Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટ, બ્લાસ્ટમાં પત્ની બાદ પતિનું પણ મોત

અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટની ઘટના બની છે. અરવલ્લીના મેઘરજમાં આવેલા બીટી છાપરા ગામે બ્લાસ્ટ થયો છે. જેમાં એક મહિલાનું દાઝી જતા મોત થયું છે.ડિટોનેટરથી બ્લાસ્ટ કરાયો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ઘટના સ્થળ ઉપરથી ડિટોનેટરના પુરાવા પણ મળી આવ્યા છે. ઘરકંકાસના કારણે આ બ્લાસ્ટ કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મેઘરજમાં ભેદી બ્લાસ્ટના ધડાકાથી આસપાસના લોકો ઘટનાસ્થળà
06:47 AM Feb 25, 2022 IST | Vipul Pandya
અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટની ઘટના બની છે. અરવલ્લીના મેઘરજમાં આવેલા બીટી છાપરા ગામે બ્લાસ્ટ થયો છે. જેમાં એક મહિલાનું દાઝી જતા મોત થયું છે.ડિટોનેટરથી બ્લાસ્ટ કરાયો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ઘટના સ્થળ ઉપરથી ડિટોનેટરના પુરાવા પણ મળી આવ્યા છે. ઘરકંકાસના કારણે આ બ્લાસ્ટ કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મેઘરજમાં ભેદી બ્લાસ્ટના ધડાકાથી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. 
પોલીસને ઘટના અંગે જાણ થતા જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે તપાસ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સાથે જ ડિટોનેટરના પુરાવા પણ મળી આવ્યા હતા. SP  અને DYSP સહિત જિલ્લા પોલીસની ટિમે ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલા બાદ તેના પતિનું પણ આ ઘટનામાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ તો પતિ-પત્ની વચ્ચેના ઝગડાના લીધે ડિટોનેટરથી બ્લાસ્ટ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના મામલે ઈસરી પોલીસે આસપાસના સ્થાનિકોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. અને બ્લાસ્ટ કયા કારણોસર કરવામાં આવ્યો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે 
 
Tags :
AravalliBlastGujaratFirst
Next Article