Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા મોરબી, હવાઈ નિરિક્ષણ કરી, પીડિત પરિવારને મળ્યા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોરબી પહોંચી ચુક્યા છે. અહીં તેમણે હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરિક્ષણ કર્યું છે અને તે બાદ હવે  તેઓ પીડિતો દર્દીઓને મળ્યા બાદ મોરબી જિલ્લા પોલીસવડાની કચેરીએ રિવ્યૂ બેઠક કરી અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ સોંપ્યો હતો.વડાપ્રધાન શ્રી સાથે મુખ્યમંત્રીશ્રી સહિતના આગેવાનો તથા અધિકારીઓ પણ છે. સૌથી પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઘટનાસ્થળે જશે જે à
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા મોરબી  હવાઈ નિરિક્ષણ કરી  પીડિત પરિવારને મળ્યા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોરબી પહોંચી ચુક્યા છે. અહીં તેમણે હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરિક્ષણ કર્યું છે અને તે બાદ હવે  તેઓ પીડિતો દર્દીઓને મળ્યા બાદ મોરબી જિલ્લા પોલીસવડાની કચેરીએ રિવ્યૂ બેઠક કરી અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ સોંપ્યો હતો.

Advertisement

વડાપ્રધાન શ્રી સાથે મુખ્યમંત્રીશ્રી સહિતના આગેવાનો તથા અધિકારીઓ પણ છે. સૌથી પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઘટનાસ્થળે જશે જે બાદ તેઓ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળશે.
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ઘટનાસ્થળનું નિરિક્ષણ કરી રહ્યાં છે. તેમની સાથે મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી પણ હાજર છે.
  • ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સમગ્ર ઘટનાની વિગત વડાપ્રધાનશ્રીને આપી રહ્યાં છે.
  • ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કઈ રીતે બચાવ કામગીરી કરી તે અંગેની વિગતો વડાપ્રધાનશ્રીને આપી રહ્યાં છે.
  •  ઘટના સ્થળે નિરિક્ષણ બાદ પીડિતોના પરિવારજનોને મળશે અને તે બાદ મોરબી કલેક્ટર કચેરીએ રિવ્યૂ બેઠક કરી અને અત્યાર સુધીમાં કરેલી કામગીરીની વિગતો મેળવી.
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા. અહીં એડમીટ 5 દર્દીઓને મળશે અને 27 જેટલા પીડિત પરિવારને મળ્યા.
  • વડાપ્રધાન શ્રી અશ્વિનભાઈ હડિયલ નામના દર્દીને મળી તેની તબિયત પુછી તથા કેવી રીતે ઘટના ઘટી તે અંગે જાણકારી મેળવી હતી.
  • રિવ્યૂ મિટિંગમાં વડાપ્રધાનશ્રી એસઆઈટીએ કરેલી તપાસ રિપોર્ટની વિગત મેળવી.
  • વડાપ્રધાન શ્રી મોરબી દુર્ઘટનામાં રેસક્યૂ કામગીરીમાં જોડાયેલા જવાનોને મળી વિગતો મેળવી હતી.
  • તંત્ર તથા સ્થાનિક આગેવાનોને પણ મળી તલસ્પર્શી વિગતો મેળવી
  • વડાપ્રધાને 12 મિનિટ સુધી ઘટના સ્થળે રહ્યાં હતા અને વિગતો મેળવી હતી
Advertisement

  • વડાપ્રધાનશ્રી સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત કરી લીધી, આશરે 10 મિનિટ સુધી તેઓ ઈજાગ્રસ્તોના હાલચાલ પુછ્યા હતા અને અહીંથી તેઓ રવાના થયા હતા.
ઉલ્લેખનિય છે કે, મોરબી હોનારતમાં અત્યાર સુધીમાં 135 લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના છે. આ ઘટનામાં 170ને બચાવી લેવામાં આવ્યા છે અને 2 લોકો હજુ ગુમ છે.

જુઆ Live....
Tags :
Advertisement

.