Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મૌની રોયથી નાગાર્જુનનો લૂક આવ્યો સામે, 'બ્રહ્માસ્ત્ર' ટ્રેલરની રિલીઝ ડેટ આવી સામે

ફિલ્મ બ્રહ્માસ્ત્રની ટ્રેલર રિલીઝ ડેટ સામે આવી છે. આજે રિલિઝ થયેલા પ્રોમો વિડિયોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અદભૂત દેખાય છે. મૌની રોયનો લૂક ઘણો ડરામણો રાખવામાં આવ્યો છે, જેના પરથી એવું માનવામાં આવે છે કે તેનું પાત્ર નેગેટિવ હોઈ શકે છે. પ્રોમો વિડિયો જાહેર આ સાથે જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. નિર્માતાઓએ પ્રà«
મૌની રોયથી નાગાર્જુનનો લૂક આવ્યો સામે   બ્રહ્માસ્ત્ર  ટ્રેલરની રિલીઝ ડેટ આવી સામે
ફિલ્મ બ્રહ્માસ્ત્રની ટ્રેલર રિલીઝ ડેટ સામે આવી છે. આજે રિલિઝ થયેલા પ્રોમો વિડિયોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અદભૂત દેખાય છે. મૌની રોયનો લૂક ઘણો ડરામણો રાખવામાં આવ્યો છે, જેના પરથી એવું માનવામાં આવે છે કે તેનું પાત્ર નેગેટિવ હોઈ શકે છે. 

પ્રોમો વિડિયો જાહેર 
આ સાથે જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. નિર્માતાઓએ પ્રોમોવિડિયો જાહેર કરીને ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ જ વીડિયોમાં મૌની રોય અને નાગાર્જુનનો લૂક પણ સામે આવ્યો છે. આ સિવાય રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન સહિત ઘણા મહત્વના કલાકારોના લૂકની સારી ઝલક આપવામાં આવી છે.
Advertisement

મૌની રોયનો જબરદસ્ત લુક સામે આવ્યો
વિડિયોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અદ્ભુત દેખાઈ રહ્યા છે. મૌની રોયનો લૂક ઘણો ડરામણો રાખવામાં આવ્યો છે, જેના પછી એવું માનવામાં આવે છે કે તેનું પાત્ર નેગેટિવ હોઈ શકે છે. આ 32 સેકન્ડના વિડિયોની શરૂઆતમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બતાવવામાં આવ્યા છે, પછી બાકીના પાત્રોના લુક્સ એક પછી એક જાહેર થાય છે.
બ્રહ્માસ્ત્રનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે?
વીડિયોના અંતમાં રણબીર કપૂરનો અવાજ આવે છે જે કહે છે – હવે ગેમ શરૂ થાય છે. ફિલ્મનું ટ્રેલર 15 જૂને સોશિયલ મીડિયા અને સિનેમાઘરોમાં રિલીઝ થશે. પરંતુ તે પહેલા જે ટીઝર વિડીયો રીલીઝ કરવામાં આવ્યો છે તે એક વાત સ્પષ્ટ કરે છે કે મેકર્સે ખુબ જ હેવી ગ્રાફિક્સ અને સ્પેશિયલ ઈફેક્ટ્સનો ઉપયોગ કર્યો છે.
લોકોની પ્રતિક્રિયા કેવી છે?
ફિલ્મનું બજેટ આટલું વધારે હોવાથી લોકો હવે આ ફિલ્મથી ઘણી અપેક્ષા રાખી રહ્યાં છે. લોકોની પ્રતિક્રિયાની વાત કરીએ તો તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફેન્સ ટ્રેલરની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીઝર વીડિયો જોઈને એક યુઝરે લખ્યું- અમેઝિંગ. આ ફિલ્મ આપણી કલ્પના બહારની લાગે છે. હિંદુ પૌરાણિક કથાઓ માટે એક અલગ અભિગમ


Advertisement


આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે
બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મ 09 સપ્ટેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ ટ્રાયોલોજી સીરિઝ હશે, જેના પહેલા ભાગનું નામ 'શિવા' છે.
Tags :
Advertisement

.