ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલીંગ હોવાનો દાવો ફગાવતો મુસ્લિમ પક્ષ, કહ્યું આ તો ફુવારો છે

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલીંગના દાવાને મુસ્લિમ પક્ષે ફગાવી દીધો છે અને તે ફુવારો હોવાનો દાવો કર્યો છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનું કામ પુરુ થઇ ગયું છે. સોમવારે સર્વેની ટીમે નંદીની મૂર્તિની પાસે બનેલા કુવાનો પણ સર્વે કર્યો હતો. તે સમયે હિન્દુ પક્ષે દાવો કર્યો હતોકે  મસ્જિદ પરિસરમાં વજૂ માટે બનાવાયેલા તળાવમાં શિવલીંગ બનેલું છે.ત્યારબાદ કોર્ટે તળાવનà
05:50 AM May 17, 2022 IST | Vipul Pandya
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલીંગના દાવાને મુસ્લિમ પક્ષે ફગાવી દીધો છે અને તે ફુવારો હોવાનો દાવો કર્યો છે. 
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનું કામ પુરુ થઇ ગયું છે. સોમવારે સર્વેની ટીમે નંદીની મૂર્તિની પાસે બનેલા કુવાનો પણ સર્વે કર્યો હતો. તે સમયે હિન્દુ પક્ષે દાવો કર્યો હતોકે  મસ્જિદ પરિસરમાં વજૂ માટે બનાવાયેલા તળાવમાં શિવલીંગ બનેલું છે.ત્યારબાદ કોર્ટે તળાવની આસપાસના વિસ્તારને સીલ કરવાનો આદેશ કર્યો હતો અને અવર જવર પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે માત્ર 20 લોકોને જ મસ્જિદમાં નમાજ પઢવાની અનુમતિ મળી છે. આ મુદ્દા પર મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું કે હિન્દુ પક્ષના આ દાવામાં કોઇ દમ નથી. જે સ્થળે શિવલીંગ મળવાનો દાવો કરાયો છે ત્યાં એક માત્ર ફુવારો છે અને તે સિવાય કંઇ નથી. 
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનું મેનેજમેન્ટ કરનારી અંજુમન ઇતેંજામિયા મસ્જિદ સમિતીના વકીલે કહ્યું કે અરજીકર્તાઓનો શિવલીંગ હોવાનો દાવો ભ્રામક છે. તેમણે કહ્યું કે વજૂખાનામાં કોઇ શિવલીંગ મળ્યું નથી. 
તેમણે કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં વજૂખાનામાં શિવલીંગ નહી પણ ફુવારો છે. હિન્દુ પક્ષ જે સ્થળે શિવલીંગ મળ્યું હોવાનો દાવો કરે છે ત્યાં ખરાબ હાલતમાં ફુવારો મળ્યો છે. તેમણે કહ્યું કે તેઓ કોર્ટના આદેશથી સંતુષ્ઠ નથી. જેમાં વજૂખાનાને સિલ કરવાનો આદેશ કરાયો છે. તેમણે કહ્યું કે કોર્ટે ઝડપથી આદેશ આપી દીધો છે. તે આદેશને તેઓ પડકારશે. 
આ સર્વેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. એક તસવીર તે પણ છે જેમાં વજૂખાનામાં શિવલીંગ હોવાનો દાવો કરાયો છે અને મુસ્લીમ પક્ષ આ દાવાને ફગાવી રહ્યો છે. 
Tags :
GujaratFirstGyanvapimosquesurveyvaransi
Next Article