મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદને 31 વર્ષની જેલની સજા, કોર્ટે 3.4 લાખ રૂપિયાનો દંડ ફટાકાર્યો
પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે મુંબઈ આતંકવાદી હુમલાના
માસ્ટરમાઈન્ડ અને આતંકવાદી હાફિઝ મોહમ્મદ સઈદને ટેરર ફાઇનાન્સિંગના કેસમાં 31 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદ પર 3.4 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ સાથે હાફિઝ સઈદની તમામ મિલકતો
જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
જમાત-ઉદ-દાવાના વડાને બે કેસમાં સજા સંભળાવવામાં આવી છે. જોકે આ સજા મુંબઈ હુમલા માટે નથી. આ અહેવાલ પાકિસ્તાની મીડિયાએ આપ્યો
છે. અહેવાલો અનુસાર હાફિઝ સઈદને અગાઉ
ફેબ્રુઆરી 2020માં 11 વર્ષની અને નવેમ્બર 2020માં 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આતંકવાદ વિભાગ (CTD) એ જુલાઈ 2019 માં હાફિઝ સઈદની ધરપકડ કરી હતી.
અમેરિકાએ આતંકી હાફિઝ સઈદ પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. સંયુક્ત રાષ્ટ્રે પણ હાફિઝ સઈદને
આતંકવાદી જાહેર કર્યો છે. તે મુંબઈ હુમલા પાછળ હતો જેમાં 166 સામાન્ય લોકોના મોત થયા હતા.