ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધારાવી રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી ગ્રુપને મળ્યું, આટલા કરોડની લગાવી હતી બોલી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં (Mumbai) એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતી ધારાવીનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dharavi Redevelopment Project) ગૌતમ અદાણી ગ્રુપને (Adani Group) ગયો છે. અદાણી ગ્રુપે તેને મેળવવા માટે 5 હજાર 69 કરોડની બોલી લગાવી હતી. આ અંગેની ટેન્ડર પ્રક્રિયા મંગળવારે પૂર્ણ થઈ હતી અને અદાણી ગ્રુપે મેળવ્યું હતું.આટલી બોલી લાગીDLF ગ્રુપે 2 હજાર 25 કરોડની બોલી લગાવી હતી. ટેન્ડર પ્રક્રિયામાં નમન જૂથ ગે
06:04 PM Nov 29, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં (Mumbai) એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતી ધારાવીનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dharavi Redevelopment Project) ગૌતમ અદાણી ગ્રુપને (Adani Group) ગયો છે. અદાણી ગ્રુપે તેને મેળવવા માટે 5 હજાર 69 કરોડની બોલી લગાવી હતી. આ અંગેની ટેન્ડર પ્રક્રિયા મંગળવારે પૂર્ણ થઈ હતી અને અદાણી ગ્રુપે મેળવ્યું હતું.
આટલી બોલી લાગી
DLF ગ્રુપે 2 હજાર 25 કરોડની બોલી લગાવી હતી. ટેન્ડર પ્રક્રિયામાં નમન જૂથ ગેરકાયદે હોવાનું જણાયું હતું. સૌથી મોટી બોલી લગાવવાને કારણે આખરે આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપના હાથમાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા 1 હજાર 600 કરોડની બોલી લગાવવી જરૂરી હતી. અદાણી ગ્રુપે સૌથી વધુ 5 હજાર 69 કરોડની બોલી લગાવીને પ્રોજેક્ટ મેળવ્યો હતો. હવે ટૂંક સમયમાં રાજ્ય સરકારની શરતોના આધારે ટેન્ડર ફાઇનલ કરીને આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ શરૂ થશે.
17 વર્ષમાં પૂર્ણ થશે પ્રોજેક્ટ
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dharavi Redevelopment Project) લગભગ 20 હજાર કરોડનો થવાનો રહ્યો છે. આ પ્રોજેક્ટ આગામી 17 વર્ષમાં પૂર્ણ થવાનો છે. પુનર્વસન કાર્ય આગામી સાત વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
આ વિસ્તાર મુંબઈના (Mumbai) મધ્યમાં આવેલો છે. તેની એક તરફ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને બીજી તરફ દાદર છે. અહીં લગભગ 10 લાખ લોકો રહે છે. આવી સ્થિતિમાં રિડેવલપમેન્ટ પહેલા મોટું કામ પુનર્વસનનું છે.
ઝુંપડપટ્ટીના રહેવાસીઓને ફાયદો
સરકારે આ માટે સંપૂર્ણ આયોજન કર્યું છે. સરકારે નક્કી કર્યું હતું કે તે એક કંપની સાથે કરાર કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારને સુંદર બનાવશે. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ આ વિસ્તારના ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ઘણો ફાયદો થશે. મુંબઈને સુધારવાની દિશામાં સરકારે આ મોટું પગલું ભર્યું છે.
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dharavi Redevelopment Project) હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેતા 6.5 લાખ લોકોનું પુનર્વસન કરવાનો લક્ષ્યાંક છે. ધારાવી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર 2.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જેનો સમગ્ર પ્રોજેક્ટ 20,000 કરોડ રૂપિયાથી વધુનો છે.
આ પ્રોજેક્ટ હેઠળ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મફત મકાનો મળશે, જેનાથી તેમનું જીવનધોરણ વધશે. કમેન્સમેન્ટ સર્ટિફિકેટ જારી થયા બાદ પ્રથમ તબક્કાનું કામ 7 વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે.
આ પણ વાંચો - RBI 1લી ડિસેમ્બરથી લોંચ કરશે ડિજિટલ કરન્સીનો પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AdanigroupDharaviRedevelopmentProjectGujaratFirstMUMBAI
Next Article