Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એશિયા કપમાં મારી દીકરીએ ભારતનો ઝંડો ફરકાવ્યો હતો, શાહિદ આફ્રિદીનું ચોંકાવનારું નિવેદન

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી જે રીતે ક્રિકેટના મેદાને વિવાદમાં આવતા તેવી જ રીતે તેઓ તેમના નિવેદનોના કારણે પણ ચર્ચાનો વિષય બની રહેતા. આફ્રિદીનો વિવાદો સાથે જાણે ઊંડો સંબંધ રહ્યો છે. અનેક અવસરો પર તેમણે ભારત વિરુદ્ધ વિપરિત નિવેદનો પણ આપ્યા છે. પરંતુ હવે આફ્રિદીએ એક એવી વાત કહી છે, જેને સાંભળીને કોઈ પણ ચોંકી જશે. પછી તે ભારતીય ચાહકો હોય કે પાકિસ્તાની.જીહા, શાહિદ આફ્àª
એશિયા કપમાં મારી દીકરીએ ભારતનો ઝંડો ફરકાવ્યો હતો  શાહિદ આફ્રિદીનું ચોંકાવનારું નિવેદન
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી જે રીતે ક્રિકેટના મેદાને વિવાદમાં આવતા તેવી જ રીતે તેઓ તેમના નિવેદનોના કારણે પણ ચર્ચાનો વિષય બની રહેતા. આફ્રિદીનો વિવાદો સાથે જાણે ઊંડો સંબંધ રહ્યો છે. અનેક અવસરો પર તેમણે ભારત વિરુદ્ધ વિપરિત નિવેદનો પણ આપ્યા છે. પરંતુ હવે આફ્રિદીએ એક એવી વાત કહી છે, જેને સાંભળીને કોઈ પણ ચોંકી જશે. પછી તે ભારતીય ચાહકો હોય કે પાકિસ્તાની.
જીહા, શાહિદ આફ્રિદીએ એક ટીવી ડિબેટ દરમિયાન એક એવી વાત કહી દીધી છે કે જે સાંભળ્યા બાદ તમને પણ કદાચ વિશ્વાસ નહી થઇ શકે. પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદીએ લાઇવ ટેલિવિઝન પર કબૂલ્યું હતું કે, 4 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત વિ. પાકિસ્તાન (INDvsPAK) એશિયા કપ 2022 સુપર-4 મેચ દરમિયાન તેની દીકરીએ 'ભારતનો ધ્વજ' ફરકાવ્યો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટને એક ટીવી ચેનલ પર ખુલાસો કર્યો હતો કે સ્ટેડિયમમાં પાકિસ્તાનના ઝંડાનો ખૂટી પડ્યા હતો, તેથી તેની દીકરીએ રમત દરમિયાન ભારતનો ધ્વજ લહેરાવવો પડ્યો હતો. તેણે કહ્યું- મારી પત્નીએ મને કહ્યું કે સ્ટેડિયમમાં ભાગ્યે જ 10 ટકા પાકિસ્તાની પ્રશંસકો હતા અને બાકીના ભારતીય ચાહકો હતા. ત્યાં પાકિસ્તાની ધ્વજ ઉપલબ્ધ નહોતા તેથી મારી નાની દીકરીએ ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. મને વિડીયો મળ્યો, પણ હું હજું વિચારી રહ્યો છું કે તેને ઓનલાઈન શેર કરું કે નહીં. 
શાહિદ આફ્રિદી અનેક પ્રસંગોએ ભારત વિશે રાજકીય નિવેદનો પણ કરતો રહ્યો છે. આ દરમિયાન તેણે ક્યારેક PoK પર તો ક્યારેક કાશ્મીર પર વાંધાજનક નિવેદનો આપ્યા હતા. પરંતુ આ વખતે આફ્રિદીએ જે કહ્યું છે તેનાથી ચોક્કસપણે બંને દેશો વચ્ચે સારો સંદેશ જશે. આફ્રિદીએ ખુલાસો કર્યો છે કે, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તેની દીકરીએ ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે એશિયા કપ 2022ના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ સુપર 4 મેચમાં પાકિસ્તાનની ટીમે વાપસી કરીને જીત મેળવી હતી. આ મેચમાં 182 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાને મોહમ્મદ રિઝવાનના 51 બોલમાં 71 રનની મદદથી 19.5 ઓવરમાં પાંચ વિકેટે 182 રન બનાવી જીત મેળવી હતી. મોહમ્મદ નવાઝે પણ 20 બોલમાં 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ પહેલા ભારતીય ટીમે વિરાટ કોહલીના 60 રનની મદદથી 181 રન બનાવ્યા હતા.
વળી, જ્યારે એશિયા કપની ફાઈનલની વાત આવે છે, ત્યારે પાકિસ્તાને ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ સોંપી હતી. શ્રીલંકાએ એક સમયે 58 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ભાનુકા રાજપક્ષેના 45 બોલમાં 71 રન અને હસરંગાના 36 રનની મદદથી ટીમને 170 રન સુધી પહોંચાડવામાં મદદ મળી હતી. જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાએ આ મેચ 23 રને જીતીને એશિયા કપ જીતી લીધો હતો.
Advertisement
Tags :
Advertisement

.