PUBG ગેમ રમવાની ના પાડતા દીકરાએ જ માતાનું કરી દીધું મર્ડર
આજના સમયમાં બાળકોથી લઇને યુવા વર્ગમાં એક ખાસ ગેમ (PUBG) ખૂબ જ લોકપ્રિય છે. આ ગેમ રમતા લોકો તમને આસાનીથી જોવા મળી જશે. આ ગેમનો એટલો બધો ક્રેઝ છે કે તાજેતરમાં આ PUBG ગેમ રમવાની ના પાડતા એક દીકરાએ પોતાની માતાનું જ મર્ડર કરી દીધું હતું. આ ગેમ કેટલી ખતરનાક છે તેનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય છે કે જે લોકો આ ગેમ રમે છે તેને સમયનું પણ ભાન રહેતું નથી. ઘણીવાર લોકો મોડી રાત સુધી આ ગેમ રમતા રહે છે. મહàª
05:58 AM Jun 08, 2022 IST
|
Vipul Pandya
આજના સમયમાં બાળકોથી લઇને યુવા વર્ગમાં એક ખાસ ગેમ (PUBG) ખૂબ જ લોકપ્રિય છે. આ ગેમ રમતા લોકો તમને આસાનીથી જોવા મળી જશે. આ ગેમનો એટલો બધો ક્રેઝ છે કે તાજેતરમાં આ PUBG ગેમ રમવાની ના પાડતા એક દીકરાએ પોતાની માતાનું જ મર્ડર કરી દીધું હતું.
આ ગેમ કેટલી ખતરનાક છે તેનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય છે કે જે લોકો આ ગેમ રમે છે તેને સમયનું પણ ભાન રહેતું નથી. ઘણીવાર લોકો મોડી રાત સુધી આ ગેમ રમતા રહે છે. મહત્વનું છે કે, ઓનલાઈન ગેમિંગ આજે તેની ચરમસીમા પર છે અને જ્યારથી PUBG એ તેમાં પગ મૂક્યો છે ત્યારથી જ ગેમિંગ પ્રત્યે યુઝર્સની રુચિ ઘણી વધી ગઈ છે. ગેમિંગમાંથી ઘણા લોકો તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે અને ઘણા લોકો તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે અને હવે ઉત્તર પ્રદેશના લખનૌથી અહેવાલ છે કે 16 વર્ષના યુવકે તેની માતાને PUBG ગેમ રમવાથી રોકવા માટે ગોળી મારી દીધી છે. ચોક્કસ આ સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ એક સાચી ઘટના છે. આ 16 વર્ષીય યુવક પર ગેમની અસર એટલી વધી ગઈ કે તે બે દિવસ સુધી ડેડ બોડી પાસે રહ્યો અને રૂમ ફ્રેશનર દ્વારા તેને છુપાવવાનો પ્રયાસ કરતો રહ્યો. સાથે રહેતી બહેનને ધમકાવીને તેણે રૂમમાં બંધ કરી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.
ઘટના વિશે માહિતી આપતા પૂર્વ લખનૌના ADCP કાસિમ આબિદીએ કહ્યું કે, PUBG એડિક્ટ પુત્રને વારંવાર અટકાવવું તે માતાના મૃત્યુનું કારણ બન્યું છે. માતાના ઠપકાથી પરેશાન 16 વર્ષના પુત્રએ પિતાની લાયસન્સવાળી રિવોલ્વર વડે માતાને માથામાં ગોળી મારી દીધી હતી. તેમણે જણાવ્યું કે છોકરાએ પણ ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો, તે બે દિવસ સુધી ઘરમાં માતાના મૃતદેહ સાથે રહ્યો પરંતુ બે દિવસ પછી જ્યારે તેની દુર્ગંધ વધવા લાગી તો મામલો હાથમાંથી નીકળી ગયો. લાશમાંથી દુર્ગંધ આવતા તેણે તેની માતાની હત્યા અંગે તેના પિતાને જાણ કરી હતી. પુત્રએ પિતાને જણાવ્યું કે એક ઈલેક્ટ્રીશિયને આ ઘટનાને અંજામ આપ્યો. પરંતુ જ્યારે પોલીસ પહોંચી ત્યારે લાશમાંથી આવતી દુર્ગંધ જોઈને તેઓ ગભરાઈ ગયા હતા. યુવકની કડક પૂછપરછ કરતા તેણે પોતાનો તમામ ગુનો કબૂલી લીધો હતો.
ANI અનુસાર, પોલીસે જણાવ્યું કે, "પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવકને ઓનલાઈન ગેમિંગની લત હતી અને તેની માતા તેને રમવાથી રોકતી હતી, જેના કારણે તેણે તેના પિતાની પિસ્તોલથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના શનિવાર અને રવિવાર રાત્રિની છે. આગળ વાત કરતા, એડીસીપીએ જણાવ્યું હતું કે, "છોકરાએ તપાસ દરમિયાન ઇલેક્ટ્રિશિયન વિશે ખોટી વાર્તા કહીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પોલીસે હવે આ 16 વર્ષના છોકરાને કસ્ટડીમાં લીધો છે અને વધુ તપાસ કરી રહી છે.
Next Article