બબીતાની પોલીસે કરી 4 કલાક પૂછપરછ, જાણો શું છે મામલો?
તારક મેહતા કા ઉલ્ટા
ચશ્મા સિરીયલથી લોકપ્રિય થયેલી અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા જી સોમવારે
પોતાની સામે હાંસીમાં એસસી-એસટી એક્ટ અંતર્ગત નોંધાયેલા કેસમાં તપાસ અધિકારી
ડીએસપી વિનોદ શંકર સામે ઉપસ્થિત થઇ હતી. જે પછી તપાસ અધિકારીએ તેની ઔપચારિક રીતે
ધરપકડ કરી હતી અને લગભગ 4 કલાક સુધી કાર્યાલયમાં પૂછપરછ કરી હતી. ત્યાર બાદ મુનમુન દત્તાને વચાગાળાના જામીન પર
છોડવામાં આવી હતી.
DSP કાર્યાલયની બહાર મુનમુન દત્તાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા
હતા. મુનમુન દત્તા હાઇકોર્ટના વકીલ અને હાઇકોર્ટના આદેશ પર બે સુરક્ષાકર્મીઓ અને
બાઉન્સરો સાથે DSP કાર્યાલય પહોંચી હતી. મુનમુન દત્તાએ આ દરમિયાન કોઇપણ મીડિયા
કર્મી સાથે વાત કરી ન હતી. મુનમુન દત્તા સામે એસસી એસટી એક્ટ અંતર્ગત હાંસીના દલિત
અધિકારી કાર્યકર્તા રજત કલ્સને 13 મે 2021ના રોજ કેસ નોંધાવ્યો
હતો.
હાઇકોર્ટના જજે કહ્યું હતું હાજર રહેવા
પંજાબ
હરિયાણા હાઇકોર્ટના જજ અવનીશ ઝીંગને ગત 4 ફેબ્રુઆરીએ મુનમુન
દત્તાને હાંસીમાં તપાસ અધિકારી સામે ઉપસ્થિત રહીને તપાસમાં સામેલ થવા માટે કહ્યું
હતું. તપાસ અધિકારીને આદેશ આપ્યા હતા કે મુનમુન દત્તાની ધરપકડ કરી પૂછપરછ કર્યા
તેને અંતરિમ જામીન પર છોડી દેવામાં આવે. આ સિવાય તપાસ અધિકારીને નિર્દેશ આપવા
આવ્યા હતા કે તે આગામી 25 ફેબ્રુઆરીએ તપાસ રિપોર્ટને હાઇકોર્ટ સામે રજુ કરે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર વિવાદ મુનમુન દત્તાના વીડિયોથી શરૂ થયો હતો.
વીડિયોમાં અભિનેત્રીએ કોઈ ખાસ જાતિના લોકો માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો ત્યાર
બાદ તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ અભિનેત્રી સામે પોતાનો
રોષ વ્યક્ત કર્યો હતો અને ધરપકડની માંગણી કરી હતી.
જાતિ શબ્દનો ઉપયોગ કરવાના કેસમાં તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસ
અભિનેત્રી વિરુદ્ધ અંધેરીના આંબોલી પોલીસ સ્ટેશનમાં અનુસૂચિત જાતિ જનજાતિ
એટ્રોસિટી રિસ્ટ્રિંટ રૂલ્સ (એટ્રોસિટી એક્ટ) 2015 હેઠળ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીનો આરોપ છે કે આ દરમિયાન તે પોતાનું
નિવેદન આપતી વખતે વાલ્મિકી સમાજનું અપમાન થયું હતું અને એટ્રોસિટીની કલમ 3 (પી) (1) (ટી) (5) (4) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
માફી પણ માંગી હતી
વીડિયો ઉપર ભારે વિરોધ
થયા બાદ અભિનેત્રીએ માફી માંગી અને પોસ્ટમાં લખ્યું કે મારી ભાષાના અવરોધને કારણે
મને તે શબ્દનો અર્થ ખબર નથી. એકવાર મને તેના વિશે ખબર પડી, મેં
તરત જ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી તે પોસ્ટને દૂર કરી. હું દરેક દેશના લોકો
અને જાતિના લોકોનો આદર કરું છું જેઓ આ દેશમાં સ્થાયી છે અને દરેક સમાજના યોગદાનમાં
પણ વિશ્વાસ કરું છું. હું તે બધા લોકોની માફી માંગું છું કે જેમણે મારા કારણે દુ:ખ
સહન કર્યું છે.