Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોરખનાથ મંદિર હુમલાના આરોપી મુર્તજા અંગે મોટો ખુલાસો, ISISના લીધા હતા શપથ, આ હતી મૂળ યોજના

ઉત્તર પ્રદેશના ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં તહેનાત પોલીસકર્મીઓ પર હુમલાના આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસીને લઈને યુપી પોલીસે મોટો ખુલસો કર્યો છે. ઉત્તર પ્રદેશના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. આરોપીની પૂછપરછ બાદ તેમણે કહ્યું કે મુર્તઝા ISISના પ્રચાર કાર્યકર્તા મેંહદી મસૂદ બિશ્વાસના સંપર્કમાં હતો. એટલું જ નહીં આરોપી ISISની આતંકવાદી વિચારધારાને પ્રોત
ગોરખનાથ મંદિર હુમલાના આરોપી મુર્તજા અંગે મોટો ખુલાસો  isisના લીધા હતા શપથ  આ હતી મૂળ યોજના
ઉત્તર પ્રદેશના ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં તહેનાત પોલીસકર્મીઓ પર હુમલાના આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસીને લઈને યુપી પોલીસે મોટો ખુલસો કર્યો છે. ઉત્તર પ્રદેશના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. આરોપીની પૂછપરછ બાદ તેમણે કહ્યું કે મુર્તઝા ISISના પ્રચાર કાર્યકર્તા મેંહદી મસૂદ બિશ્વાસના સંપર્કમાં હતો. એટલું જ નહીં આરોપી ISISની આતંકવાદી વિચારધારાને પ્રોત્સાહન આપતા જેહાદી સાહિત્યથી પણ પ્રભાવિત હતો.
આતંકી સંગઠન ISISના શપથ લીધા
પ્રશાંત કુમારે કહ્યું કે 2013માં મુર્તઝાએ અંસાર-ઉલ-તૌહીદ આતંકી સંગઠનની બયત (શપથ) લીધી હતી, 2014ના વર્ષમાં આ સંગઠનનો ISISમાં વિલય થયો હતો. ત્યારબાદ 2020માં મુર્તઝાએ ફરીથી ISISના શપથ લીધા હતા. પોલીસે મુર્તઝા અબ્બાસીના વિવિધ સોશિયલ મીડિયા, બેંક ખાતાના વ્યવહારો અને ઓનલાઈન વોલેટની તપાસ કર્યા છે. આરોપીએ તેના બેંક એકાઉન્ટમાંથી લગભગ સાડા આઠ લાખ રૂપિયા યુરોપ અને અમેરિકાના ISIS સમર્થકો દ્વારા  આતંકવાદી પ્રવૃત્તિઓ માટે મોકલ્યા હતા.
આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસીની આ યોજના હતી
અહેમદ મુર્તઝા અબ્બાસીએ આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે ઈન્ટરનેટ પરથી AK-47, M4 કાર્બાઈન અને મિસાઈલ ટેક્નોલોજી વિશેના વીડિયો જોયા હતા. મુર્તઝાએ ફાયરિંગ માટે એર રાઈફલથી પ્રેક્ટિસ કરી હતી. પલીસે જણાવ્યું કે આરોપીની યોજના ગોરખનાથ મંદિરમાં તહેનાત સુરક્ષાકર્મીઓ પર હુમલો કરીને તેમના હથિયારો છીનવીને મોટી ઘટનાને અંજામ આપવાની હતી. જો કે પોલીસે તેને સમયસર કાબૂમાં લીધો.
શું હતી ઘટની?
ઉલ્લેખનીય કે 3 એપ્રિલની સાંજે IIT ગ્રેજ્યુએટ અહેમદ મુર્તઝા અબ્બાસીએ ગોરખનાથ મંદિર પરિસરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો અને સુરક્ષા કર્મચારીઓ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં PACના બે કોન્સ્ટેબલ ઘાયલ થયા. જો કે સુરક્ષાકર્મીઓએ તરત જ તેના પર કાબૂ મેળવી લીધો અને તેની ધરપકડ કરી. મુર્તજા પર UAPA લાગુ કરવામાં આવ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.