ઘરવિહોણા લોકો માટે નગરપાલિકાએ બનાવ્યું આશ્રયસ્થાન, બની ગયું કોન્ટ્રાક્ટરોના મજુરોનું ગેસ્ટ હાઉસ
ભરૂચ નગરપાલિકા દ્વારા એક થી દોઢ વર્ષ પહેલા પાલિકાના ખર્ચે ભરૂચમાં જાહેર માર્ગોના ફૂટપાથ ઉપર રાતવાસો કરતાં લોકો માટે એક કરોડ ઉપરાંતની રકમ માંથી રેન બસેરા બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ રેન બસેરા ઘર વિહોણા લોકો માટે નહીં પરંતુ મજૂરીયાત વર્ગ માટેનું રેન બસેના બની ગયું હોય તેઓ મોટો વિસ્ફોટ છે. જેના પગલે વિપક્ષોએ દોડી આવી આ બાબતે મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે પાલિકાની રજૂ
03:34 PM Sep 20, 2022 IST
|
Vipul Pandya
ભરૂચ નગરપાલિકા દ્વારા એક થી દોઢ વર્ષ પહેલા પાલિકાના ખર્ચે ભરૂચમાં જાહેર માર્ગોના ફૂટપાથ ઉપર રાતવાસો કરતાં લોકો માટે એક કરોડ ઉપરાંતની રકમ માંથી રેન બસેરા બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ રેન બસેરા ઘર વિહોણા લોકો માટે નહીં પરંતુ મજૂરીયાત વર્ગ માટેનું રેન બસેના બની ગયું હોય તેઓ મોટો વિસ્ફોટ છે. જેના પગલે વિપક્ષોએ દોડી આવી આ બાબતે મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે પાલિકાની રજૂઆત કરી હતી અને આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.
ભરૂચ નગરપાલિકાના જે તે વખતના મહિલા પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ જાહેર માર્ગો ઉપર ફૂટપાથ ઉપર ચોમાસુ હોય શિયાળો હોય કે હોય ઉનાળો તમામ ઋતુમાં રોડ ઉપર રજળતા રહેતા ઘરવિહોણા લોકો માટે રેન બસેરા બનાવવા માટેનું આયોજન કર્યું હતું. એક કરોડ ઉપરાંતની રકમ માંથી ઘરવિહોણા લોકો માટે ગીતા પાર્ક સોસાયટી નજીક ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે ભૂમિ પૂજન બાદ બિલ્ડીંગ તૈયાર થઈ જતા ઈ - લોકાર્પણ વાલીયા ખાતેથી જે તે વખતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું.
જાહેર માર્ગો ઉપર ઘરવિહોણા લોકો માટે આશ્રય સ્થાન ખુલ્લુ મુકાયું હતું પરંતુ આ આશ્રય સ્થાન હવે ઘરવિહોણા લોકો માટે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરોના મજૂરો વર્ગ માટે નો હબ બની ગયો .જેમાં ૨૦૦ લોકોની કેપેસિટી વાળા બેડ ઉપર ૩૦૦થી વધુ કોન્ટ્રાક્ટરોના મજૂરો રાતવાસો કરતા હોવાનું વિસ્ફોટ થયો હતો જેના પગલે સ્થળ ઉપર ભરૂચ નગરપાલિકાના વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ પણ દોડી આવ્યા હતા અને ઘર વિહોણા લોકોનું રેન બસેડા કોન્ટ્રાક્ટરોના મજૂરો માટેનું ગેસ્ટ હાઉસ બની ગયું હોવાના આક્ષેપો કર્યા હતા.
જોકે ભરૂચ શહેરના કેટલાય જાહેર માર્ગો ઉપર આજે પણ ઘરવિહોણા લોકો રાતવાસો કરી રહ્યા છે એટલું જ નહીં ભરૂચ ના સ્ટેશનથી દાદાભાઈના બાગ પાસે પણ ડેરા તંબુ નીચે રાતવાસો કરતાં ઘરવિહોણા લોકો મીડિયાના કેમેરામાં કેદ થયા છે ભરૂચ નગરપાલિકા ઘરવિહોણા લોકો માટેનું આશ્રય સ્થાન બનાવ્યું હતું તેના કરતાં તસવીર કંઈ અલગ જ જોવા મળે છે નગરપાલિકાએ પોતાના કોન્ટ્રાક્ટરોના મજૂરો માટે રાતવા શું કરવા માટે રેન બસેરા બનાવ્યું હોય તેવું ફલિત થઈ રહ્યું છે આજે પણ ભરૂચ શહેરના જાહેર માર્ગોના ફૂટપાથ ઉપર ઘર વિહોણા લોકો કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે
આજે પણ કરોડો રૂપિયાનું ભરૂચ નગરપાલિકા નું સેન્ટર હોમ જે સેવા યજ્ઞ સમિતિ સંચાલન કરે છે તેવા ઘરવિહોણા હોમમાં ભરૂચ નગરપાલિકા સહિત વિવિધ કન્સ્ટ્રકશન સાઈડ ઉપરના કોન્ટ્રાક્ટરોના મજૂરો છેલ્લા ત્રણ મહિનાથી રાતવાસો કરી રહ્યા છે અને સાચા અર્થમાં ઘરવિહોણા લોકો આજે રજડતા જોવા મળી રહ્યા છે સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટે પણ ડેરા તંબુ નીચે વસવાટ કરતા ઘરવિહોણા લોકોની આપવીતી કરી હતી.