Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સલમાન ખાનને ધમકી ભર્યા પત્ર મુદ્દે મુંબઇ પોલીસ એક્શનમાં

સલમાનખાનને જાનથી મારવાની ધમકીથી મુંબઇ પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. સલમાન ખાનને તાજેતરમાં એક ધમકી ભર્યો પત્ર મળ્યો હતો ,જેમાં તેમને તેમના પિતા સલીમ ખાનના નામે જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ત્યાર બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે.  રવિવારે ધમકી ભર્યો લેટર મળ્યો સાથે જ આ મામલે પોલીસે એક FIR પણ નોંધી છે. જણાવી દઇએ કે સલમાન ખાનને સિદ્ધુ મૂસેવાલાની જેમ જાનથી મારી નાખવાની ધમકી મà
સલમાન ખાનને ધમકી ભર્યા પત્ર મુદ્દે મુંબઇ પોલીસ એક્શનમાં
સલમાનખાનને જાનથી મારવાની ધમકીથી મુંબઇ પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. સલમાન ખાનને તાજેતરમાં એક ધમકી ભર્યો પત્ર મળ્યો હતો ,જેમાં તેમને તેમના પિતા સલીમ ખાનના નામે જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ત્યાર બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. 
 
રવિવારે ધમકી ભર્યો લેટર મળ્યો 
સાથે જ આ મામલે પોલીસે એક FIR પણ નોંધી છે. જણાવી દઇએ કે સલમાન ખાનને સિદ્ધુ મૂસેવાલાની જેમ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પત્ર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનના નામથી કોઇ અજાણ્યા વ્યક્તિએ મોકલ્યો હતો. આ પત્ર રવિવારે બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડમાંથી મળ્યો હતો. આ પત્ર સલીમ ખાનના ગાર્ડને તે જગ્યાએથી મળ્યો હતો જ્યાં સલીમ ખાન રોજ તેમના મોર્નિંગ વોક પછી બેસતા હોય છે. આ ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 'સલીમ ખાન, સલમાન ખાન, બહુ જલ્દી તમારી હાલત સિદ્ધુ મૂસેવાલા જેવી થશે. આ મામલે મુંબઈની બાંદ્રા પોલીસે એફઆઈઆર પણ નોંધી છે. પોલીસે આઈપીસીની કલમ 506 હેઠળ કેસ નોંધ્યો હતો.
સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ
પંજાબમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલમાનને પણ હવે ધમકીભર્યો પત્ર મળ્યો છે જેનાથી સમગ્ર બોલિવુડમાં ખળભળાટ મચી ગયો છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક વ્યક્તિ સલમાન ખાનને લઈને ખૂબ જ ચિંતિત છે. પોલીસ પણ હવે આ મામલે એલર્ટ મોડમાં છે અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આજે મુંબઈ પોલીસની ટીમ સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી હતી. જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાગ્રે પાટીલ અને ડીસીપી મંજુનાથ શેંગે સલમાનના ઘરે પહોંચ્યા હતા. જો કે પૂછપરછ બાદ તેઓ સલમાનના ઘરેથી પરત ફરી ગયાં હતાં. 
Advertisement
Tags :
Advertisement

.