Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચ-દહેજને જોડતો નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ જર્જરિત છતાં ભારે વાહનોની અવરજવર યથાવત

ભરૂચ-દહેજને જોડતો નંદેલાવ ફ્લાયઓવર બ્રિજનો કેટલો હિસ્સો ૧૫ દિવસ અગાઉ ધસી પડયો હતો. જેના કારણે ફ્લાય ઓવર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. પરંતુ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતાં જર્જરિત બની ગયેલા બ્રિજની ગોકળ  ગતિએ કામગીરી શરૂ કરી ભારે વાહનો જર્જરિત બ્રિજ ઉપરથી પસાર કરવામાં આવતા લોકો જોખમી મુસાફરી કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે નંદેલાવ ફ્લાય ઓવરબ્રિજ જર્જરિત હોય અà
ભરૂચ દહેજને જોડતો નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ જર્જરિત છતાં ભારે વાહનોની અવરજવર યથાવત
Advertisement
ભરૂચ-દહેજને જોડતો નંદેલાવ ફ્લાયઓવર બ્રિજનો કેટલો હિસ્સો ૧૫ દિવસ અગાઉ ધસી પડયો હતો. જેના કારણે ફ્લાય ઓવર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. પરંતુ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતાં જર્જરિત બની ગયેલા બ્રિજની ગોકળ  ગતિએ કામગીરી શરૂ કરી ભારે વાહનો જર્જરિત બ્રિજ ઉપરથી પસાર કરવામાં આવતા લોકો જોખમી મુસાફરી કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે નંદેલાવ ફ્લાય ઓવરબ્રિજ જર્જરિત હોય અને ભારે વાહનોની અવર જવરના કારણે ધસી પડે અને મોટી હોનારત સર્જાય તો તેને જવાબદાર કોણ? તેવા પ્રશ્નો ઉભા થયા છે.
ભરૂચ-દહેજને જોડતો નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ એબીસી ચોકડી થી ભરૂચ તરફ જવાના માર્ગ ઉપર નંદેલાવ ફ્લાય ઓવર બ્રિજનો ફૂટપાથ પરનો કેટલો હિસ્સો ધસી પડયો હતો ફ્લાય ઓવર બ્રિજનો કેટલો હિસ્સો ધસી પડવાની ઘટનામાં કોઇ મોટી હોનારત સર્જાઈ ન હતી પરંતુ વાહનોને મોટું નુકસાન સર્જાયું હતું. નંદલાલા બ્રીજનો હિસ્સો ધસી પડવાની ઘટનાને પગલે વાહન વ્યવહારને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો અને ફ્લાય ઓવર બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા નંદેલાવ ફ્લાય ઓવર બ્રિજની કામગીરી ગોકળ ગતિએ શરૂ કરવામાં આવી છે અને ટ્રાફિકજામની સમસ્યાને લઇ અત્યંત જર્જરિત બની ગયેલો નંદેલાવ બ્રીજ ભારે વાહનોથી ધમધમતા થતાં જર્જરિત બની ગયેલો ફ્લાયઓવર બ્રિજ જમ્પિંગ થઈ રહ્યો છે.
 જેના કારણે ગમે ત્યારે નંદેલાવ ધસી પડે તેવો ભય ઊભો છે અત્યંત જર્જરિત નંદેલાવ બ્રીજ હોવા છતાં ભારે વાહનોની અવરજવરને લઈ મોટી હોનારત સર્જાય તેવો ભય ઊભો થયો છે. જર્જરિત બની ગયેલા નંદલાલ ફ્લાયઓવર બ્રિજ ઉપરથી શાળાએ જતી લક્ઝરી બસો વાહનો સાથે દહેજ તરફ જતા ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા છે જેના કારણે જર્જરિત બ્રિજ ઉપર વાહનોનું ભારણ વધવાના કારણે બ્રિજ વધુ જર્જરિત બની રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Tags :
Advertisement

.

×