મ્યાનમારના નેતા આંગ સાન સૂ ચી ને 6 વર્ષની જેલની સજા
સેના શાસિત મ્યાનમારની (Myanmar) એક કોર્ટે સોમવારે દેશની પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ ચી ને (Aung San Suu Kyi) ભ્રષ્ટાચારના વધુ ચાર કેસોમાં દોષિત ઠેરવી વધુ 6 વર્ષની સજા સંભળાવી. એક કાયદા અધિકારીએ આ જાણકારી આપી. સુનવણી બંધ બારણે થઈ અને સુ ચીના વકિલોને કાર્યવાહી વિશે જાણકારીનો ખુલાસો કરવતા રોકી દેવામાં આવ્યા. કોર્ટે સોમવારે સંબંધિત વધુ ચાર કેસમાં નિર્ણય કર્યો.સુ ચી પર આરોપ હતો કે તેમણે સાર્વજનીક જમીનોà
12:32 PM Aug 15, 2022 IST
|
Vipul Pandya
સેના શાસિત મ્યાનમારની (Myanmar) એક કોર્ટે સોમવારે દેશની પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ ચી ને (Aung San Suu Kyi) ભ્રષ્ટાચારના વધુ ચાર કેસોમાં દોષિત ઠેરવી વધુ 6 વર્ષની સજા સંભળાવી. એક કાયદા અધિકારીએ આ જાણકારી આપી. સુનવણી બંધ બારણે થઈ અને સુ ચીના વકિલોને કાર્યવાહી વિશે જાણકારીનો ખુલાસો કરવતા રોકી દેવામાં આવ્યા. કોર્ટે સોમવારે સંબંધિત વધુ ચાર કેસમાં નિર્ણય કર્યો.
સુ ચી પર આરોપ હતો કે તેમણે સાર્વજનીક જમીનોને બજાર કિંમતથી ઓછી કિંમતે ભાડે આપવા પોતાના પદનો દુરૂપયોગ કર્યો તથા ધર્માર્થ ઉદ્દેશ્યો માટે મળેલી દાનની રકમથી એક ઘર બનાવ્યું. તેમને 4-4 કેસોમાં પ્રત્યેકમાં ત્રણ-ત્રણ વર્ષની સજા મળી પરંતુ તેમાંથી ત્રણ કેસોમાં સજા એકસાથે ચાલશે. આ રીતે તેમણે વધારાના 6 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે.
સુ ચીએ પોતાના પર લાગેલા આરોપોનો ઈનકાર કર્યો છે અને તેના વકિલ નિર્ણયની વિરૂદ્ધ અપીલ કરી શકે છે. સેના દ્વારા ચૂંટાયેલી સરકારને હટાવવા અને ફેબ્રુઆરી 2021માં તેમને કસ્ટડીમાં લીધાં બાદ સૂ ચીને અગાઉ જ દેશદ્રોહ, ભ્રષ્ટાચાર (Corruption) અને અન્ય આરોપોમાં 11 વર્ષની કેદની સજા (sentenced) સંભળાવવામાં આવી ચુકી છે.
ઉલ્લેખનિય છે કે, 1 ફેબ્રુઆરી 2021ના મ્યાનમારની સેનાએ દેશનું સુકાન પોતાના હાથમાં લઈ લીધું હતું અને સૂ ચી તથા મ્યાંમારના (Myanmar) અનેક દિગ્ગજ નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સૂ ચીની પાર્ટીએ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં મોટી જીત મેળવી હતી. પરંતુ સેનાનું કહેવું છે કે ચૂંટણીમાં વ્યાપક પ્રમાણમાં ગડબડ થઈ હતી. એક અહેવાલ પ્રમાણે સેનાએ દેશનું સુકાન પોતાના હાથમાં લીધાં બાદ દેશભરમાં થયેલા પ્રદર્શનોને દબાવવા માટે સેનાના ભીષણ બળપ્રયોગમા લગભગ 1800 લોકોના મોત થયાં છે.
Next Article