Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરેન્દ્ર મોદીએ WHOના ડાયરેક્ટરને આપ્યું આ ગુજરાતી નામ, નામ સાંભળતા જ ટેડ્રોસ હસી પડ્યા, જુઓ વિડીયો

આજે એટલે કે બુધવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદી તથા  WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ હાજર હતા. સમિટના ઉદ્ઘાટન બાદ નરેન્દ્ર મોદીએ WHOના ડાયરેક્ટરને ગુજરાતી નામ આપ્યું છે. જેની અત્યારે ચોતરફ ચર્ચા તઇ રહી છે. તો સોશિયલ મીડિયાàª
નરેન્દ્ર મોદીએ whoના ડાયરેક્ટરને આપ્યું આ ગુજરાતી નામ  નામ સાંભળતા જ ટેડ્રોસ હસી પડ્યા  જુઓ વિડીયો
આજે એટલે કે બુધવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદી તથા  WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ હાજર હતા. સમિટના ઉદ્ઘાટન બાદ નરેન્દ્ર મોદીએ WHOના ડાયરેક્ટરને ગુજરાતી નામ આપ્યું છે. જેની અત્યારે ચોતરફ ચર્ચા તઇ રહી છે. તો સોશિયલ મીડિયામાં પણ આ વાત ચર્ચાનો વિષય બની છે.
નરેન્દ્ર મોદીએ પોતાના સંબોદન દરમિયાન કહ્યું કે WHOના ડાયરેક્ટર જનરલ અને મારા મિત્ર ટેડ્રોસ જ્યારે પણ મળતા ત્યારે એક વાત કહેતા કે હું જે કંઇ પણ છુ તે મને બાળપણથી ભારતના શિક્ષકોએ ભણાવ્યું તેના કારણે છું. મારા જીવનના મહત્વપૂર્ણ પડાવ પર ભારતીય શિક્ષકોનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. આજે જ્યારે સવારે મને મળ્યા ત્યારે કહ્યું કે હવે હું પાક્કો ગુજરાતી બની ગયો છું.  તેમણે મને ગુજરાતી નામ આપવા કહ્યું છે. હું આજે મહાત્મા ગાંધીની આ પવિત્ર ધરતી પર મારા આ મિત્રને તુસલીભાઇ નામ આપું છું.
Advertisement

ત્યારબાદ વડાપ્રધાને તુલસીના છોડનું મહત્વ સમજાવતા કહ્યું કે તુલસીનો છોડ ભારતની આધ્યાત્મિ પરંપરા સાથે જોડાયેલો છે. ભારતમાં પેઢી દર પેઢી આંગણમાં તુલસીનો છોડ રોપવાની પરંપરા વારસામાં મળે છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ જેવી ટેડ્રોસ ઘેબ્રેયસસ વિશે વાત કરી અને તેમનું નામ આપ્યું તો તેઓખટખડાય હસી પડ્યા હતા. સ્ટેજ પર બેઠેલા ટેડ્રોસ સાથે અન્ય મહાનુભાવો અને લોકો પણ હસ્યા અને તેમના નવા નામનું તાલીઓ વડે સ્વાગત કર્યુ.
Tags :
Advertisement

.