Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્તાર અબ્બાસ નકવીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું, સોંપાઇ શકે છે મહત્ત્વની જવાબદારી

મુખ્તાર અબ્બાસ નકવીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે  કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામું આપી દીધું છે. તેઓ લઘુમતી બાબતોના વિભાગને સંભાળે છે. મોદી સરકારમાં તેઓ લઘુમતી બાબતોનો વિભાગ સંભાળતા હતા. મુખ્તાર રાજ્યસભાના સભ્ય હતા. તેમનો કાર્યકાળ આવતી કાલે સમાપ્ત થાય છે. આ વખતે ભાજપે નકવીને રાજ્યસભામાં મોકલ્યા નથી. માનવામાં આવે છે કે પાર્ટી તેમને મહત્ત્વની જવાબદાàª
મુખ્તાર અબ્બાસ નકવીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું  સોંપાઇ શકે છે મહત્ત્વની જવાબદારી
મુખ્તાર અબ્બાસ નકવીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે  કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામું આપી દીધું છે. તેઓ લઘુમતી બાબતોના વિભાગને સંભાળે છે. મોદી સરકારમાં તેઓ લઘુમતી બાબતોનો વિભાગ સંભાળતા હતા. મુખ્તાર રાજ્યસભાના સભ્ય હતા. તેમનો કાર્યકાળ આવતી કાલે સમાપ્ત થાય છે. આ વખતે ભાજપે નકવીને રાજ્યસભામાં મોકલ્યા નથી. 
માનવામાં આવે છે કે પાર્ટી તેમને મહત્ત્વની જવાબદારી સોંપી શકે છે. વાસ્તવમાં મોદી સરકારના બે મંત્રીઓનો રાજ્યસભા સભ્યનો કાર્યકાળ ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. મુખ્તાર અબ્બાસ નકવી ઉપરાંત, JDU ક્વોટામાંથી RCP સિંહનું નામ પણ સામેલ છે. આ બંને નેતાઓ 6 જુલાઈ પછી કોઈપણ ગૃહના સભ્ય નહીં રહે.  
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામું આપી દીધું છે આ પહેલાં થોડા સમય પહેલા તેઓ વડાપ્રધાનને મળ્યા હતા અને ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું છે. હાલમાં એવી ચર્ચા છે કે ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદ માટે નકવીને ઉમેદવાર બનાવી શકે છે. એવી પણ ચર્ચા છે કે જેડીયુ ક્વોટા મંત્રી આરસીપી સિંહ પણ પદ પરથી રાજીનામું આપી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.