Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નરેન્દ્ર મોદીએ રોમાનિયા અને સ્લોવાકિયાના વડાપ્રધાન સાથે વાત કરી, મદદ માટે આભાર માન્યો

યુક્રેનની સ્થિતિ સતત બગડી રહી છે. રશિયા દ્વારા હુમલા વધી રહ્યા છે અને ઉપરથી પરમાણુ યુદ્ધનું જોખમ પણ ઉભુ થયું છે. આવી સ્થિતિમાં તમામ દેશ પોતાના નાગરિકોને યુક્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવા માટેના પ્રયાાસો કરી રહ્યા છે. ભારત દ્વારા પણ આ માટે ‘ઓપરેશન ગંગા’ શરુ કરાયું છે. અત્યાર સુધીમાં આ મુદ્દે વડાપ્રધાન મોદી ત્રણ બેઠક કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં સોમવારે રાતે વડાપ્રધાનની અધ્યક્ષત
02:45 PM Feb 28, 2022 IST | Vipul Pandya
યુક્રેનની સ્થિતિ સતત બગડી રહી છે. રશિયા દ્વારા હુમલા વધી રહ્યા છે અને ઉપરથી પરમાણુ યુદ્ધનું જોખમ પણ ઉભુ થયું છે. આવી સ્થિતિમાં તમામ દેશ પોતાના નાગરિકોને યુક્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવા માટેના પ્રયાાસો કરી રહ્યા છે. ભારત દ્વારા પણ આ માટે ‘ઓપરેશન ગંગા’ શરુ કરાયું છે. અત્યાર સુધીમાં આ મુદ્દે વડાપ્રધાન મોદી ત્રણ બેઠક કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં સોમવારે રાતે વડાપ્રધાનની અધ્યક્ષતામાં વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી.
સ્લોવાકિયાના વડાપ્રધાન સાાથે વાતચીત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોવાકિયાના વડા પ્રધાન એડ્યુઅર્ડ હેગર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. નરેન્દ્ર મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં તેમના દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય માટે અને ભારતની વિશેષ ફ્લાઈટ્સને મંજૂરી આપવા બદલ આભાર માન્યો હતો. ઉપરાંત આગામી થોડા દિવસો સુધી સહાયતા માટે વિનંતી કરી છે.

રોમાનિયાના વડાપ્રધાન સાથે વાતચીત
વર્તમાન સમયે યુક્રેનના પડોશી દેશોમાંથી ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને રેસ્ક્યુ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં રોમાનિયા દ્વારા આ અભિયાનમાં ભાારતની ઘણી મદદ પણ કરવામાં આવી રહી છે. ત્યારે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોમાનિયાના વડાપ્રધાન નિકોલે-ઇઓનેલ સિયુકો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. નરેન્દ્ર મોદીએ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા વગર રોમાનિયામાં પ્રવેશ આપવા બદલ તથા ભારતની ફ્લાઇટોને અનુમતિ આપવા માટે તેમનો આભાર માન્યો છે.
સરકારી તંત્ર ચોવીસ કલાક કામ કરી રહ્યું છે
બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા હેઠળ ચાલી રહેલા પ્રયાસોની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે વડાપ્રધાને જણાવ્યું કે યુક્રેનમાં ફસાાયેલા તમામ ભારતીયો સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે સમગ્ર સરકારી તંત્ર ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે ચાર વરિષ્ઠ મંત્રીઓની વિવિધ દેશોમાં તેમના વિશેષ દૂત તરીકેની મુલાકાતથી સ્થળાંતરના પ્રયાસો ઝડપી થશે. જે દર્શાવે છે કે સરકાર આ બાબતને કેટલી પ્રાથમિકતા આપે છે.

પહેલા પણ મળી હતી બેઠક
આ પહેલા સોમવારે બપોરે જ વડાપ્રધાને આવી એક બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં પહોંચીને ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે સંકલનની જવાબદારી સોંપવાનો નિર્ણય કરાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતિ પ્રમાણે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને વીકે સિંહ ભારતના વિશેષ દૂત તરીકે યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેશે. જેમાં સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવા સાથે સંકલન કરશે, જ્યારે રિજિજુ સ્લોવાકિયા જશે. હરદિપ પુરી હંગેરી જશે અને વી કે સિંહ પોલેન્ડ જશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે રવિવારે પણ મોજી રાત્રે તેમણે આ પ્રકારનવી એક હાઇ લેવલ મીટીંગ યોજી હતી. જેમાં ઓપરેશન ગંગા સહિત યુક્રેન-રશિયા યુદ્ધની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાને કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા એ ભારતની પ્રાથમિકતા છે. ઉપરાંત આ કામને વધારે ઝડપી બનાવવા માટેના નિર્દેશ પણ આપ્યા હતા. ત્યારે આજે પણ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.
Tags :
GujaratFirstHighlevelMeetingNarendraModirussiaRussiaUcrainewarUcraine
Next Article