Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુલાયમ સિંહ યાદવના પત્ની સાધના ગુપ્તાનું નિધન, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાનું શનિવારે નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાધના ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી અને હાલમાં જ તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે આજે અંતિમ શ્વાસ લીધા હતા. મેદાંતા હોસ્પિટલ દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ
11:18 AM Jul 09, 2022 IST | Vipul Pandya

ઉત્તર પ્રદેશના પૂર્વ
મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના
ગુપ્તાનું શનિવારે નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાધના ગુપ્તા
છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી અને હાલમાં જ તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવી હતી
, જ્યાં તેણે આજે અંતિમ શ્વાસ
લીધા હતા.


મેદાંતા હોસ્પિટલ દ્વારા
હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. થોડા સમય પહેલા મુલાયમ સિંહ
યાદવ હોસ્પિટલમાંથી પત્નીને મળવા ગયા હતા.


તમને જણાવી દઈએ કે સાધના ગુપ્તા સપા
નેતા મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની અને સાધના યાદવ સપા સુપ્રીમો અખિલેશની સાવકી
માતા છે. સાધનાના પોતાના પુત્રનું નામ પ્રતીક યાદવ અને પુત્રવધૂનું નામ અપર્ણા
યાદવ છે. અપર્ણા યાદવ
, જે પોતાના સ્પષ્ટવક્તા
નિવેદન માટે પ્રખ્યાત છે
, તે ભાજપના નેતા છે. 2022ની યુપી વિધાનસભા ચૂંટણી પહેલા જ અપર્ણા યાદવ સતા છોડીને
ભાજપમાં જોડાઈ ગઈ હતી.

Tags :
GujaratFirstMedantaHospitalMulayamSinghSadhnagupta
Next Article