Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ખેડૂતો પર બોજ નહીં પડવા દઇએ : નરેન્દ્ર મોદી

વડાપ્રાધન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. સવારે વડાપ્રધાને આટકોટમાં કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું. તો ગૃહમંત્રી અમિત શાહે ભગવાન દ્વારકાધીશના દર્શન અને પૂજા કરી હતી. ત્યારે બપોર બાદ બંને નેતાઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગરના મહાત્મા મંદર ખાતે આયોજિત સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમાં વડાપ્રધાન સંબોધન કરશે. આ સેમિનારની
11:06 AM May 28, 2022 IST | Vipul Pandya

વડાપ્રાધન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. સવારે વડાપ્રધાને આટકોટમાં કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું. તો ગૃહમંત્રી અમિત શાહે ભગવાન દ્વારકાધીશના દર્શન અને પૂજા કરી હતી. ત્યારે બપોર બાદ બંને નેતાઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગરના મહાત્મા મંદર ખાતે આયોજિત સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમાં વડાપ્રધાન સંબોધન કરશે. આ સેમિનારની અંદર રાજ્યની વિવિધ સહકારી મંડળીઓના સાત હજાર કરતા પણ વધારે સભ્યો ભાગ લઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાથી કલોલમાં ઇફ્ફકોના નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ

કોઇ પણ ક્ષેત્ર હોય ગુજરાતે સહકારિતાની આત્માને બચાવી રાખવાનું કામ કર્યુ છે : અમિત શાહ
કાર્યક્રમની શરુઆતમાં પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યુ હતું. તેમણે સંબોધનની શરુઆત કરતા કહ્યું કે આજે આ મંચ પરથી બે કાર્યક્રમ એક સાથે થઇ રહ્યા છે. એક સહકાર સે સમૃદ્ધિ સંમેલન અને બીજું આજના જ દિવસે જ મોદીજીએ જે કલ્પના કરી છે કે પાણી પણ પ્રદૂષિત ના થાય, જમીન પણ પ્રદૂષિત ના થાય તેવા ભારતના સ્વપ્ન સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું ભરવા જઇ રહ્યા છે. ઇફ્ફકોના નેનો યુરિયાના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થવા જઇ રહ્યું છે. ગુજરાત સહકારિતા આંદોલનનું દેશભરમાં સફળ મોડેલ છે. કોઇ પણ ક્ષેત્ર હોય ગુજરાતે સહકારિતાની આત્માને બચાવી રાખવાનું કામ કર્યુ છે. જેનું ગુજરાતના તમામ સહકારિતા આંદોલનના કાર્યકર્તાઓને ગૌરવ છે. 
આઝાદીના સમયે સરદાર પટેલ અને મોરારજીભાઇ દેસાઇએ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સહકારિતા આંદોલનની શરુઆત કરી હતી. ત્યારબાદ ત્રિભુવનદાસ પટેલ, વૈકુંઠભાઇ મહેતાથી લઇને અનેક લોકો આ આંદોલન સાથે જોડાયા. તેનું જ ફળ છે કે આ આંદોલન આજે વટવૃક્ષ બન્યું છે. આજે હું સૌથી પહેલા સહાકારિતા આંદોલન સાથે જોડાયેલા ભાઇઓ બહેનોને અને કરોડો ખેડૂતોને એક વાત કહેવા માંગુ છું કે હું ઘણી નાની ઉંમરે સહકારિતા આંદોલન સાથે જોડાયેલો છું. જ્યારેથી જોડાયો ત્યારથી તમામ લોકોની માગ હતી કે કેન્દ્ર સરકારમાં સહકારિતા માટે એક અલગ મંત્રાલય બનાવવામાં આવે. જેના પર કોઇએ ધ્યાન ના આપ્યું. જ્યારે નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ક્રાંતિકારી નિર્ણય કર્યો. ભારત સરકારે સહકારિતા મંત્રાલયની રચના કરી. સહકારિતા મંત્રાલય રચવાનો આ નિર્ણય આગામી 100 વર્ષ સુધી આ આંદોલનને નવું જીવન આપશે. 
