Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગામમાં 75 વૃક્ષો વાવીએ, 75 ખેડૂતો પ્રાકૃતિક ખેેતી કરે અને 75 ખેત તલાવડી બનાવે :નરેન્દ્ર મોદી

ગઇ કાલે પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા છે. વડાપ્રધાન બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે વડાપ્રધાન આવ્યા તેના સ્વાગત માટે એરપોર્ટથી ભાજપ કાર્યાલય કમલમ સુધીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. ત્યારબાદ હવે નરેન્દ્ર મોદી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છ
ગામમાં 75 વૃક્ષો વાવીએ  75 ખેડૂતો પ્રાકૃતિક ખેેતી કરે અને 75 ખેત તલાવડી બનાવે  નરેન્દ્ર મોદી
ગઇ કાલે પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા છે. વડાપ્રધાન બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે વડાપ્રધાન આવ્યા તેના સ્વાગત માટે એરપોર્ટથી ભાજપ કાર્યાલય કમલમ સુધીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. ત્યારબાદ હવે નરેન્દ્ર મોદી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે. જ્યાં ગુજરાત પંચાયત મહાસંમેલન યોજાઇ રહ્યું છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દોઢ લાખ કરતા પણ વધારે લોકોને સંબોધન કરશે.
ગામડાનો પણ જન્મદિવસ ઉજવીએ
આપણે ગામડાનો પણ જન્મદિવસ ઉજવીએ. આપણે ત્યાં ગામને તોરણ બંધાય ત્યારબાદ તેને ગામ કહેવામાં આવતું. આજે પણ ગામડામાં નાકા પર તોરણ બાંધેલા હોય છે. આ તોરણ બાંધવાની પરંપરા છે તે ગામડાનો જન્મદિવસ છે. આપણે ગામના તમામ લોકોને બોલાવી, જે લોકો બહાર રહે છે તેમને પણ બોલાવી મોટા પાયે ગામનો જન્મદિવસ ઉજવીએ. ગામનો જન્મદિવસ ઉજવવાથી ગામનું કલ્યાણ થશે. 
પશુઓ માટે રસીકરણ
હમણા કોરોનામાં આપણે વેક્સિનેશનનું કામ ઉપાડ્યું. ગામડે ગામડે જાગૃતતા આવી. આખી દુનિયામાં ક્યાંય રસીકરણ ના થયું હોય તેવું રસીકરણ ભારતમાં થયું. આપણા ગુજરાતે પણ બહુ ઝડપથી કામ કર્યું. માણસોને જે રસી અપાઇ રહી છે તેની તો બધને ખબર છે. ત્યારે તમને ખબર છે કે આપણે ગામડામાં પશુઓને ખરપગાનો રોગ થતો હોય છે. તેના માટે પણ રસી હોય છે. ભારત સરકારે આઝાદી પછી પહેલી વખત 13 હજાર કરોડ રુપિયા આ પશુઓને મફતમાં રસીકરણ માટે આપ્યા છે. જયારે આ કામ સરકાર કરી રહી છે, તેમાં જોડાઇએ. હુ વડાપ્રધાન બન્યો ત્યારે એલઇડી બલ્બની કિંમત 400-500 હતી. અમે સંશોધન કરી ઉત્પાદન વધાર્યું. અકત્યારે આ બલ્બ 40-50 રુપિયામાં મળે છે. જો દરેક ઘરમાં અને રોડ પરની લાઇટમાં આ બલ્બ લગાવીએ તો દરેકના વિજળી બિલ ઘટી જશે. બચત થશે. ઘણું નાનુ કામ છે અને સરકાર પણ આવા બલ્બ આવે છે. આ બચતથી ગરીબ ઘરના બાળકોને દૂધ મળશે.
ખેત તલાવડી બનાવીએ અને પાણી બચાવીએ
હું જ્યારે મુખ્યમંત્રી હતો અને ભારત સરકરની કોઇ મિટીંગમાં જઉં તયારે બીજી રાજ્યોના મુખ્યમંત્રીઓને કહું કે અમારા ગુજરાતમાં તો અમારી મોટી શક્તિ પાણી પાછળ ખર્ચાય જાય છે. અમારી તિજોરી પણ પાણી પાછળ ખાલી થઇ જાય છે, કારણ કે અમારે ત્યાં દસ વર્ષમાં સાત વર્ષ પાણીના દુષ્કાળની સ્થિતિ હોય છે. ત્યારે હવે ધીરે ધીરે માતા નર્મદાની કૃપાથી સારી સ્થિતિ થઇ છે. આમ છતા પાણી બચાવવું આજે પણ એટલું જ અનિવાર્ય છે. આપણે બારીબંધનું મોટું કાર્ય શરુ કર્યુ હતું. સિમેન્ટ, અનાજ અને ખાતરના ખાલી થેલા વડે તેમાં માટી ભરીને નાના બોરીબંધ બનાવતા હતા. આપણે નક્કી કરીએ કે આપણા ગામ આસપાસ જેટલા નદી-નાળા હશે, ત્યાં બોરીબંધ બાંધીશું અને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાંનો સંકલ્પ પુરો કરીશું.  આપણા ગામમાં મળીને જૂની ખાતર તથા સિમેન્ટની થેલીઓ ભેગી કરવાની છે. અને માટી ભરીને ગોઠવી દેવાની. જેનાથી જમીનના તળ ઉંચા આવશે. આપણે એક વખત એક લાખ ખેત તલાવડી બનાવવા માટેનું અભિયાન ચલાવ્યું હતું અને 100 દિવસની અંદર એક લાખ ખેત તલાવડી બનાવી હતી. હવે તમામ લોકો પોતાના ગામની અંદર 75 ખેેત તલાવડી બનાવો. 

