તો કોંગ્રેસને ચોક્કસ ફાયદો થશે. તો સામે પક્ષે ભાજપ માટે પડકાર વધશે.
Advertisement
Tags :
Advertisement

.