Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત, રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફરી એક વખત ગુજરાતની ધરતી પર આગમન થઇ ચુક્યું છે. નરેન્દ્ર મોદી આજે એટલે કે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજધાની દિલ્હીથી ખાસ વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તમેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. બે દિવસની અંદર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં àª
રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત  રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફરી એક વખત ગુજરાતની ધરતી પર આગમન થઇ ચુક્યું છે. નરેન્દ્ર મોદી આજે એટલે કે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજધાની દિલ્હીથી ખાસ વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તમેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. બે દિવસની અંદર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટથી વડાપ્રધાન ગાંધીનગર રાજભવન જવા રવાના થયા હતા. જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે.
એરપોર્ટ પર સ્વાગત
અમદાવાદ એરપોર્ટ પર આવેલા વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સી.આર. પાટીલ પહોંચ્યા હતા. આ સિવાય મંત્રી જગદીશ વિશ્વકર્મા, શેહેરના મેયર કિરીટ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા સહિતના અધિકારીઓ પણ એરપોર્ટ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પહોંચ્યા હતા. ત્યાંથી રાજભવન પહોંચેલા વડાપ્રધાનનું સ્વાગત રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તો ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ તેમની સાથે રાજભવન પહોંચ્યા હતા. 
માતાને મળીને આશિર્વાદ લેશે
આવતી કાલ એટલે કે 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો 100મો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં તેમના માતા હીરાબેન મોદીના નિવાસસ્થાને તેમના આશિર્વાદ મેળવવા જશે. આ પ્રસંગે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પણ પૂજાનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન સામેલ થાય તેવી પણ શક્યતા રહેલી છે. જો કે વડાપ્રધાન માતાને મળવા ક્યારે જશે તે અંગે કોઇ માહિતી નથી.
સવારમાં પાવાગઢ જશે વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છે. સવારે 11.00 વાગ્યે વડાપ્રધાન પાવાગઢ પહોંચશે જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ થશે. આ વાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે.
વડોદરામાં વિશાળ જનસભા
આ સિવાય વડોદરામાં પણ વડાપ્રધાનના એક કાર્યક્રમનું આયોજન છે.  નરેન્દ્ર મોદી વડોદરાને કેન્દ્રીય યુનિવર્સિટીના રૂપમાં મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. આવતીકાલે પીએમ ગાંધીનગર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમિપૂજન કરશે. તેમની મુલાકાત દરમિયાન, પીએમ પાણી વિતરણ સંબંધિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન પણ કરશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, છેલ્લા બે મહિનામાં વડાપ્રધાનની આ ચોથી ગુજરાત મુલાકાત હશે, જ્યાં તેઓ વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે.
Tags :
Advertisement

.

×