75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી શરુ કરે
આપણે આપણા ગામમાં નક્કી કરીએ કે ઓછામાં ઓછા 75 ખેડૂતો નક્કી કરીએ કે જેઓ આ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરુ કરશે. એક તસુભર પમ કેમિકલ નાંખશે નહીં. આ ધરતી આપણી માતા છે. એ માતાને આ ઝેર પિવડાવી પિવડાવીને તેને આપણે દુઃખી કરી રહ્યા છીએ. તેને બચાવવી એ આપણા બધાની જવાબદારી છે. આપણે તેમાં જેટલું યુરિયા અને કેમિકલ નાંખીએ ત્યારે તેને પિડા થાય છે. તેને આ પિડામાંથી મુક્ત કરવાની જવાબદારી તેના સંતાન તરીકે આપણી છે. માટે લોકો પ્રાકૃતિક ખેતી કરે અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય તેનાથી ગુજરાતમાં કોઇ અજાણ નથી. પૈસા પણ બચે, ધરતી માતાની પણ રક્ષા થાય. 
આઝાદીના 75 વર્ષે ગામમાં 75 વૃક્ષોનો બગીચો બનાવીએ
આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. દરેક ગામડું 2023ના ઓગષ્ટ મહિના સુધીમાં ઓછામાં ઓછા 75 વખત ગામની અંદર સારો દિવસ જોઇને પ્રભાતફેરી કરે. ગામના તમામ લોકો તેમાં જોડાય. ભેગા થઇને આઝાદીની વાત કરીએ. ગામની અંદર આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ઓછામાં ઓછા 75 કાર્યક્રમ 15 ઓગષ્ટ 2023 સુધીમાં કરી શકીએ. બીજુ એક નાનકડું કામ કે ગામ આખું ભેગુ થઇને નક્કી કરે કે આઝાદીના 75મા વર્ષે 75 વૃક્ષો વાવીએ. 75 વર્ષનો નાનકડો બગીચો બનાવીએ. પંચાયતમાં ચૂંટાયેલા લોકોને એવો વિચાર થવો જોઇએ કે મને પાંચ વર્ષ મળ્યા છે તો હું મારુ ગામડું એવું બનાવી દઉં કે પાંચ વર્ષ પછી કોઇ પણ આવે તો એ કહે કે આ ભાઇ કે બહેન સરપંચ હતા ત્યારે આ કામ થયું હતું. આપણા કાર્યકાળ દરમિયાન ગામ માટે કંઇક યાદગાર કામ કરીએ.
તો આ ગરીબી ઉભી પૂંછડીએ ભાગે...
મુખ્યમંત્રી સમયની મારા પહેલી ટર્મ હતી. મધ્ય ગુજરાતની પંચાયતની બહેનો મને મળવાં આવી હતી. મેં પૂછ્યું કે તમારા ત્યાં કોઇ પુરુષ મેમ્બર નથી તો કે ના નથી. તેથી અમે નક્કી કર્યું કે સરપંચ બહેન છે, તો મેમ્બર પણ બહેનને જ બનાવી દઇએ. મને પ્રેરક વિચાર આવ્યો કે બધાં પુરુષો પોતાનો હક જતો કરીને બઘી જ પંચાયતોમાં મેમ્બર તરીકે બહેનો જ આવે તો આખા ગુજરાતમાં ગામની પંચાયતો બહેનોની બની જાય.
આ બહેનોને હું મળ્યો તો તેના જે સરપંચ બહેન બન્યાં હતાં. તેઓ માંડ પાંચ ધોરણ ભણેલાં હતાં. તેમને હું મળ્યો મેં કહ્યું કે હવે તમે જીતી ગયાં છો ગામના તમે સરપંચ બની ગયાં છો. તો હવે તમે શું કરવા માંગો છો. એ બહેને જે જવાબ આપ્યો તે આજે મને વડાપ્રધાન તરીકે કામમાં આવે છે. ગુજરાતના ગામડાની પાંચમું ધોરણ ભણેલી એક મા સરપંચ બની અને મને પૂછે છે કે મારી એક ઇચ્છા છે, મને હતું કે આવ્યાં છે તો કંઇક માંગશે કે રોડ આપો, પંચાયત ઘર આપો એવું કંઇક માંગશે. પણ એમણે કહ્યું કે સહેબ અમારી એક ઇચ્છા છે કે અમારા ગામમાં કોઇ ગરીબ ન રહે. આનાથી મોટી કઇ વાત હોય કે મારા ગામડાની એક બહેન મને કહે કે અમારું ગામ નાનું છે પણ અમે ગામમાં કોઇને ગરીબ રહેવાં દેવાં માંગતા નથી અને ગામમાં એવી કામગીરી કરવાં માંગીએ છીએ કે ગામમાં કોઇ ગરીબ ન રહે. જો હિન્દુસ્તાનના દરેક ગામમાં અને તેના ચૂંટાયેલાં પ્રતિનિધિઓના મનમાં આ સંકલ્પ પેદા થાય કે મારે મારાં ગામમાં કોઅ ગરીબ રહેવાં નથી દેવાં તો આ ગરીબી ઉભી પૂંછડીએ ભાગે.  

