Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુસ્લિમ બુદ્ધિજીવીઓના એક સમુહની સંઘ પ્રમુખ સાથે બંધબારણે બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરૈશી (S.Y. Quraishi), દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ (Najeeb Jung) સહિત મુસ્લિમ બૌદ્ધિજીવીઓના એક જૂથે તાજેતરમાં RSS પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા માટે એક યોજના તૈયાર કરી.બંધ બારણે બેઠકસુત્રોની જાણકારી પ્રમાણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર લેફ્ટનન્ટ જàª
મુસ્લિમ બુદ્ધિજીવીઓના એક સમુહની સંઘ પ્રમુખ સાથે બંધબારણે બેઠક  આ મુદ્દે થઈ ચર્ચા
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરૈશી (S.Y. Quraishi), દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ (Najeeb Jung) સહિત મુસ્લિમ બૌદ્ધિજીવીઓના એક જૂથે તાજેતરમાં RSS પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા માટે એક યોજના તૈયાર કરી.
બંધ બારણે બેઠક
સુત્રોની જાણકારી પ્રમાણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ઝમીરુદ્દીન શાહ (Zameeruddin Shah), ભૂતપૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકી (Shahid Siddiqui) અને સઈદ શેરવાની (Saeed Sherwani) પણ તાજેતરમાં ઉદ્યાન આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અસ્થાયી કાર્યાલયમાં બંધ બારણે મળેલી બેઠકમાં હાજર હતા. આશરે બે કલાક જેટલી ચાલેલી બેઠક દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા અને આંતર-સમુદાયિક સંબંધો સુધારવા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ મુદ્દે થઈ ચર્ચા
સંઘ (RSS) પ્રમુખ ભાગવત અને બૌદ્ધિકોનું જૂથ સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક સૌહાર્દ અને સમાધાનને મજબૂત કર્યા વિના દેશ પ્રગતિ કરી શકશે નહીં તે વાત પર એકમત થયાં હતા અને બંને પક્ષોએ સાંપ્રદાયિક સંવાદિતા અને સમુદાયો વચ્ચેના મતભેદોને ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પહેલને આગળ વધારવા માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે. દેશના કલ્યાણ માટે ગાંધીવાદી દ્રષ્ટિકોણનું પાલન કરવા પર પણ ચર્ચા થઈ.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ સપ્ટેમ્બર 2019 માં, મોહન ભાગવત  આરએસએસ કાર્યાલયમાં જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના સૈયદ અરશદ મદનીને મળ્યા હતા. મીટિંગ દરમિયાન તેમણે હિંદુઓ-મુસ્લિમો વચ્ચે એકતા મજબૂત કરવા અને મોબ લિંચિંગની ઘટનાઓ સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. આ બેઠકનું સંચાલન RSSના વરિષ્ઠ કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંગઠન સચિવ રામ લાલે કર્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.