જમ્મુ કાશ્મીરમાં PM મોદીની રેલી પહેલા બ્લાસ્ટ પાછળનું રહસ્ય ઉકેલાયું, ડ્રોનથી IED છોડાયાની આશંકા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલી સ્થળથી થોડા અંતરે થયેલા
વિસ્ફોટનું કારણ IED હોઈ શકે છે. અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ રવિવારે વડાપ્રધાન પ્રથમ વખત કેન્દ્રશાસિત પ્રદેશ
પહોંચ્યા હતા. તેમણે સાંબા જિલ્લાના પલ્લી ખાતે આયોજિત પંચાયતી દિવસની ઉજવણીમાં
ભાગ લીધો હતો. મળતી માહિતી મુજબ ડ્રોન દ્વારા IED બોમ્બ
ફેંકવામાં આવ્યા હતા. જે પીએમની મુલાકાતના કલાકો પહેલા થયો હતો. રિપોર્ટ અનુસાર જમ્મુના બિશ્નાહ વિસ્તારના લાલિયન ગામના
રહેવાસીઓએ રવિવારે બ્લાસ્ટની જાણકારી આપી હતી. ત્યારથી સુરક્ષા એજન્સીઓ સતર્ક હતી.
સ્થાનિકોએ દાવો કર્યો છે કે બ્લાસ્ટ પહેલા તેઓએ ડ્રોન જેવો અવાજ પણ સાંભળ્યો હતો.
સુરક્ષા દળોના સૂત્રોએ કહ્યું કે તપાસ એ એંગલથી ચાલી રહી છે કે IED
ડ્રોન દ્વારા છોડવામાં આવ્યો હતો. એક ટોચના
અધિકારીએ કહ્યું, જૈશ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી ગૃપ
છે. આતંકવાદી જૂથો રેલીને રોકવા માંગતા હતા. જૈશ અને એલઈટી બંને પાસે ડ્રોન છે. સૂત્રોનું
માનવું છે કે પીએમ મોદીની રેલી પર હુમલાથી સરહદ પર તણાવ વધી શકે છે. ઘટના બાદ તરત
જ પીએમના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ને લાલિયનમાં
બ્લાસ્ટની જાણકારી આપવામાં આવી હતી. શરૂઆતમાં સ્થાનિક પોલીસે કહ્યું હતું કે રહસ્યમય વિસ્ફોટ ઉલ્કા હોઈ શકે છે. જો
કે પોલીસે તાત્કાલિક આ વિસ્તારમાં
કાર્યવાહી શરૂ કરી હતી અને ફોરેન્સિક માટે માટીના નમૂના લેવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પ્રદેશને લગભગ 20
હજાર કરોડ રૂપિયાની ભેટ આપી છે. કેન્દ્રશાસિત
પ્રદેશ પછી PMએ મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી
આપી હતી. જ્યાં તેમને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
હતો.