ગુજરાતમાં પુરુષો કરતા મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારે
આજ જ્યારે પંચાયતના સાથીઓ સાથે મળી રહ્યો છે, તેમાં મોટાભાગે બહેનો છે અને ગુજરાતનું સદ્ભાગ્ય છે. કદાચ દેશના લોકોને ખબર નહીં હો કે ગુજરાતની પંચાયતોમાં પુરુષો કરતા વધારે પ્રતિનિધિત્વ મહિલાઓ કરી રહી છે. આપણે ત્યાં સમરસ ગ્રામ પંચાયતનો એક વિચાર બધા ગામડાઓએ સ્વીકાર્યો છે. ગુજરાતના અનેક ગામડાઓ અને વોર્ડ એવા છે કે જ્યાં સમરસતાથી કામ થઇ રહ્યું છે. જે માટે હું આપ તમામનો આભાર માનું છું. 

ગુજરાતીમાં કહ્યું, ‘કેમ છો બધા?’
કેમ છો બધા? મારે પહેલા તો ગામડાઓના ભાઇઓને અભિનંદન આાપવા છે. આટલો મોટો કોરોના, દુનિયાના બદા ખૂણેથી હુમલો કરે. બે વર્ષ સુધી આખી માનવજાતને ચિંતામાં મૂકી દીધી. એ કોરોના ભારતના ગામડાઓમાં પહોંચતા પહોંચતા તેના મોંમા ફીણ આવી ગયા. કારણ જે જાગૃતિ કોરોનાની શરુઆતમાં ગામડાએ બતાવી. જે રીતે ગામડાએ સુઝ બુઝ પ્રમાણે નિયમો બનાવ્યા. બહારથી આવતા લોકોને બહાર રાખ્યા, તપાસ કરાવી, બહાર રહેવા માટે વ્યવસ્થા કરી. ગામડાઓએ કોરોનાના કાળખંડમાં જે અદ્ભુત વ્યવસ્થાઓ વિકસાવી અને ગામડામાં આ મહામારીને પ્રવેશતી રોકવા જે કામ કર્યુ તે માટે તેમને લાખ લાખ અભિનંદન. તે જ રીતે આપણા નાન ખેડૂતોએ કોરોના કાળ દરમિયાન ખેતીકામમાં પાછી પાની નથી કરી અને અનાજના ગોદામો છલકાવ્યા, માટે તેમને પણ અભિનંદન.

