Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nadiad News : નડિયાદ GIDC માં અથાણાના સ્ટોરમાં લાગી આગ, ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ

નડિયાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અથાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. ADS ફૂડ્સ યુનિટ-2 માં બીજા માળે આગ લાગી હતી. આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને લગભગ કલાકની...
nadiad news   નડિયાદ gidc માં અથાણાના સ્ટોરમાં લાગી આગ  ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ
Advertisement

નડિયાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અથાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. ADS ફૂડ્સ યુનિટ-2 માં બીજા માળે આગ લાગી હતી. આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને લગભગ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisement

Advertisement

મહત્વનું છે કે, નડિયાદમાં GIDC માં આવેલી ADS ફૂડ્સ કંપનીના બીજા માળે આવેલા યુનિટ 2 માં આગ લાગી હતી. જ્યાં અથાણામાં વપરાતા મસાલાના સ્ટોર આવેલા છે. સ્ટોરમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં ફાયર સેફટી હોવાના કરને સ્પ્રીંક લેવલ પણ ચાલુ થઇ ગયું હતું. જોકે આગ વધુ વિકરાળ હોવાથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

Advertisement

ફાયરની ટીમને ઘટનાની જાણ થતા જ તેઓ સ્થળે પહોંચી ગયા હતા અને આશરે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળ થયા હતા. આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. હાલમાં આગના કારણે કેટલું નુકસાન થયું છે તે કોઈ જાણકારી મળી નથી.

આ પણ વાંચો : Ahmedabad : Iskcon Bridge પાસે પોલીસની મેગા ડ્રાઈવ, વાહન ચેકિંગ દરમ્યાન ઝડપી દારૂની બોટલ

Tags :
Advertisement

Trending News

.

×