Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તેમના રૂમમાં અને રૂમાલ પર લોહીના ડાઘા મળ્યા, શેન વોર્નના મોતને લઈને થાઈલેન્ડ પોલીસે કર્યો મોટો ખુલાસો

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી શેન વોર્નનું શુક્રવારે થાઈલેન્ડમાં અવસાન થયું. તેની ઉંમર માત્ર 52 વર્ષની હતી અને તેના અચાનક મૃત્યુના સમાચાર આવતા સમગ્ર ક્રિકેટ જગત આઘાતમાં આવી ગયું હતું. હવે થાઈલેન્ડ પોલીસે શેન વોર્નના મોત મામલે મોટો ખુલાસો કર્યો છે. વેકેશન પર ગયેલા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા તે વિલાની તપાસ કરતી વખતે થાઈલેન્ડ પોલીસને શેન
તેમના રૂમમાં અને રૂમાલ પર લોહીના ડાઘા મળ્યા 
શેન વોર્નના મોતને લઈને થાઈલેન્ડ પોલીસે કર્યો મોટો ખુલાસો

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી
શેન વોર્નનું શુક્રવારે થાઈલેન્ડમાં અવસાન થયું. તેની ઉંમર માત્ર
52 વર્ષની હતી અને તેના અચાનક મૃત્યુના સમાચાર આવતા સમગ્ર ક્રિકેટ જગત
આઘાતમાં આવી ગયું હતું. હવે થાઈલેન્ડ પોલીસે શેન વોર્નના મોત મામલે મોટો ખુલાસો
કર્યો છે. વેકેશન પર ગયેલા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે જ્યાં અંતિમ શ્વાસ લીધા
હતા તે વિલાની તપાસ કરતી વખતે થાઈલેન્ડ પોલીસને શેન વોર્નના રૂમના ફ્લોર અને ટુવાલ
પર
'લોહીના ડાઘ' મળ્યા હતા.

Advertisement


શુક્રવારે રાત્રે થાઈ ઈન્ટરનેશનલ
હોસ્પિટલમાં ડોક્ટરોએ વોર્નને મૃત જાહેર કર્યો હતો. અગાઉ તેના મિત્રોએ તેને લક્ઝરી
વિલામાં
CPR આપ્યું હતું. રવિવારે એક ખાનગી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે થાઈ પોલીસને વોર્ન જ્યાં
રોકાયો હતો તે રૂમના ફ્લોર અને ટુવાલ પર લોહી જોવા મળ્યું હતું. સ્થાનિક પ્રાંતીય
પોલીસના કમાન્ડર સૈત પોલ્પિનિતે થાઈ મીડિયાને જણાવ્યું હતું કે રૂમમાં ઘણું લોહી
હતું.

Advertisement


મળતી માહિતી મુજબ વોર્ને તાજેતરમાં એક
ડૉક્ટર
કાર્ડિયોલોજિસ્ટની મુલાકાત લીધી હતી.
જો કે
તેણે તેને શંકાસ્પદ મૃત્યુ તરીકે
જોવાનો ઇનકાર કર્યો હતો. વોર્ન તેના મિત્રો સાથે કોહ સમુઈ ટાપુ પર રજાઓ માણવા ગયો
હતો. સ્થાનિક પોલીસની માહિતી અનુસાર વોર્નના એક મિત્રએ જણાવ્યું કે પૂર્વ ક્રિકેટર
સાંજે
5 વાગ્યે કોઈ જવાબ આપી રહ્યો ન હતો.
એમ્બ્યુલન્સની રાહ જોતી વખતે મિત્રોના ગૃપે વોર્ન માટે
CPR કર્યું. વોર્નના મેનેજમેન્ટે પાછળથી તેમના મૃત્યુની પુષ્ટિ કરતું
ટૂંકું નિવેદન બહાર પાડ્યું.

Advertisement

Tags :
Advertisement

.