મહાત્મા ગાંધીને યાદ કરી શરુઆત
સૌથી પહેલા તો આપ સૌને આદર પૂર્વક નમસ્કાર. હું ગુજરાત સરકારનો આભારી છું કે મને લોકતંત્રની પંચાયતથી પાર્લામેન્ટ સુધીની તમામ કડીના દર્શન કરવાનું આજે સૌભાગ્ય મળ્યું છે. આ બાપુની ધરતી છે, સરદાર વલ્લભભાઇ પટેલની ધરતી છે. અને બાપુએ હંમેશા ગ્રામિમ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત, સશ્ક્ત અને સમર્થ ગામની વાત કરી છે. એટલા માટે જ જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યારે આપણે બધા એક પ્રકારે પ્રતિબદ્ધ છીએ કે આઝાદીના જંગમાં જે સપનાઓ જોઇને લોકોએ પોતાની આહુતિ આપી, આપણે તે સપનાઓને સાકાર કરવા જોઇએ અને ગ્રામીણ વિકાસ એ પૂજ્ય બાપુની સૌથી મુખ્ય સ્વપ્ન રહેતું હતું. માટે લોકતંત્રમાં જેમનો વિશ્વાસ છે તે બધાને સમર્પણ ભાવથી ગ્રામીણ વ્યવસ્થાને બળ આપવું જોઇએ, તે બધાનું કર્તવ્ય છે. ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવા માટે પંચાયતી રાજ વ્યવસ્થા ખૂબ મહત્વપૂર્ણ છે. આ વ્યવસ્થાને દિશા આપવાનું કામ અને પરિવર્તન માટેનું કામ તમે બધા જનપ્રતિનિધિઓ અને પંચ સરપંચ કરી રહ્યા છો. મને વિશ્વાસ છે કે ગુજરાતની ગ્રામીણ જીવન વ્યવસ્થા દેશ માટે પ્રેરણારુપ બનશે.
વડાપ્રધાનનું સંબોધન શરુ
નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરુઆત કરી છે. તેમણે હિંદીમાં બોલવાની શરુઆત કરી છે. સાથે જ તેમણે પોતાના સંબોધનની શરુઆતમાં મહાત્મા ગાધીને યાદ કર્યા છે. ત્યારબાદ થોડીવાર બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં બોલવાની શરુઆત કરી છે. એકદમ ગામઠી ભાષામાં લહેકા સાથે તેમણે ગુજરાતીમાં સંબોધન શરુ કર્યુ છે.
વડાપ્રધાને સરપંચોનું સન્માન કર્યુ
GMDC ગ્રાઉન્ડ ખાતે જે પંચાયત મહાસંમેલન યોજાયું છે તેની થીમ આપણું ગામ આપણું ગૌરવ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઆ સંબોધનની શરુઆત પહેલા રાજ્યના વિવિધ સરપંચોનું સન્માન કર્યુ હતું.


નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું
GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જીએમડીસીમાં ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ તથા અન્ય ધારાસભ્યો અને સાસંદો પણ હાજર હતા. 
Advertisement

ગુજરાતીમાં ટ્વિટ કર્યુ
રાજભવનથી GMDC ગ્રાઉન્ડ આવવા નીકળ્યા તે પહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વિટચ પણ કર્યું છે. જેમાં તેમણે લખ્યું કે ‘ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે @BJP4Gujarat ના આગેવાનો તથા કાર્યકર્તાઓને મળવાનું થયું. ભાજપ સંગઠનના માધ્યમથી કેવી રીતે વધુ અસરકારક રીતે લોકોની સેવા કરી શકાય અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી શકાય તેની ચર્ચા કરી.’

આ સિવાય અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે ‘હું લોકોના અપાર સ્નેહ બદલ કૃતજ્ઞ છું. આ પ્રચંડ જન સમર્થન અને ઉત્સાહ અમને જનતા જનાર્દનની સેવામાં કઠોર પરિશ્રમ કરવા માટે પ્રેરણા આપે છે.’
Advertisement
Tags :
Advertisement

.