Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નડિયાદ રેલવે સ્ટેશનને બનશે વર્લ્ડ ક્લાસ સ્ટેશન, આટલા સમયમાં કામ પૂર્ણ કરવાનો છે ટાર્ગેટ

નડિયાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવશેસરદારની વિચારસરણીના આધારે ડિઝાઈન બનાવવવામાં આવશેસ્થિનિક આર્કિટેક પણ આ ડિઝાઈન બનાવવામાં જોડાઈ શકે છેકેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. તેમણે નડિયાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે. નડીયાદ સરદાર પટેલની ભૂમિ છે અને અહીંનું રેલવે સ્ટેશનની ડિઝાઈન સરદારનà
નડિયાદ રેલવે સ્ટેશનને બનશે વર્લ્ડ ક્લાસ સ્ટેશન  આટલા સમયમાં કામ પૂર્ણ કરવાનો છે ટાર્ગેટ
  • નડિયાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે
  • સરદારની વિચારસરણીના આધારે ડિઝાઈન બનાવવવામાં આવશે
  • સ્થિનિક આર્કિટેક પણ આ ડિઝાઈન બનાવવામાં જોડાઈ શકે છે
કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. તેમણે નડિયાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે. નડીયાદ સરદાર પટેલની ભૂમિ છે અને અહીંનું રેલવે સ્ટેશનની ડિઝાઈન સરદારના વિચારોથી પ્રેરિત હશે. નડિયાદ રેલવે સ્ટેશન પર સરદાર પટેલની પ્રતિમા મુકવામાં આવશે અને સ્થાનિક આર્કિટેક્ટને આ પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે તેવી જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીએ કરી છે.
સરદારના વિચારોથી પ્રેરિત ડિઝાઈન હોવી જોઈએ : રેલમંત્રીશ્રી
નડીયાદ ખાતે રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, નડિયાદ સ્ટેશનનને વર્લ્ડ ક્લાસ સ્ટેશનની શ્રેણીમાં સામેલ કરવા માટે સૌની માંગ આવતા રેલવે બોર્ડે કામ કરી, માત્ર બે કલાકની અંદર સેક્શન ઓર્ડર આવ્યો. આ સરદાર સાહેબની ભૂમિ છે. આ એક પવિત્ર ભૂમિ છે જેણે એવો સપૂત આપ્યો જેણે દેશને જોડ્યો. આવા સરદાર સાહેબની ભાવનાને લઈને, તેના વિચારને લઈને તેમના કાર્યોને લઈને નડિયાદ સ્ટેશનની ડિઝાઈન હોવી જોઈએ.
તેમણે કહ્યું કે, સ્થાનિક આર્કિટેક આમાં જોડાય, ખાસ કરીને સિવિલ એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓ આમાં જોડાય, ઈતિહાસના વિદ્યાર્થીઓ જોડાય અને સાથે મળીને આની ડિઝાઈન બનાવો. હું તમને વચન આપું છું જે દિવસે તમે આની ડિઝાઈન મને આપશો હું રૂબરૂ આવીને સાથે મળીને કામ શરૂ કરીશું. લક્ષ્ય રાખીએ છીએ કે, 24 મહિનામાં સ્ટેશન તૈયાર થઈ જવું જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.