Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મસ્કની એન્ટ્રીથી Twitterના કર્મચારીઓની થઇ શકે છટણી, કર્મચારીઓ ચિંતામાં

ટેસ્લા કંપનીના સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક (Elon Musk) ટ્વિટર ડીલ (Twitter Deal)ને લઇને સતત સમાચારોમાં ચમકતા રહે છે.  ટ્વિટર ડિલમાં એક વાર મસ્ક પાછા પડ્યા બાદ હવે તેઓ આ ડિલને પૂરી કરવાની કોશિશો કરી રહ્યા છે. જો કે આ દરમિયાન ટ્વિટરના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટર ખરીદ્યા બાદ મસ્ક આ સોશિયલ મીડિયા કંપનીના 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાà
મસ્કની એન્ટ્રીથી twitterના કર્મચારીઓની થઇ શકે છટણી  કર્મચારીઓ ચિંતામાં
ટેસ્લા કંપનીના સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક (Elon Musk) ટ્વિટર ડીલ (Twitter Deal)ને લઇને સતત સમાચારોમાં ચમકતા રહે છે.  ટ્વિટર ડિલમાં એક વાર મસ્ક પાછા પડ્યા બાદ હવે તેઓ આ ડિલને પૂરી કરવાની કોશિશો કરી રહ્યા છે. જો કે આ દરમિયાન ટ્વિટરના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટર ખરીદ્યા બાદ મસ્ક આ સોશિયલ મીડિયા કંપનીના 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. અમેરિકાના અખબારે ઇન્ટરવ્યુ અને દસ્તાવેજોને ટાંકીને આ વિશે માહિતી આપી છે.
75 ટકા કર્મચારીઓને છૂટા કરવાની યોજના
અહેવાલ મુજબ, મસ્કએ તેમના સંભવિત રોકાણકારોને જણાવ્યું હતું કે તેમણે કંપનીના 7500 કર્મચારીઓમાંથી લગભગ 75 ટકા કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી છે.
કંપનીની પગારમાં ઘટાડો કરવાની યોજના
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આગામી મહિનાઓમાં ટ્વિટરમાં છટણી થવાની તૈયારી છે. એલોન મસ્કનો સોદો પૂર્ણ થાય કે નહીં પણ ટ્વિટરના વર્તમાન મેનેજમેન્ટે આગામી વર્ષના અંત સુધીમાં કંપનીના પગારમાં લગભગ 80 કરોડ ડોલરનો ઘટાડો કરવાની યોજના તૈયાર કરી છે. જો કે હાલમાં આ અંગે ટ્વિટર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘટાડો કરવાની યોજના
અખબારે તેના અહેવાલમાં લખ્યું છે કે ટ્વિટરના માનવ સંસાધન (એચઆર) કર્મચારીઓએ તેમના સ્ટાફની મોટા પાયે છટણી વિશે કહ્યું છે કે કંપનીની આવી કોઈ યોજના નથી. પરંતુ દસ્તાવેજો કર્મચારીઓની છટણી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કાપ મૂકવાની વ્યાપક યોજનાઓ દર્શાવે છે. જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીનો આ પ્લાન મસ્ક દ્વારા કંપનીને ખરીદવાની ઓફર પહેલા કરવામાં આવ્યો છે.
મસ્કે એપ્રિલમાં જાહેરાત કરી હતી
એલોન મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેમણે શેર દીઠ $54.2ના દરે $44 બિલિયનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ પછી સ્પામ અને નકલી એકાઉન્ટના કારણે તેમણે તે ડીલ હોલ્ડ પર મૂકી દીધી હતી.
મતભેદો શરૂ થયા હતા
મેની શરૂઆતમાં SEC ફાઇલિંગમાં, ટ્વિટરે જણાવ્યું હતું કે તેમાંથી માત્ર પાંચ ટકા જ તેમના પ્લેટફોર્મ પર સ્પામ એકાઉન્ટ્સ ધરાવે છે. આ બાબતે ટ્વિટર અને મસ્ક વચ્ચે મતભેદ હતા. આ પછી, 8 જુલાઈના રોજ, મસ્કે ડીલ તોડવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારપછી ઓક્ટોબરની શરૂઆતમાં તેણે પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું અને ફરીથી સોદો પૂર્ણ કરવા સંમત થયા.

ટ્વિટર કર્મચારીઓની ચિંતામાં વધારો
મસ્કે કહ્યું હતું કે આ પ્લેટફોર્મ ઘણું મોટું હોઈ શકે છે અને તેમાં અકલ્પનીય વૃદ્ધિની સંભાવના છે. જો કે હવે તેમના કર્મચારીઓને છટણી કરવાની યોજના સામે આવ્યા બાદ ટ્વિટરના કર્મચારીઓની ચિંતા વધી ગઈ છે. મસ્કની ટ્વિટર ડીલને લઈને કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.