Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરેન્દ્ર મોદીએ દેવઘરમાં રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ જવાનો સાથે વાતચીત કરી, કહ્યું - અકસ્માતે ઘણું શીખવાડ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેવઘર (ઝારખંડ)માં બચાવ કામગીરીમાં સામેલ ટીમના સભ્યો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય વાયુસેના, ભારતીય સેના, NDRF, ITBP, સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિક સમાજના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને ઓપરેશન દરમિયાનના તેમના અનુભવો વિશે જાણ્યું. ઉલ્લેખનીય છે કે દેવઘરમાં રોપવે અકસ્માત થયો હતો. જેમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટે 46 કલાક સુધી રેસ્ક્યુ ઓપરà«
નરેન્દ્ર મોદીએ દેવઘરમાં રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ જવાનો સાથે વાતચીત કરી  કહ્યું   અકસ્માતે ઘણું શીખવાડ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેવઘર (ઝારખંડ)માં બચાવ કામગીરીમાં સામેલ ટીમના સભ્યો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય વાયુસેના, ભારતીય સેના, NDRF, ITBP, સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિક સમાજના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને ઓપરેશન દરમિયાનના તેમના અનુભવો વિશે જાણ્યું. ઉલ્લેખનીય છે કે દેવઘરમાં રોપવે અકસ્માત થયો હતો. જેમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટે 46 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. જેમાં 56 પ્રવાસીઓના જીવ બચાવવામાં આવ્યા છે.
કેટલાક સાથીઓનો જીવ નથી બચાવી શક્યા તેનું દુઃખ
વડાપ્રધાન મોદીએ દેવઘરમાં રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા જવાનોને કહ્યું કે તમે 3 દિવસ દરમિયાન ચોવીસ કલાક કામ કર્યું અને એક મુશ્કેલ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ઘણા નાગરિકોના જીવ બચાવ્યા. તમારા પ્રયાસોની સમગ્ર દેશે પ્રશંસા કરી છે. જેને હું બાબા વૈદ્યનાથજીના આશીર્વાદ માનુ છું. જો કે મને દુઃખ છે કે આપણે કેટલાક સાથીઓનો જીવ નથી બચાવી શક્યા. કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. 
આ અકસ્માતમાંથી ઘણું શીખ્યા
નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેણે પણ આ ઓપરેશન જોયું તે હેરાન હતો અને ચિંતિત પણ હતો. મે લોકો ત્યાં હાજર હતા અને કલ્પના કરી શકાય છે કે તમારા માટે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હશે. પરંતુ દેશને ગર્વ છે કે તેમની પાસે આપણી આર્મી, એરફોર્સ, NDRF, ITBP જવાનો અને પોલીસ ફોર્સના રૂપમાં આટલું કુશળ બળ છે, જે દેશવાસીઓને દરેક સંકટમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવાની ક્ષમતા ધરાવે છે. આ અકસ્માતમાંથી આપણે ઘણા પાઠ પણ શીખ્યા છે. તમારા અનુભવો ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. હું તમારા બધા સાથે વાત કરવા માટે ખૂબ જ ઉત્સુક હતો. હું આ ઓપરેશન સાથે સતત જોડાયેલો હતો અને દરેક પરિસ્થિતિનો તાગ લેતો હતો. માત્ર મને જ નહીં પરંતુ સમગ્ર દેશને તમારા બધા પર ગર્વ છે.
આ દરમિયાન વડાપ્રધાને તમામ અધિકારીઓ અને જવાનો પાસેથી જાણ્યું કે તેમણે આ બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરી. NDRF અધિકારીએ જણાવ્યું કે કેવી રીતે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય શરૂ કર્યું. તેણે કહ્યું કે અમને પહેલા એક ઘાયલ મહિલા મળી, જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી.
અમિત શાહે શું કહ્યું?
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હું NDRF, વાયુસેના, ITBP, આર્મી, જિલ્લા વહીવટીતંત્રના તમામ પ્રતિનિધિઓને અભિનંદન અને આભાર માનું છું. કારણ કે તે ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હતું જે તેમણે ધીરજપૂર્વક પાર પાડ્યું હતું. આટલા ટૂંકા ગાળામાં ઘણી બધી એજન્સીઓ સાથે સંકલન કરી ઓછામાં ઓછા નુકસાન સાથે આ ઓપરેશન પાર પાડ્યું છે.
દેવઘરમાં શું થયું હતું?
10 એપ્રિલની સાંજે ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર પ્રવાસીઓ માટેના રોપ-વેની કેબલ કાર અથડાઈ હતી. ત્યારબાદ 1500 થી 2000 ફૂટની ઉંચાઈ પર 25 કેબલ કારમાં 60થી પણ વધુ લોકો ફસાયા હતા. તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. લગભગ 46 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ એરફોર્સ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને આર્મીના જવાનોએ Mi 17 હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને બચાવ્યા હતા. જ્યારે 3 લોકોના મોત થયા હતા તો 12 અન્ય ઘાયલ થયા હતા. હેલિકોપ્ટરમાંથી બચાવતી વખતે નીચે પડી જતાં બે લોકોનાં મોત થયાં હતાં.
Advertisement
Tags :
Advertisement

.