Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લજામણી

એણે મારી સામે જોયું. શું હતું એ નજરમાં? હું જે જોવા ઇચ્છતો હતો એ ભાવ? કદાચ ના. પણ જે હતું કેટલું આહલાદક હતું એ એને કેમ કરીને સમજાવું? એની એ આંખની લિપી ઉકેલવા મથતો હું એની નજીક સર્યો. એ થોડી સંકોચાઈ, જાણે લજામણી. મારું પૌરુષત્વ અંગડાઈ લઈ બેઠું થયું.  શ્વાસ સ્પર્શી શકાય એટલી નજીક જઈને મેં એને કહ્યું,'લે ,ખાઈ લે.' અને એણે ફરી વાર મારી સામે જોયું. એની આંખોનો ભાવ ઉકેલાયો ને એ સાથે જ હું પણ, જાણે લàª
લજામણી
એણે મારી સામે જોયું. શું હતું એ નજરમાં? હું જે જોવા ઇચ્છતો હતો એ ભાવ? કદાચ ના. પણ જે હતું કેટલું આહલાદક હતું એ એને કેમ કરીને સમજાવું? એની એ આંખની લિપી ઉકેલવા મથતો હું એની નજીક સર્યો. એ થોડી સંકોચાઈ, જાણે લજામણી. મારું પૌરુષત્વ અંગડાઈ લઈ બેઠું થયું.  
શ્વાસ સ્પર્શી શકાય એટલી નજીક જઈને મેં એને કહ્યું,
"લે ,ખાઈ લે." 
અને એણે ફરી વાર મારી સામે જોયું. એની આંખોનો ભાવ ઉકેલાયો ને એ સાથે જ હું પણ, જાણે લજામણી! 
-શ્રદ્ધા ભટ્ટ
Advertisement
Tags :
Advertisement

.