સાતથી આઠ વર્ષ પહેલા ખેડૂતો ખાતર માટે દંડ ખાતા હતા : નરેન્દ્ર મોદી
દેશભરના લાખો ખેડૂતો આજે ગાાંધીનગરના મહાત્મા મંદિર સાથે જોડાયેલા છે. આજે અહીં આપણે સહકારથી સમૃદ્ધિની ચર્ચા કરી રહ્યા છીએ. સહકાર ગામડાઓના સ્વાવલંબનનું પણ માધ્યમ છે. તેમાં આત્મનિર્ભર ભારતની ઉર્જા છે. આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગામડાનું આત્મનિર્ભર થવું જરુરી છે. માટે બાપુ અને સરદાર સાહેબે જે રસ્તો બતાવ્યો તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગુજરાતના એવા છ ગામ પસંદ કરવામાં આવ્યા છે કે જ્યાં સંપૂર્ણ રીતે કોઓપરેટિવ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આજે આત્મનિર્ભર ખેતી માટે દેશના પહેલા નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ કરતા સમયે હું એક વિશેષ આનંદની અનુભૂતિ કરું છું.
હવે યુરિયાની એક થેલીની ક્ષમતા એક બોટલમાં આવી ગઇ છે. નેનો યુરિયાની અડધા લીટરની બોટલ ખેડૂતની એક થેલી યુરિયાની જરુરિયાત પુરી કરશે. કેટલો ખર્ચ બચી જશે. ખાસ કરીને નાના ખેડૂતો માટે કેટલો મોટો ફાયદો છે. કલોલમાં લાગેલા આધુનિક પ્લાન્ટની ક્ષમતા દોઢ લાખ બોટલના ઉત્પાદનની છે. આવનારા સમયમાં આવા આઠ પ્લાન્ટ દેશમાં બનશે. જેથી વિદશ પર યુરિયાની નિર્ભરતા ઓછી થશે અને દેશનો પેસા પણ બચશે. મને આશા છે કે આ સંશોધન માત્ર નેનો યુરિયા સુધી સિમિત નહીં રહે.
ભારત ખાતરના વપરાશમાં દુનિયામાં બીજા નંબર પર આવે છે, જ્યારે ઉત્પાદનમાં આપણે ત્રીજા નંબર પર આવીએ છીએ. સાત આઠ વર્ષ પહેલા સુધી આપણે ત્યાં મોટાભાગનું યુરિયા ખેતરમાં જવાને બદલે કાળાબજારીનો શિકાર બનતું હતું. ખેડૂતો પોતાની જરુરિયાત માટે લાઠીઓ ખાવા મજબૂર બનતા હતા. આપણે ત્યાં યુરિયાની જે મોટી ફેક્ટરી હતી તે પણ નવી ટેકનોલોજીના અભાવે બંધ થઇ ગઇ હતી. માટે 2014માં સરકાર બન્યા બાદ અમે યુરિયાની 10 નીમ કોટિંગનું બીડું ઉપાડ્યું. જેથી દેશના ખેડૂતોને પુરતું યુરિયા મળવા લાગ્યું.  સાથે જ પાંચ રાજ્યોમાં બંધ પડેલા ખાતરના કારખાના શરુ કરવાનું કામ કર્યું.
ભારત પોતાની જરુરિયાતના ચોથા ભાગનું ખાતર આયાત કરે છે. પરંતુ પોટાશ અને ફોસ્ફેટના મામલે તો આપણે 100 ટકા નિકાસ કરવી પડે છે. છેલ્લા બે વર્ષઓમાં કોરના લવોકડાઉનના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાતરની કિંમત વધી ગઇ. તેવામાં યુદ્ધ પણ શરુ થયું. જેથી વૈશ્વિક માર્કેટમાં કિંમતો ફરી વધી. તેવામાં અમારી સરકારે નક્કી કર્યુ કે સ્થિતિ પડકારજનક છે, પરંતુ અમે ખેડૂતો પર તેની અસર નહીં પડવા દઇએ. જેથી દરેક મુશ્કેલ બાદ પમ દેશમાં ખાતરનું સંકટ ઉભું નથી થવા દીધું. ભારત વિદેશો પાસેથી યુરિયા મંગાવે છે. જેમાં યુરિયાની 50 કિલોની એક થેલી સાડા ત્રણ હજાર રુપિયાનું પડે છે. પરંતુ ખેડૂતોને તે જ યુરિયાની થેલી માત્ર 300 રુપિયામાં આપવામાં આવે છે. એટલે કે એક થેલી યુરિયા પર સરકાર 3,200 રુપિયાનો ખર્ચ ઉઠાવે છે. આ જ રીતે ડીએપીના 50 કિલોની થેલી પર  અમારી સરાકર 2,500 રુપિયાનો ખર્ચ ઉઠાવે છે.
