Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સહિત ત્રણ યુરોપિયન યુનિયનના નેતા સાથે વાત કરી

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત વધરે ભયાનક બની રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર થઇ રહેલા હુમલાની સંખ્યા અને ઘાતકતા પણ સતત વધી રહી છે. તેવી સ્થિતિમાં આજે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયાના સમાચાર પમ આવ્યા છે. રશિયાના બોમ્બમારામાં કર્ણાટકના વિદ્યાર્થીએ પોતનો જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવા માટે ઓપરેશન ગંગા à
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સહિત ત્રણ યુરોપિયન યુનિયનના નેતા સાથે વાત કરી
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત વધરે ભયાનક બની રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર થઇ રહેલા હુમલાની સંખ્યા અને ઘાતકતા પણ સતત વધી રહી છે. તેવી સ્થિતિમાં આજે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયાના સમાચાર પમ આવ્યા છે. રશિયાના બોમ્બમારામાં કર્ણાટકના વિદ્યાર્થીએ પોતનો જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવા માટે ઓપરેશન ગંગા અંતર્ગતના પ્રયાસો ઝડપી બનાવાયા છે. આ તમામ પરિસ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત સમીક્ષા કરી રહ્યા છે. આ અંગે તેમણે આજે પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.
Advertisement

યુરોપિયન યુનિયનના પ્રમુખની નરેન્દ્ર મોદી સાથે વાત
યુરોપિયન યુનિયનના પ્રમુખ ચાર્લ્સ મિશેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી. તેમણે ખારકિવમાં નિર્દોષ નાગરિકો પર રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યુ છે. એક ટ્વિટ વડે તેમણે આ માહિતિ આપી છે.  તેમણે કહ્યું કે યુરોપીયન દેશો યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં પૂરા દિલથી મદદ કરી રહ્યા છે. 
ફ્રાન્સના રાષ્ટ્રપતિની નરેન્દ્ર મોદી સાાથે વાત
બીજી તરફ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોનએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાત કરી છે. તેમણે પણ યુક્રેન સંકટ પર ચર્ચા કરી હોવાની શક્યતા છે.

નરેન્દ્ર મોદીએ હંગેરીના વડાપ્રધાન સાથે વાત કરી
યુક્રેનમાં યુદ્ધના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીએ યુરોપિયન યુનિયનના ત્રણ નેતાઓ સાથે વાત કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન તેમજ યુરોપિયન યુનિયનના પ્રમુખ ચાર્લ્સ મિશેલ અને હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓબાનો સાથે પણ વાત કરી છે. વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ ત્યાંની મુશ્કેલ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સાથે જ આ સંકટ કેટલું વધી શેકે છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
યુક્રેનના રાજદૂતે ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યુ
ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ. ઇગોર પોલિખાએ કહ્યું છે કે ખારકિવ ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર હું શોક વ્યક્ત કરું છું. પહેલા તોપમારો અને બોમ્બમારો સૈન્ય ઠેકાણાઓ પર થતો હતો પરંતુ હવે તે રહેણાંક વિસ્તારોમાં પણ થઈ રહ્યો છે. પોલિખાએ કહ્યું કે આ એવો જ નરસંહાર છે જેવો મુગલોએ રાજપૂતો સામે કર્યો હતો. અમે નરેન્દ્ર મોદી સહિત તમામ પ્રભાવશાળી વૈશ્વિક નેતાઓને કહીએ છીએ કે આ નરસંહારને રોકવા માટે રશિયા સામે તમામ સંસાધનોનો ઉપયોગ કરો.
Advertisement
Tags :
Advertisement

.