નામીબિયાએ શ્રીલંકાને હરાવી મોટો અપસેટ સર્જ્યો
એશિયન ચેમ્પિયન શ્રીલંકા (SriLanka) ક્રિકેટ ટીમને ICC T20 વર્લ્ડ કપ (World Cup) 2022 ની શરૂઆતની મેચમાં નામીબિયા સામે 55 રને હારનો સામનો કરવો પડ્યો છે. રાઉન્ડ 1 ની પ્રથમ મેચમાં, ઓસ્ટ્રેલિયાના જીલોંગના સિમોન્સ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ નામીબિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 163 રન બનાવ્યા હતા અને ત્યારબાદ શ્રીલંકાની ટીમને 19 ઓવરમાં 108 રન પર આઉટ કરી દીધું હતું. આ હાર બાદ શ્રીલંકાને સુપર 12માં પહોંચવાની
એશિયન ચેમ્પિયન શ્રીલંકા (SriLanka) ક્રિકેટ ટીમને ICC T20 વર્લ્ડ કપ (World Cup) 2022 ની શરૂઆતની મેચમાં નામીબિયા સામે 55 રને હારનો સામનો કરવો પડ્યો છે. રાઉન્ડ 1 ની પ્રથમ મેચમાં, ઓસ્ટ્રેલિયાના જીલોંગના સિમોન્સ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ નામીબિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 163 રન બનાવ્યા હતા અને ત્યારબાદ શ્રીલંકાની ટીમને 19 ઓવરમાં 108 રન પર આઉટ કરી દીધું હતું. આ હાર બાદ શ્રીલંકાને સુપર 12માં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. T20I ક્રિકેટમાં 39 મેચોમાં નામીબિયાની આ 27મી જીત છે. ટોપ-5 રમી રહેલા રાષ્ટ્રો સામે ટીમની જીતમાં આયર્લેન્ડ સામેની એક, ઝિમ્બાબ્વે સામેની ત્રણ અને હવે શ્રીલંકા સામેની એક જીતનો સમાવેશ થાય છે.
નામીબિયાનો જાન ફ્રિલિંક મેન ઓફ ધ મેચ
નામીબિયા માટે જાન ફ્રિલિંકે 28 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બોલિંગમાં પણ બે વિકેટ ઝડપી હતી. ફ્રીલિંકને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બેન શિકોન્ગો પ્રથમ મેચમાં હેટ્રિક લેવાનું ચૂકી ગયો હતો.તેણે મેચમાં 2 વિકેટ ઝડપી હતી. બર્નાર્ડ શોલ્ટ્ઝને પણ બે સફળતા મળી હતી.
ફ્રીલિંક અને સ્મિતની જોડીએ જોરદાર બેટિંગ કરી
નામીબિયાએ 14.2 ઓવરમાં 93 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે એવું લાગતું હતું કે તેઓ 150 રન સુધી પણ પહોંચશે નહીં, પરંતુ ફ્રીલિંક અને સ્મિતની જોડીએ જોરદાર બેટિંગ કરી અને સાતમી વિકેટ માટે 70 રન જોડ્યા. ફ્રીલિંકે 28 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા જ્યારે સ્મિતે 16 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 31 રન ફટકારીને શ્રીલંકાને 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
શ્રીલંકાની 55 રને હાર
આ લક્ષ્યના જવાબમાં શ્રીલંકાએ એક સમયે 40 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ભાનુકા રાજપક્ષે (20) અને કેપ્ટન દાસુન શનાકા (29) એ ઇનિંગ્સ સંભાળ્યા બાદ પાંચમી વિકેટ માટે 34 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ રાજપક્ષે 74 રને આઉટ થતાં જ શ્રીલંકાની વિકેટો પડવા માડી હતી. એશિયા કપ વિજેતા શ્રીલંકાની ટીમ 34 રનમાં છેલ્લી પાંચ વિકેટ ગુમાવ્યા બાદ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. તેના સિવાય ભાનુકા રાજપક્ષેએ 20 અને ધનંજય ડી સિલ્વાએ 12 રન બનાવ્યા હતા.
હવે મંગળવારે યુએઇ સામે મેચ
આ હાર બાદ હવે પૂર્વ ચેમ્પિયન શ્રીલંકાએ આગામી 48 કલાક પછી જ તેની બીજી મેચ રમવાની છે. શ્રીલંકાની ટીમ ટૂર્નામેન્ટમાં તેની આગામી મેચ મંગળવારે યુએઈ સામે આ જ મેદાન પર રમશે.
Advertisement