ખેડૂતોના હિતમાં જે પમ જરુરી છે તે અમે કરી રહ્યા છીએ અને કરતા રહીશું. આપણે વિચારવું પણ જોઇએ કે શું એકવીસમી સદીમાં આપણે આપણા ખેડૂતોને માત્ર વિદેશી પરિસ્થિતિ પર નિર્ભર રાખી શકીએ? દર વર્ષે આ જે લાખો કરોડ રુપિયા કેન્દ્ર સરકાર ખર્ચ કરી રહી છે તે વિદેશ કેમ જાય? શું આ પૈસા દેસના ખેડૂતોને કામ ના આવવા જોઇએ? મોંઘા ખાતરથી ખેડૂતોના વધતા ખર્ચાનું કોઇ સામાધાન આપણે ના શોધવું જોઇએ? આ એ સવાલ છે કે ભૂતકાળની દરેક સરકાર સામે આવ્યા છે. જો કે પહેલા માત્ર તાત્કાલિક સામાધાન શોધવામાં આવ્યું. આગળ આવી સમસ્યા ના આવે તે માટે ઘણો સિમિત પ્રયાસ કરવામાં આવ્યો. છેલ્લા આઠ વર્ષોમાં અને તાત્કાલિક ઉપાય પણ કર્યા છે અને સમસ્યાના સ્થાયી સમાધાન પણ શોધ્યા છે.  
કોરોના મહામારી જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં ના બને તે માટે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. ખાદ્ય તેલની સમસ્યા ઓછી થાય તે માટે પમ કામ થઇ રહ્યું છે. બાયો ફ્યુલ અને ગ્રીન હાઇડ્રોજન પર પણ પ્રયાસ થઇ રહ્યા છે. આ જ પ્રકારે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રાત્સાહન આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. હું ગુજરાતના ખેડૂતોને વિશેષ રીતે અભિનંદન આપવા માગુ છુ કે ગુજરાતના ખેડૂતો પ્રગતિશીલ અને સાહસી છે. પ્રાકૃતિક ખેતી પ્રત્યે હવે ગુજરાતના નાના ખેડૂતો પણ વળી રહ્યા છે. લાખોની સંખ્યામાં ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે જેમાં ગુજરાતનો મોટો હિસ્સો છે. તે ગ્રામીણ અર્થતંત્રમાં પણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ ધંધો મોટે ભાગે અમારી માતાઓ અને બહેનો સંભાળે છે. ભારતના નાના ખેડૂતો અને ભૂમિહીન મજૂરો માટે તે મોટો ટેકો છે. છેલ્લા દાયકાઓમાં ગુજરાતમાં વધુ સમૃદ્ધિ જોવા મળી છે, તો તેનું મુખ્ય કારણ ડેરીને લગતું સહકારી વિભાગ રહ્યું છે.
સહકારી સંસ્થાઓએ ગુજરાતમાં મહિલાઓની આત્મનિર્ભરતાને મોટું પરિમાણ આપ્યું છે. લિજ્જત પાપડ વિશ્વભરમાં એક મોટી બ્રાન્ડ બની ગઈ છે. અમારી સરકારે લિજ્જત પાપડની માતાને પદ્મ પુરસ્કાર આપ્યો. અમૂલની સાથે લિજ્જત પણ એક બ્રાન્ડ બની ગઈ છે. અમે સબકા પ્રયાસ સાથે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્રને અનુસરી રહ્યા છીએ. આ સહકારીની સીમાઓના આત્માની અંદરના મંત્રો છે. આ ઉદ્દેશ્ય સાથે, કેન્દ્રમાં સહકારીતા માટે એક અલગ મંત્રાલયની રચના કરવામાં આવી હતી અને દેશમાં સહકારીતા આધારિત આર્થિક મોડલને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. સહકારી મંડળીઓને બજારમાં સ્પર્ધાત્મક બનાવવાનો અમારો પ્રયાસ છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારની સૌથી મોટી તાકાત વિશ્વાસ, સહકાર છે. તેમણે કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં અમે નાના વેપારીઓને પણ સશક્ત બનાવી રહ્યા છીએ. નાના દુકાનદારો અને વ્યાપારીઓને પણ સમાન તકો પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાત વેપાર વ્યવસાયની પરંપરા સાથે જોડાયેલું છે. ભૂતકાળની જીતમાં પણ સુધારો થયો છે, તે બધા આપત્તિને તકમાં બદલવાના પ્રયાસો છે.
Tags :
AMITSHAHBJPCooperationGandhinagarGujaratFirstGujratNarendraModiSahkarseSamridhhiઅમિતશાહગાંધીનગરનરેન્દ્રમોદીસહકારથીસમૃદ્ધિ
Next Article